કોંગ્રેસ મા અને દીકરાની પાર્ટી છે: નરેન્દ્ર મોદી

Google Oneindia Gujarati News

બક્સર, 2 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે બિહારમાં ભારત વિજય રેલીને સંબોધી રહ્યા છે. મોદી હાલમાં બિહારના બક્સરમાં જનસભાને સંબોધી રહ્યા છે.

ભાઇઓ બહેનો મેં ઘણી ચૂંટણીઓ જોઇ છે, પરંતુ આ પહેલી ચૂંટણી એવી છે, આ ચૂંટણી કોઇ રાજનૈતિક દળ નથી લડી રહ્યો, કોઇ નેતા નથી લડી રહ્યો પરંતુ આ ચૂંટણી આખો દેશ લડી રહ્યો છે.

લાલ બહાદુર શાસ્ત્રીએ એવું સૂત્ર આપ્યું હતું કે 'જય જવાન.. જય કિસાન'. પરંતુ કોંગ્રેસના રાજમાં સીમા પર પાકિસ્તાનની સેના ભારતીય સેનાના માથા કાપીને લઇ જાય છે અને દિલ્હીની સરકાર પાકિસ્તાનના વડાપ્રધાનને ચિકન બિર્યાનીનું ભોજન કરાવે છે.

modi
આવનારી ભાજપની સરકાર ગામડાઓના વિકાસ કરવા માગે છે. દરેક ગરીબને ઘર આપવા માગે છે, શિક્ષણ આપવા માગે છે. સ્વાસ્થ્ય જાળવણી માટે હોસ્પિટલ આપવા માગે છે. શું તમારે તમારા પૂર્વજો જે સ્થિતિમાં રહેતા હતા તેવી જ સ્થિતિમાં રહેવું છે? તમે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા છે ભાજપને માત્ર 60 મહિના આપીને જુઓ.

કોંગ્રેસની સરકારે નતી દલિતોનું ભલુ કર્યું, નથી મજદૂરોનું ભલુ કર્યું, નથી જવાનોનું ભલુ કર્યું નથી ખેડૂતોનું ભલુ કર્યું. તેમણે તો એવી સ્થિતિ ઉભી કરી છે કે મર કિસાન, મર જવાન. દેશના જવાનનું કે ખેડૂતનું જે થવું હોય તો તે થાય તેવી તેમની નીતિ છે. જે લોકો કોઇનું ભલુ ના કરી શકે તો લોકોને ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું?

English summary
Narendra Modi addressing a Public Meeting in Buxar, Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X