પીએમ મોદીએ કર્યો દિવાળી પર સૈનિકોને સંદેશ મોકલવાનો આગ્રહ

Written By:
Subscribe to Oneindia News

પીએમ મોદીએ દિવાળી ભારતીય સુરક્ષાબળોના નામે કરવાની અપીલ કરી છે. આ બાબતે મોદીએ ટ્વીટ કર્યુ છે કે, 'આ દિવાળી આવો, આપણા સુરક્ષાબળોને યાદ કરીએ જે આપણા દેશની સતત રક્ષા માટે આખી જિંદગી ખપાવી દેતા હોય છે.'

modi

તેમણે નરેન્દ્ર મોદી ઍપ દ્વારા લોકોને સેના સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો આગ્રહ કર્યો. પીએમ મોદીએ આ અંગેનો એક વીડિયો મેસેજ પણ ટ્વીટ કર્યો છે. આ 4 મિનિટ લાંબા વીડિયોમાં એક બાળકથી શરુઆત થાય છે જે પત્ર દ્વારા જવાનોનો આભાર માને છે. ત્યારબાદ એક મા દિવાળી પર પોતાના દીકરાના ઘરે પાછા આવવાની રાહ જોઇ રહી છે.
આ વીડિયોના અંતમાં પીએમ મોદી કહે છે કે, 'મારા વ્હાલા દેશવાસીઓ દરેક તહેવારમાં આપણે પોતાનાને યાદ કરીએ છીએ. આ દિવાળી પર આપણે બધા ભારતીયો આપણી રક્ષા માટે અને આપણા સુખ ચેન માટે પોતાનું જીવન ખપાવી દેતા સુરક્ષાબળોને શુભકામનાઓ મોકલીએ. તમે બધા મારી સાથે જોડાવો. સવા સો કરોડ દેશવાસીઓ જો વીરો કે જવાનોની પડખે ઉભા રહેશે તો તેમની તાકાત સવા સો કરોડ ગણી વધી જશે.'

ઑલ ઇંડિયા રેડિયો અને MyGov.in દ્વારા નરેન્દ્ર મોદી ઍપ પર #Sandesh2Soldiers પર સંદેશ મોકલી શકો છો. સૈનિકો પ્રત્યે પોતાની લાગણીઓ દર્શાવવા દૂરદર્શન પણ એક કાર્યક્રમ શરુ કરશે.

English summary
narendra modi apppeals to support soldiers by tweeting and sending sandesh to soldiers.
Please Wait while comments are loading...