For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિષ્ય મોદીએ ગુરુ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતાર્યાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવીને કહ્યુ કે આ વિચારધારાની લડાઈ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવીને કહ્યુ કે આ વિચારધારાની લડાઈ છે. પીએમ જ્યાં પણ જાય છે ત્યાં કોઈકનીને કોઈકની બુરાઈ કરે છે. મોદીજીના ગુરુ કોણ છે, અડવાણીજી. શિષ્ચય ગુરુના સામે હાથ પણ નથી જોડતા. સ્ટેજ પરથી ઉઠાવીને ફેંકી દીધા અડવાણીજીને. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી ઉતાર્યા અને હિંદુ ધર્મની વાતો કરે છે. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યુ છે કે લોકોને મારવા જોઈએ. રાહુલ ગાંધીએ આ નિવેદન મહારાષ્ટ્રમાં એક જનસભાને સંબોધિત કરતા આપ્યુ.

rahul gandhi

તેમણે કહ્યુ, '2019ની ચૂંટણી વિચારધારાઓની લડાઈ છે. કોંગ્રેસની વિચારધારા ભાઈચારા, પ્રેમ છે જે, મોદીની નફરત, ક્રોધ અને વિભાજનકારી વિચારધારા પર જીત મેળવશે.' રાહુલે કહ્યુ કે 2019ની ચૂંટણી વિચારધારાઓની લડાઈ છે અને કોંગ્રેસની વિચારાધારા ભાઈચારા, પ્રેમ અને સૌહાર્દની છે. જે મોદીની નફરત, ક્રોધ અને વિભાજનકારી વિચારધારા પર જીત મેળવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો ગરીબ પરિવારોને લઘુત્તમ આવક તરીકે દર વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે જેનાથી લગભગ 25 કરોડ લોકોને ફાયદો થશે.

આ પગલુ તેમણે ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઈક ગણાવ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે બધા પક્ષકારો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યુ છે. ન્યાય યોજનાને લાગુ કરવા માટે મધ્યમ વર્ગ પર આવકવેરો લગાવવામાં નહિ આવે અને વેરો વધારવામાં પણ નહિ આવે. જો તેમની પાર્ટી સત્તામાં આવી તો આ યોજનામા દર વર્ષે ગરીબ લોકોના બેંક ખાતામાં 72,000 રૂપિયા જમા કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ અમિત શાહ કયા ખેલમાં ક્યારેય નથી હારતાઆ પણ વાંચોઃ અમિત શાહ કયા ખેલમાં ક્યારેય નથી હારતા

English summary
Narendra Modi booted out Advani, insulted his guru: Rahul Gandhi in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X