For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંદેના બદલાયા સૂર, કહ્યું 'મોદી ઇચ્છે તો જઇ શકે છે ઉત્તરાખંડ'

|
Google Oneindia Gujarati News

shinde
નવી દિલ્હી, 26 જૂન : પૂરની મહામારીમાંથી પસાર થઇ રહેલું ઉત્તરાખંડમાં રાહત કાર્યને લઇને થયેલા રાજકારણ બાદ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. ગઇકાલ સુધી વીઆઇપી નેતાઓને બચાવ રાહતકામગીરી દરમિયાન ઉત્તરાખંડમાં નહીં જવાનું કહેનાર શિંદેએ આજે જણાવ્યું કે હવે ઉત્તરાખંડ કોઇપણ જઇ શકે છે. શિંદેએ કહ્યું કે રાજ્યમાં કોઇને પણ જવા માટે કોઇ પ્રતિબંધ નથી.

શિંદેએ કહ્યું કે શરુઆતના દિવસોમાં મુશ્લેલીના પગલે તેમણે આવી સલાહ આપી હતી. હવે કોઇને પણ ઉત્તરાખંડ જવા પર કોઇ પ્રતિબંધ નથી. રાહુલ ગાંધી માટે અલગ નિયમ હોવાના પ્રશ્ન પર શિંદેએ કહ્યું કે હવે મોદી પણ ઉત્તરાખંડ જવા માંગે તો જઇ શકે છે.

વિશ્લેષકોની માનીએ તો રાહુલ ગાંધીને ઉત્તરાખંડની મુલાકાતની પરવાનગી અને મોદીને મનાઇને પગલે થયેલા વિવાદ બાદ શિંદેને પોતાનું વલણ બદવું પડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીને પૂરપ્રભાવિત વિસ્તારોની મુલાકાત માટે પરવાનગી મળી ન્હોતી જ્યારે રાહુલ ગાંધીને પૂરના આઠ દિવસ બાદ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવા માટે પરવાનગી મળી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હેલીકોપ્ટરને વિપદાગ્રસ્ત વિસ્તારમાં એવું કહીને લેન્ડ કરવાની પરવાનગી આપી

ન્હોતી કે વીવીઆઇપીની યાત્રાથી રેસ્ક્યુ ઓપરેશની પ્રક્રિયાને અસર પડી શકે છે. જ્યારે રાહુલ ગાંધીએ વિપદાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તો શિંદેએ પોતાની સફાઇ આપતા જણાવ્યું કે રાહત અને બચાવકામગીરી હવે પૂરી થવાના આરે છે માટે રાહુલના પ્રવાસ પર કોઇ સવાલ ઉઠાવવા જોઇએ નહીં.

English summary
Sushil Kumar Shinde taken u turn said 'now Narendra Modi can go in Uttarakhand'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X