નરેન્દ્ર મોદી કેરળમાં કેથોલિક કાર્ડિનલે મળે તેવી શક્યતા
તિરુવનંતપુરમ, 22 એપ્રિલ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચર્ચાઓ હવે કેરળમાં શરૂ થઇ છે. અહીંના અનેક સમાચારોમાં જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી કેરળના પાટનગર તિરુવનંતપુરમ સ્થિત સાઇરો માલંકારા કેથોલિક ચર્ચના પ્રમુખ, 53 વર્ષીય રેવ. મોરાન માર બેસલિયોસ ક્લીમીસ કેથોલિકોસની મુલાકાત લઇ શકે છે.

મોરાનને ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ વેટિકનમાં વિધિવત કાર્ડિનલ બનાવવામાં આવ્યા હતા. તેઓ કેથોલિક ચર્ચના સૌથી યુવાન કાર્ડિનલ બન્યા હતા. તેમણે પોપ ફ્રાન્સિંસની પસંદગી કરવા માટે યોજવામાં આવેલી સભામાં પણ ભાગ લીધો હતો.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી નવા કાર્ડિનલને તેમના મુખ્યાલરમાં 24 એપ્રિલના રોજ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેરળના શિવગિરી મઠના રજત જયંતી સમારોહમાં ભાગ લેવા આવી રહ્યા છે.
આ અંગે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના પ્રદેશ સચિવ પિનરઇ વિજયને રવિવારે જણાવ્યું કે હિન્દુ મઠ દ્વારા મોદીને આમંત્રણ આપવું ખોટી બાબત છે. આ અંગે મઠના મહાસચિવ ઋતંભરાનંદ સ્વામીકેલે જણાવ્યું કે તેમનું નિમંત્રણ કોઇ રાજકીય મુદ્દો નથી.
આ ધાર્મિક સંસ્થાએ સમારોહમાં હાજર રહેવા માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રક્ષા મંત્રી એ કે એન્ટોનીને પણ આમંત્રિત કર્યા હતા. જો કે તેમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. કેરળ પ્રદેશ ભાજપના અધ્યક્ષ વી મુરલીધરને એક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે માકપાની 'બેચેની'ની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે પ્રમોટ કરવાના ભાજપના પ્રયાસોમાં આ મહત્વની મુલાકાત બની રહેશે.












Click it and Unblock the Notifications
