For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મમતા પ્રત્યે મમતા' રાખવાનું મોદીનું શું છે રાજ?

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 6 ફેબ્રુઆરી: ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આમ તો બિનભાજપી રાજ્યોમાં પ્રદેશની સત્તારૂઢ સરકાર પર આક્રમક વલણ અપનાવે છે, પરંતુ કોલકાતાની રેલીમાં મોદીએ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની સરકાર પર કૂણું વલણ દાખવતા તેમણે મમતા બેનર્જી પર ચુપ્પી સાધી રાખી.

મોદીએ પશ્ચિમ બંગાળની સરકારની ટીકા કરી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી પર સીધો હુમલો કરવાથી બચ્યા. મમતાના ગઢમાં મોદી તેમની પર હુમલો કરવાથી બચતા રહ્યા.

એટલું જ નહીં નરેન્દ્ર મોદીએ એવું જણાવ્યું કે જનતા રાજ્યમાં મમતા સરકારના માધ્યમથી પરિવર્તન લાવે અને કેન્દ્રમાં ભાજપની સરકારના માધ્યમથી રાજ્યમાં અને દેશમાં પરિવર્તન લાવે. નરેન્દ્ર મોદીનું આવું વર્તન પહેલીવાર નથી જોવા મળ્યું પરંતુ તેમના આવા 'મમતા પ્રત્યે મમતા'વાળા વલણ પર ઘણા સવાલો પેદા થાય છે.

જાણો 'મમતા' પર શા માટે આવી મોદીને મમતા...

ગઠબંધનના મોકળા રહે માર્ગ

ગઠબંધનના મોકળા રહે માર્ગ

મોદીએ મમતા પર ચુપ્પી સાધીને લોકસભા ચૂંટણી માટે ગઠબંધન માટેના દ્વાર ખુલ્લા રાખ્યા છે. જોકે મમતા આની પહેલા યૂપીએની સહયોગી રહી છે, પરંતુ ઘણા મુદ્દાઓ પર મતભેદ બાદ તેમણે યૂપીએનો સાથ છોડી દીધો. એવામાં મોદી ટીએમસીની સાથે પોતાના ગઠબંધનના દ્વાર ખુલ્લા રાખવા માગે છે.

લેફ્ટ બાદ તૃણમૂલ સૌથી મોટી પાર્ટી

લેફ્ટ બાદ તૃણમૂલ સૌથી મોટી પાર્ટી

પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ લેફ્ટ બાદ સૌથી મોટી પાર્ટી છે. એવામાં લોકસભા ચૂંટણી પહેલા મોદી મમતાને નારાજ કરવા માંગતા નથી.

મમતાની વિરોધમાં બોલીને જીત મેળવવી મુશ્કેલ

મમતાની વિરોધમાં બોલીને જીત મેળવવી મુશ્કેલ

ભાજપની હાલત પશ્ચિમ બંગાળમાં ખૂબ જ નબળી છે. મોદી પોતાની પાર્ટીની સ્થિતિથી વાકેફ છે, આવામાં તેઓ જાણે છે કે મમતા બેનર્જીની વિરોધમાં બોલીને પોતે અત્રે પોતાનો સિક્કો ચલાવી શકશે નહીં.

પશ્ચિમ બંગાળ પાસે 42 બેઠકો

પશ્ચિમ બંગાળ પાસે 42 બેઠકો

પશ્ચિમ બંગાળની પાસે લોકસભાની 42 બેઠકો છે. જો બીજેપીને લોકસભા ચૂંટણીમાં બહુમતનો આંકડો પાર કરવો હોય તો તેમને પશ્ચિમ બંગાળમાં સફળતા હાસિલ કરવી પડશે. મોદીના આ સ્ટેન્ડથી ભવિષ્યમાં ગઠબંધનના વિકલ્પો ખુલ્લા રહેશે.

બંગાળને ટાળી શકાય નહીં

બંગાળને ટાળી શકાય નહીં

મોદીના મિશન 272 માટે બંગાળને ટાળવું ખતરારૂપ છે. રાજ્યની 42 લોકસભા બેઠક ભાજપ માટે મોટું અંતર સાબિત થઇ શકે છે.

રાજનાથે પણ દર્શાવ્યું કૂણું વલણ

રાજનાથે પણ દર્શાવ્યું કૂણું વલણ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને સમર્થન આપતા બંગાળની દેવાદારીને માફ કરવાની માગ કરી.

English summary
BJP Prime Ministerial candidate Narendra Modi was critical of the West Bengal government, but did not seek to cross swords with Trinamool Congress supremo Mamata Banerjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X