• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચૂંટણી સમયે જ કોંગ્રેસ યાદ કરે છે ગુજરાતના રમખાણોઃ મમતા બેનરજી

|

બહેરામપુર, 19 જુલાઇઃ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ‘ભાઇ-ભાઇ' છે અને એક સિક્કાની બે બાજુ છે, તેમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરુવારે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, જે વ્યક્તિને દેશના તમામ જાતિના નાગરીકો પસંદ કરે છે તે જ રાષ્ટ્રીય નેતા બની શકે છે. મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુરમાં પંચાયત ચૂંટણીની એક રેલીને સંબોધતી વખતે બેનરજીએ ઉક્ત વાત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ બંગાળના કોંગ્રેસ મંત્રી રસ્તા પર આવી જશે. કોંગ્રેસ પર નિશાનો સાધતા મમતાએ કહ્યું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે કોંગ્રેસ એમ કહેવાનું શરૂ કરી દે છે કે,મુસલમાનોએ એકજૂટ થઇ જવું જોઇએ કારણ કે નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે.

મમતાએ કહ્યું કે, પેટ્રોલ, ડીઝલ અને ખાદ્યની કિંમતો વારંવાર વધાર્યા પછી મત માંગવામાં કોંગ્રેસને શરમ આવી જોઇએ. અમે કોંગ્રેસ એટલા માટે છોડ્યુ કે તે માકપાના હાથે વેંચાઇ ચૂક્યું હતું.ચૂંટણીઓ દરમિયાન ભાજપ મત માટે હિન્દુઓ અને મુસલમાનોને સાંપ્રદાયિક લાઇન પર વેંચે છે. મમતાએ દાવો કર્યો છે કે તેમની સરકાર મુસલમાનોના પછાત વર્ગમાંથી બહાર લાવવાની દિશામાં કામ કરી રહી છે. આ રેલી દરમિયાન વધુંમાં શું કહ્યું મમતા બેનરજીએ તે વાંચવા માટે નીચેની સ્લાઇડ પર ક્લિક કરો.

 કોંગ્રેસ ચૂંટણી સમયે ગુજરાતના રમખાણોને યાદ કરે છે

કોંગ્રેસ ચૂંટણી સમયે ગુજરાતના રમખાણોને યાદ કરે છે

મમતાએ કહ્યું કે, ગુજરાતમાં થયેલા રમખાણોને 10 વર્ષ વિતી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ ચૂંટણી નજીક આવે ત્યારે જ રમખાણોનો મુદ્દો ઉઠાવે છે, જ્યારે ચૂંટણી નથી હોતી ત્યારે તે આ મુદ્દો ભૂલી જાય છે. આ પહેલા નદિયા જિલ્લામાં એક અન્ય રેલીને સંબોધિત કરી વખતે મમતાએ કહ્યું કે, અનેક રાષ્ટ્રીય નેતાઓ છે જે દરેક તબક્કે લોકોને પ્રેમ કરે છે ના કે કોઇ ખાસને. રામકૃષ્ણએ કહ્યું કે કે, કેટલાક લોકો માતાને મા કહે છે અને કેટલાક અમ્મા કહે છે.

કોંગ્રેસ ભિખારી બની જશે

કોંગ્રેસ ભિખારી બની જશે

મમતા બેનરજીએ ક્હ્યું કે, બંગાળના કોંગ્રેસના મંત્રી હમેશા અમને ખરાબ કહે છે, પરંતુ તેમણે ભુલવુ જોઇએ નહીં કે, આજે તેઓ જે મંત્રી છે, તે અમારા સહયોગથી જ છે. તેમણે દાવો કર્યો કે, બધા જાણે છે કે, કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી હારવા જઇ રહ્યું છે અને ત્યારબાદ તે ભિખારી બની જશે.

કોંગ્રેસ દેશને વેંચી રહી છે

કોંગ્રેસ દેશને વેંચી રહી છે

તેમણે કહ્યું કે, કોંગ્રેસ જન વિરોધી નીતિઓ અપનાવીને આખા દેશને વેંચવાનો પ્રયત્ન કરી રહી છે. રીટેલમાં એફડીઆઇ લાવી અને એલપીજી પરથી સબસિડી પાછી ખેંચી લીધી. જેનાથી આમ આદમી પ્રભાવિત થયો, તેથી અમે અમારું સમર્થન પરત ખેંચી લીધું હતું.

સ્વામી વિવેકાનંદ પરથી કેમ નથી કોઇ યોજના

સ્વામી વિવેકાનંદ પરથી કેમ નથી કોઇ યોજના

મમતાએ કહ્યું કે, વર્ષ 1905માં રવિન્દ્રનાથ ટાગોરે હિન્દુ-મુસ્લિમ એકતાનું આહવાન કર્યું હતું. આજે રવિન્દ્રનાથ અને કાજી નજરલ ઇસ્લામ રડી રહ્યાં છે. કોંગ્રેસ અંગે મમતાએ કહ્યું કે કેન્દ્ર એ રાજીવ અને ઇન્દિરા ગાંધીના નામ પર અનેક યોજનાના નામ રાખ્યા છે, પરંતુ તેમણે સ્વામી વિવેકાનંદ અને કાજી નજરલ ઇસ્લામ પર કેટલી યોજનાના નામ રાખ્યા છે?

English summary
Narendra Modi and Congress are 'brothers' and two sides of a same coin, West Bengal Chief Minister Mamata Banerjee on Thursday said while asserting that only a person who is loved by all sections of people could be a national leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more