For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું સાધ્વી નિરંજન જ્યોતિની ટિપ્પણીને નામંજુર કરું છું : લોકસભામાં pm નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ડિસેમ્બર : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિની ટિપ્પણી અંગે જણાવ્યું હતું કે સાધ્વીએ તેમની ટિપ્પણી માટે સભામાં માફી માંગી છે, ત્યારે સભાની કાર્યવાહી આગળ ચલાવવી જોઇએ.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 'પ્રધાને માપી માંગી છે, તેઓ નવા છે અને આપણે તેમની સામાજિક પૃષ્ઠભૂમિ અંગે જાણીએ છીએ, તેઓ ગામડાંમાંથી આવે છે. હું સાધ્વી નિરંજન જ્યોતિની ટિપ્પણીને નામંજુર કરું છું.'

modi-in-parliament-1

મોદીના આ નિવેદન છતાં વિરોધ પક્ષે હોબાળો ચાલુ રાખ્યો હતો અને તેઓ સંસદના ગૃહમાંથી વૉકઆઉટ કરીને બહાર નીકળી ગયા હતા અને મોઢા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સામે શાસક પક્ષે ગાંધીગિરિ દર્શાવી હતી.

આજે બીજેપીના નેતાઓએ પણ આ દેખાવાની નિંદા કરવા સંસદના પરિસરમાં રહેલી ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બીજેપીના પ્રદર્શનકારી નેતાઓમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, વિજય ગોયલ જેવા અનેક નેતા સામેલ હતા.

આ નેતાઓએ 'રઘુપતિ રાઘવ રાજા રામ' ભજન ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. નેતાઓએ ગાંધીજીનું આ પ્રિય ભજન ગાઈ વિપક્ષને સદબુદ્ધિ આપવા ઈશ્વરને પ્રાર્થના કરતાં હોવાનું જણાવ્યું હતું.

નકવીએ કહ્યું હતું કે વિપક્ષનું માનસિક સંતુલન બગડી ગયું છે. એમણે સમય પ્રમાણે બદલાતી રાજનીતિ સમજવી જોઈએ. હવે દેશમાં નકારાત્મક રાજનીતિની કોઈ જગ્યા નથી.

English summary
I disapprove Sadhvi Niranjan Jyoti's remark, says PM Narendra Modi in Lok Sabha, BJP shown Gandhigiri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X