For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગગડતા રૂપિયાને બચાવવા મોદી સરકાર આ મોટું પગલું ભરી શકે છે

કેન્દ્રની મોદી સરકાર અને કેન્દ્રીય રિઝર્વ બેંકે ડોલરને મુકાબલે ગગડતા રૂપિયાને અટકાવવા માટે વિદેશમાં રહી રહેતા ભારતીય નાગરિકોનો સહારો લેવાની તૈયારી કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકાર અને કેન્દ્રીય રિઝર્વ બેંકે ડોલરને મુકાબલે ગગડતા રૂપિયાને અટકાવવા માટે વિદેશમાં રહી રહેતા ભારતીય નાગરિકોનો સહારો લેવાની તૈયારી કરી રહ્યા છે. સરકારને આશા છે કે તેમના આ પગલાં પછી તેઓ ચાલુ ખાતાના ઘટાડાને ઓછો કરી શકે છે. આ સંબંધમાં મોદી સરકારના કેટલાક અધિકારીઓ નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્કના સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે કે આખરે રૂપિયાને કેવી રીતે મજબૂત કરવામાં આવે.

modi sarkar

આપને જણાવી દઈએ કે ડોલરને મુકાબલે રૂપિયાએ આ વર્ષે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. આ કારણે ભારતના વિદેશી ભંડારમાં ઉણપ આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એપ્રિલના મધ્યમાં ભારતનું વિદેશી ભંડોળ 426 બિલિયન ડોલર હતું, જે હાલમાં 400 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે કારણકે આરબીઆઇ ડોલર વેચીને સોનુ ખરીદી રહ્યું છે. પરંતુ હવે સરકાર એનઆરઆઈ માટે જમા યોજનાઓ સહીત બીજા ઉપાયો પર વિચાર કરી રહી છે. જેથી તેમની મદદ ઘ્વારા રૂપિયાને મજબૂત કરી શકાય.

આ પણ વાંચો: 2000 ની ફાટેલી નોટોનું શું થશે? RBI એ રિફંડ માટે જણાવ્યા આ નિયમો

વર્ષ 2013 દરમિયાન ભારતે એનઆરઆઈ મદદ લીધી હતી

આ કોઈ પહેલીવાર નથી કે રૂપિયાને મજબૂત કરવા માટે એનઆરઆઈ મદદ લેવામાં આવી રહી છે. આ પહેલા વર્ષ 2013 દરમિયાન મનમોહન સરકારે પણ એનઆરઆઈ પાસે મદદ લીધી હતી અને ડોલરને મુકાબલે રૂપિયો મજબૂત પણ થયો હતો. આરબીઆઇ આંકડા અનુસાર વર્ષ 2013 દરમિયાન કેન્દ્રીય બેંકો ઘ્વારા અપ્રવાસી ભારતીય થી લગભગ 34 બિલિયન ડોલર કરન્સી સ્વેપ કરી હતી ત્યારે રૂપિયાને મજબૂતી મળી હતી. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ ખુબ જ વધી છે.

English summary
Narendra modi govt wants RBI to step up efforts for falling rupee, considering tapping overseas indians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X