For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11th June: શરીફે પત્ર લખીને આખરે નરેન્દ્ર મોદીને શું કહ્યું વાંચો...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન: નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ કરવાના ઉપાયો અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(UIDAI) સહિત વિભિન્ન વિષયો પર યુપીએ સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી ચાર મંત્રીમંડળીય સમિતિઓને મંગળવારે સમાપ્ત કરી દીધી છે.

યૂપીએ સરકાર દ્વારા વિરાસતમાં મળેલી કેટલીક વ્યવસ્થાઓને ભંગ કરવાનો નવી સરકારનો આ બીજો મોટો નિર્ણય છે. એક અધિકારીક નિવેદન અનુસાર કિંમતો પર મંત્રીમંડળીય સમિતિ, પ્રાકૃતિક આપદાઓના પ્રબંધન માટે મંત્રીમંડળની સમિતિ તથા મંત્રીમંડળની વિશ્વ વ્યાપાર સંગઠન મામલાની સમિતિને પણ ભંગ કરી દીધી છે.

નિવેદનમાં યૂઆઇડીએઆઇ સંબંધિત મુદ્દાઓ પર મંત્રિમંડળીય સમિતિના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે મોટા નિર્ણય પહેલા જ કરવામાં આવી ચૂક્યો છે અને બાકીના મામલે આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિની સમક્ષ લાવવામાં આવશે. કિંમતો પર મંત્રીમંડળની સમિતિનું કામકાજ હવે મંત્રિમંડળની આર્થિક મામલાની સમિતિ જોશે.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

મોદીની સુપર ચાલ

મોદીની સુપર ચાલ

નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ કરવાના ઉપાયો અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(UIDAI) સહિત વિભિન્ન વિષયો પર યુપીએ સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી ચાર મંત્રીમંડળીય સમિતિઓને મંગળવારે સમાપ્ત કરી દીધી છે.

મોદીની સુપર ચાલ

મોદીની સુપર ચાલ

પ્રાકૃતિક વિપદાઓના પ્રબંધન પર મંત્રીમંડળની સમિતિ સાથે જોડાયેલ પ્રાકૃતિક વિપદાઓ આવવા પર હવે મંત્રિમંડળ સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. નિવેદન અનુસાર વિશ્વ વ્યાપાર સંગઠન મામલા પર મંત્રીમંડળની સમિતિનું કામ પણ મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ જોશે અને જ્યારે પણ જરૂરીયાત હશે ત્યારે મંત્રીમંડળની પૂર્ણ બેઠકમાં આની પર વિચાર કરવામાં આવશે.

મોદીની સુપર ચાલ

મોદીની સુપર ચાલ

મોદી સરકારનો આ બીજો મહત્વપૂર્ણ નિર્ણય છે, જ્યારે યૂપીએ સરકાર પાસેથી વિરાસતમાં મળેલી ચીજોને ખત્મ કરવામાં આવી. આ પહેલા સરકારે તમામ મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમૂહ (ઇજીઓએમ) તથા મંત્રીઓના સમૂહ (જીઓએમ)ને સમાપ્ત કરી દીધું હતું. નિર્ણય લેવાની પ્રક્રિયાને નાની કરવાના વડાપ્રધાનના પ્રયાસો અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદીની સુપર ચાલ

મોદીની સુપર ચાલ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળની નિમણૂંક સમિતિ, મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ, સંસદીય મામલાની મંત્રીમંડળીય સમિતિ તથા સુરક્ષા પર મંત્રીમંડળની સમિતિનું પુનર્ગઠન કરશે.

રૂપિયાવાળા હોય છે 11 જૂનના રોજ જન્મેલા લોકો...

રૂપિયાવાળા હોય છે 11 જૂનના રોજ જન્મેલા લોકો...

11 જૂન એટલે કે 1+1=2 એટલે કે મૂળાંક 2 વાળા લોકો ખૂબ જ રૂપિયાવાળા હોય છે. તેઓ ખૂબ જ મનમોજી હોય છે. માટે તેમની લોકો હંમેશા મજાક બનાવતા રહે છે. તેઓ તીવ્ર બુદ્ધીના હોય છે અને જીવનના લગભગ તમામ ક્ષેત્રમાં સફળ થાય છે. Read more...

શરીફે લખ્યો મોદીને પત્ર

શરીફે લખ્યો મોદીને પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની શપથવિધિમાં સાર્ક દેશોના પ્રમુખોને આમંત્રણ પાઠવ્યું હતું તે કેટલું કારગર સાબિત થયું તે પાકિસ્તાનના વડાપ્રધાને મોદીને લખેલા પત્રથી માલૂમ પડે છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ''ભારતના વડાપ્રધાન સાથે થયેલી મુલાકાતથી તેઓ ખૂબ જ સંતૂષ્ટ છે. હું કહેવા માંગીશ કે ક્ષેત્રીય અને બંને પક્ષોના આંતરીક મુદ્દાઓ પર થયેલા અમારા વિચારોના સાર્થક આદાન-પ્રદાનથી હું ખૂબ જ સંતુષ્ટ છું.''

સૂરતમાં બ્રિઝ તૂટ્યો

સૂરતમાં બ્રિઝ તૂટ્યો

સુરતમાં ગઇકાલે નિર્માણાધિન તૂટી ગયેલા પૂલનો કાટમાળ આજે ક્રેન દ્વાાર ખસેડવામાં આવી રહ્યો છે.

ડો. હર્ષવર્ધન દર્દીઓની મુલાકાતે

ડો. હર્ષવર્ધન દર્દીઓની મુલાકાતે

સ્વાસ્થ્ય કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન રામમનોહર લોહીયા હોસ્પિટલ નવી દિલ્હીમાં દર્દીઓની મુલાકાત લીધી હતી.

મુંબઇમાં અકસ્માત

મુંબઇમાં અકસ્માત

થાણેમાં એક માલવાહક ટ્રક રોડ પરથી ખસીને સ્લમ એરિયામાં ઘુસી ગઇ હતી.

બદાયૂ ગેંગરેપનો આરોપી

બદાયૂ ગેંગરેપનો આરોપી

પપ્પુ યાદવ બદાયૂં ગેંગરેપનો એક આરોપી છે. જેનો બુધવારે મેડિકલ ટેસ્ટ કરાયો હતો.

નરેન્દ્ર મોદીએ પહેલી લોકસભામાં અભિવાદન કર્યું

નરેન્દ્ર મોદીએ પહેલી લોકસભામાં અભિવાદન કર્યું

આજે વડાપ્રડાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર લોકસભામાં રાષ્ટ્રપતિએ આપેલા એજન્ડાનું અભિવાદન કર્યું હતું અને જણાવ્યું હતું કે સરકાર ગરીબોની હોવી જોઇએ. વિશ્વમાં ભારત એક મિસાલ બને. દુનિયાને ભારતની શક્તિ બતાવવાની છે. છેલ્લા વ્યક્તિનો વિકાસ આપણી પ્રતિબદ્ધતા છે.

કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ આપવાના મૂળમાં નથી કેન્દ્ર સરકાર

કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ આપવાના મૂળમાં નથી કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર કોંગ્રેસને નેતા પ્રતિપક્ષનું પદ આપવાના મૂડમાં નથી. જોકે સરકારનું કહેવું છે કે ગૃહની લોકલેખા સમિતિ એટલે પીએસી અધ્યક્ષનું પદ કોંગ્રેસને આપી શકાય છે. જોકે આ લોકસભા ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને નેતા પ્રતિપક્ષ પદ પર પોતાની દાવેદારી માટે નિર્ધારિત 54 બેઠકો નથી મળી.

દલબીર સુહાગ જ હશે નવા લશ્કરી વડા : અરૂણ જેટલી

દલબીર સુહાગ જ હશે નવા લશ્કરી વડા : અરૂણ જેટલી

સરકારે આજે જણાવ્યું છે કે દેશના આગામી સેના પ્રમુખ પદ પર લેપ્ટનન્ટ જનરલ દલબીર સિંહ સુહાગની નિયુક્તિનો નિર્ણય અંતિમ છે. સૈન્ય દળો સાથે જોડાયેલા મુદ્દાઓને રાજકારણથી અલગ રાખવા જોઇએ. Read more:

English summary
News of 11th June: Narendra Modi has dissolved four committees formed by UPA and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X