નરેન્દ્ર મોદીને આ મહિલાઓથી છે ખતરો!
જયપુર, 8 એપ્રિલ : ભાજપના વડાપ્રદાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સિમિની મહિલા પાંખ 'શાહિન' તરફથી ખતરો છે. શાહિન ફોર્સને આત્મઘાતી હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનું ષડયંત્ર પાકિસ્તાન અને સાઉદી અરબમાં બેઠેલા આતંકવાદીઓ પણ કરી રહ્યા છે. આ અંગેની માહિતી મધ્યપ્રદેશમાં ધરપકડ કરવામાં આવેલા સિમિના આતંકવાદીઓ પાસેથી મળી છે. મધ્યપ્રદેશમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાઓને જોતા એડીજી ઇન્ટેલિજન્સ યુ આર સાહૂએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા શાહિદ ઇલિયાસ બિલાલ નામની વ્યક્તિની સાઉદી અરબમાં બેઠેલી એક વ્યક્તિ સાથે થયેલી વાતચીતમાં આ પ્રકારનો હુમલો કરવા અંગેની માહિતી મળી છે.
આશંકા છે કે બંનેના સંબંધો આતંકવાદીઓ સાથે જોડાયેલા છે. પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની તાજેતરમાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇ સાથે યોજાયેલી બેઠકને પણ આ બાબતના સંદર્ભમાં સાંકળીને જોવામાં આવી રહી છે. આથી એલર્ટની સાથે નિર્દેશ આપવામાં આવ્યા છે કે રાજ્યમાં મોદીની સુરક્ષાની જવાબદારી જિલ્લા એસપીની હશે.
આ રીતે કરી શકે છે હુમલો
આત્મઘાતી જુથથી, રોકેટ લોન્ચર અથવા વિસ્ફોટકો ભરેલા વાહનથી, આઇઇઇડી, પોલીસના વેશમાં આતંકી હુમલો, રિમોટ સંચાલિત એર મોડ્યુલ્ડથી, એન્ટી ટેંક મિસાઇલથી વગેરે રીતે હુમલો કરી શકાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
