• search

કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, મને ફક્ત 60 મહિના આપો: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગાંધીનગર, 8 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર તથા ગુજરાતન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના ઇમ્ફાલ ખાતે આજે સવારે નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના આગમન પર નરેન્દ્ર મોદી જીંદાબાદના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન જીંદાબાદના નારા સાથે સ્થાનિક નેતા સ્વાગત કર્યું હતું.

  નરેન્દ્ર મોદીએ પોતાની ભાષણની શરૂઆતમાં મણિપુરની સંસ્કૃતિના વખાણ કરતાં જણાવ્યું હતું કે મણિપુરના નૃત્ય વિના ભારતીય સંસ્કૃતિ અધુરી છે. વાસ્ત્ર શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘરના નોર્થ અને ઇસ્ટ ભાગને સંભાળ રાખવી જોઇએ. ભારત જેવા દેશમાં પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નોર્થ ઇસ્ટનું ભલું થશે તો જ દેશનું ભલું થશે.
  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મણિપુરની સંસ્કૃતિને સલામ કરું છું તથા અહીની માટી, રીત રિવાજો અને લોકોને સલામ કરું છું.

  તેમને કહ્યું હતું કે ઉત્તર-પૂર્વના આઠ રાજ્ય અષ્ટલક્ષ્મી છે અને અષ્ટલક્ષ્મી દેશનું ભાગ્ય બદલશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અટલજીએ ઉત્તર-પૂર્વ માટે કામ કર્યું છે. ઉત્તર-પૂર્વ માટે અલગ મંત્રાલય બનાવ્યું છે, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર પાસે આ વિસ્તાર માટે યોગ્ય નિતી નથી.

  અરૂણાચલ પ્રદેશના વિદ્યાર્થીનું મોત શરમજનક ઘટના

  અરૂણાચલ પ્રદેશના વિદ્યાર્થીનું મોત શરમજનક ઘટના

  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં પર્યટનની મોટી સંભાવનાઓ છે. તેમણે કહ્યું હતું કે હું ઉત્તર-પૂર્વ માટે કામ કરવા માંગું છું. દિલ્હીમાં અરૂણાચલના વિદ્યાર્થીની મોત વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું આ એકદમ શરમજનક છે અને હું નીડોના પરિવાર માટે પ્રાર્થના કરું છું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ઉત્તર-પૂર્વના વિકાસનો વાયદો કરું છું.

  પ્રાકૃતિક સંપદા હોવાછતાં પૂર્વોત્તર રાજ્યો પછાત

  પ્રાકૃતિક સંપદા હોવાછતાં પૂર્વોત્તર રાજ્યો પછાત

  અહીં પ્રાકૃતિક સંપદા હોવા છતાં પૂર્વોત્તર રાજ્યો પછાત છે. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ડ્રગ્સના વેપારને રોકવામાં નિષ્ફળ રહી છે. નરેન્દ્ર મોદી કહ્યું હતું કે બધાને ખબર છે કે વિદેશોમાં કાળું નાણું કોનું છે. તેમને કહ્યું હતું કે ભારતની એક-એક પાઇ પરત લાવીશું. 'પંજો' તક મળતાં જ સફાઇ કરી દે છે. ઉત્તર-પૂર્વ માટે હાલ કેન્દ્ર સરકાર પાસે નીતિ નથી.

  ગુજરાતના તળાવના વિકાસની વાત

  ગુજરાતના તળાવના વિકાસની વાત

  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અષ્ટલક્ષ્મી કમળ પર બિરાજે છે અને ભાજપના ચૂંટણી ચિહ્નની પ્રશંસા કરતાં કહ્યું હતું કે અષ્ટલક્ષ્મી પણ કમળ પર બિરાજે છે એક કહ્યું હતું. તેમણે કહ્યું હતું કેગુજરાતના અમદાવાદ શહેરમાં કાંકરિયા તળાવ આવેલું છે જે એકદમ ગંદુ હતું, અને તેને સ્વચ્છ કર્યું આજે લાખો લોકો ફરવા માટે કાંકરિયાના કિનારે આવે છે.

  100 દિવસ સહન કરી લો

  100 દિવસ સહન કરી લો

  2014ની ચૂંટણીમાં ભાજપની જીત તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું હતું કે હવે તે દિવસો નથી. હવે સમસ્યાઓ વધુમાં વધુ 100 દિવસ સહન કરવી પડશે. દેશ માટે સારા દિવસો આવવાના છે.

  સેવન સિસ્ટર્સ

  સેવન સિસ્ટર્સ

  આ વિસ્તારના રાજ્યોની પ્રશંસા કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલાં ઉત્તર-પૂર્વના રાજ્યોને 'સેવન સિસ્ટર્સ' કહેવામાં આવતા હતા, પરંતુ સિક્કિમ સાથે આ 8 રાજ્યો છે અને તેમાં ભારતને બદલવાનું સામર્થ્ય છે. એટલા માટે તેને 'અષ્ટલક્ષ્મી' કહેવું જોઇએ.

  ગુજરાતના વિકાસની પ્રશંસા

  ગુજરાતના વિકાસની પ્રશંસા

  નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસની પ્રશંસા કરવાનું ચૂક્યાં ન હતા. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કોલસાના ભંડાર છે, પરંતુ ગુજરાતની માફક તેનો વિકાસ માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમને ગુજરાત અને આ વિસ્તાર વચ્ચે સંબંધ હોવાની પણ વાત કહી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'ભગવાન કૃષ્ણના લગ્ન ઉત્તર-પૂર્વમાં થયા હતા અને તે ગુજરાતમાં રહેતા હતા. આ મુજબ અમારો ઉત્તર-પૂર્વ સાથે ખાસ સંબંધ છે.'

  મણિપુર દેશનું પાવર હાઉસ બની શકે

  મણિપુર દેશનું પાવર હાઉસ બની શકે

  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મણિપુર દેશનું પાવર હાઉસ બની શકે છે અને પ્રાકૃતિક રીતે આ તેના માટે યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ભાજપ જો સત્તામાં આવશે તો સિલ્ચર-ઇમ્ફાલ રોડ અને દીમાપુર-ઇમ્ફાલ રોડ બનાવશે. આ ઉપરાંત ગુજરાતને મણિપુર હાઇવે સાથે જોડવામાં આવશે.

  નીડોના મોત માટે દિલ્હી સરકાર જવાબદાર

  નીડોના મોત માટે દિલ્હી સરકાર જવાબદાર

  દિલ્હીમાં અરૂણાચલના વિદ્યાર્થી નીડો તાનિયામની હત્યાના મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે દિલ્હીમાં સરકારની બેરદરકારીના લીધે નીડોનું મોત નિપજ્યું છે. તેમણે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી હતી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે દિલ્હીમાં ઉત્તર-પૂર્વના નવજવાનો મળ્યા અને તેમનું દુખ સાંભળ્યું. તેમણે કહ્યું હતું કે 'મેં તેમને આશ્વાસન આપ્યું કે આખો દેશ તેમની સાથે છે.'

  English summary
  BJP's prime ministerial candidate Narendra Modi is set to address the BJP New Hope Rally here on Saturday. This will be Modi's first rally in the northeast after his anointment as the PM candidate in September last year. Security has been beefed up for the rally.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more