• search

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી: ઇન્ટરવ્યુંના ખાસ અંશ અને વીડિયો

By Kumar Dushyant

નવી દિલ્હી: દેશના સૌથી લોકપ્રિય નેતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટીવીને ઇન્ટરવ્યું આપ્યો. નરેન્દ્ર મોદીનું કોઇપણ ભારતીય મીડિયાને આપેલો પ્રથમ ઇન્ટરવ્યું હતો. જી હાં ઇન્ડિયા ટીવીના લોકપ્રિય શો 'આપ કી અદાલત'માં નરેન્દ્ર મોદીએ રજત શર્માના પ્રશ્નો જવાબ આપ્યા.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો ભાજપની સરકાર બને છે તો દેશનો દરેક લાલ દરેક તે વસ્તુનો હકદાર બંશે જે વસ્તુના હકદાર નરેન્દ્ર મોદી છે. રજત શર્માના પ્રશ્નોના જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ઇચ્છું છું કે મુસ્લિમ બાળકોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્યુટર હોય. તો ચાલો તમને નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુંના ખાસ અંશ એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુંના કેટલાક અંશ બતાવીએ. ઇન્ડિયા ટીવીની વેબસાઇટ પરથે લેવામાં આવેલા કેટલાક ખાસ અંશ-

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: અખિલેશ યાદવ આપકી અદાલતમાં આવ્યા હતા, તેમણે મને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ આ પ્રચાર, આ અબકી સરકાર, આ બધા નારા બનાવવા માટે અમેરિકન એજન્સીને હાયર કરી છે. તેને એક હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: એક તો એવું કંઇ કર્યું નથી, ના તો કોઇ કંપની રાખી છે અને ના તો હું કોઇ કંપનીને મળ્યો છું. હવે જુઠ્ઠાણું ઘણા દિવસોથી ચાલી રહ્યું છે, સારું થયું તમે મને પ્રશ્ન પૂછી લીધો, જેથી મને સાચું કહેવાની તક મળી ગઇ. જો ખરેખરમાં એક હજાર કરોડની કંપની રાખી હોય તો કદાચ આ કંપનીવાળી વાત સમાચારપત્રોમાં ના છપાતી. તેની એટલી તાકાત ન હોત કે શું છપાવવું છે કે શું નથી છપાવવું, તેનો મતલબ...

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: હું તમને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા આનંદ શર્મા કોમર્સ મિનિસ્ટર છે. તેમણે પ્રેસ કોન્ફ્રેંસ કરી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની પલ્બિસિટી પર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે...

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: હું તમને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા આનંદ શર્મા કોમર્સ મિનિસ્ટર છે. તેમણે પ્રેસ કોન્ફ્રેંસ કરી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની પલ્બિસિટી પર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે...

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: પહેલું કામ આનંદ શર્માને ઇલેકશન કમિશનને પત્ર લખવો જોઇએ. બીજું, ઇંફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે ભારત સરકરમાં તેને લખવું જોઇએ કે આ 10 હજાર કરોડ ક્યાં આવ્યા, કોની પસે આવ્યા, તેની તપાસ કરો. બાકીના કામોમાં તેમની સરકાર નિષ્ફળ રહી છે, તેમને કંઇ કરવાનું સુઝતું નથી. હું તેમને આઇડીયા આપું છું. ઓછામાં ઓછું આટલું કામ કરો, હજુ 30-40 દિવસો બાકી છે. આખી સરકારી મશીનરી લગાવી દોઅન અને દેશના સામે પર્દાફાશ કરી દો. હું આનંદ શર્માને આમંત્રણ આપું છું કે જેટલું બને એટલું જલદી કરે. સારું, ચૂંટણી પંચને...આચાર સંહિતાના લીધે કોઇ અડચણ આવતી હોય, તો તે આમ કરી શકે છે. હું ચૂંટણી પંચને લખીને આપવા માટે તૈયાર છું કે આનંદ શર્મા અને સોનિયાની સરકાર, જેટલી પણ મોદીની તપાસ કરવી હોય, તે તાત્કાલિક કરી લે મને સારું લાગશે.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: પરંતુ, રાહુલ ગાંધીજી કહે છે, મોદીજી એવા આદમી છે કે આ ટાલિયાઓને કાંસકો વેચી શકે છે....

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: હું ચા વેચતો હતો. કાંસકા તો મેં વેચ્યા નથી. પરંતુ હું આ કરી શકું છું. આ તેમના સુધી પહોંચી ગયું, આ મારી સફળતા છે. આ મારી સફળતા છે.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ ગંભીર આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી પંજાબ ગયા તો સરદારોની દસ્તાર કબૂલ કરી. અરૂણાચલ પ્રદેશ ગયા તો તેમની ટોપી કબૂલ કરી. અસમ ગયા તો તેમની વેશ-ભૂષા કબૂલ કરી, પરંતુ જ્યારે ઇમામ સાહેબે ટોપી પહેરાવવાનો પ્રયત્ન કર્યો તો પરત કરી દિધી, મનાઇ કરી દિધી...

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: મેં અત્યાર સુધી ગાંધીજીને આ પ્રકારની ટોપી પહેરેલા જોયા નથી. મેં સરદાર વલ્લભ ભાઇ પટેલને આ પ્રકારની ટોપી પહેરીને ફોટા પડાવતા જોયા નથી. મેં પંડિત જવાહરલાલ નહેરૂને પણ આ પ્રકારની ટોપી પહેરેલા જોયા નથી, તો આ એક ભારતની રાજકારણમાં વિકૃતિ આવી છે અને વિકૃતિ એ આવી છે કે અપીજમેંટ માટે કંઇ પણ કરો. હું માનું છું કે મારું કામ છે બધ સંપ્રદાયોનું સન્માન કરવાનું, બધી પરંપરાઓનું સન્માન કરવાનું, પરંતુ મારી તો પરંપરા છે તેને મારે સ્વિકાર કરવાની છે. હું મારી પરંપરાઓને લઇને જીવું છું, દરેકની પરંપરાનું સન્માન કરું છું અને એટલા માટે આ ટોપી પહેરીને ફોટો પડાવીને લોકોની આંખોમાં ધૂળ નાખવાનું પાપ હું ના કરી શકું, પરંતુ જો કોઇ કોઇની ટોપી ઉછાળે છે તો તેને આકરામાં આકરી સજા કરવાનું મન ધરાવું છું. તે ટોપી કોઇપણ સંપ્રદાયની કેમ ન હોય, તે પગડી કોઇ પરંપરાની કેમ ન હોય, તેને જો કોઇ ઉછાળે છે તો ઉછાળનારને આકરામાં આકરી સજા થાય, તે જવાબદારી વહિવટીતંત્રમાં બેઠેલા લોકોની હોય છે અને તેમાં હું પ્રતિબદ્ધ છું.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: પરંતુ, નીતિશજીએ એકવાર કહ્યું હતું કે તમે જ્યારે સાર્વજનિક જીવનમાં હોવ છો, પબ્લિક લાઇફમાં હોવ છો તો ક્યારેય પણ તિલક લગાવવું પડે છે, ક્યારેક ટોપી પહેરવી પડે છે, બીજાઓની ભાવનાઓનું ધ્યાન રાખવું પડે છે...

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: તેમને લાગે છે કે આમ કરવાથી ભાવનાઓ સંભાળી શકાય છે, તો તે કરે, મને લાગે છે કે તેમના બાળકોને શિક્ષણ મળવું જોઇએ, તેમના હાથમાં ભલે કુરાન હોય, તેમના હાથમાં કોમ્પ્યુટર પણ હોવું જોઇએ. આ મારી વિચારસણી છે...તો તેમની વિચારસણી તેમને મુબારક, મારી વિચારસણી મને મુબારક.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: જુઓ, તમારી વિચારસણી અને તમારા શબ્દોની પસંદગીની શું હાલત થાય છે તેનું ઉદારહણ આપું છું. આઝમ ખાં સાહેબ ઉત્તર પ્રદેશની સરકારમાં મંત્રી છે, તેમણે કહ્યું આઝાદીના 60 વર્ષ બાદ કહેવામાં આવ્યું કે આપણે આદમી નથી, કુતરાના બચ્ચાં છીએ...

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: જેમણે કહ્યું હોય, તેને ખોટું કર્યું છે. કોણ છે આવું કહેનાર

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: આ તમે જ કહ્યું હતું...

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: હું આવી ના તો વિચારી શકું ના તો બોલી શકું.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: ના પુરી વાત સાંભળો. હું તમને આખી વાત કહું. તમને પૂછવામાં આવેલો પ્રશ્ન 2002માં જે થયું, તેનો તમને અફસોસ છે. તમે કહ્યું સુપ્રીમ કોર્ટ દુનિયામાં સૌથી સારી કોર્ટ તરીકે ઓળખાય છે, તેના રિપોર્ટમાં મને ક્લિન ચિટ આપવામાં આવી. આનાથી એક અલગ વાત છે, કોઇપણ વ્યક્તિ જે કાર ડ્રાઇવર કરી રહ્યો હોય અને આપણે પાછળ બેઠ્યા હોઇએ, કુતરાનું નાનું બચ્ચું ટાયર નીચે આવી જાય તો દુખ થશે કે નહી, જરૂર દુખ થશે. હું મુખ્યમંત્રી છું કે નહી પરંતુ એક માણસ છું.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: આપણા દેશમાં એવું કહેવામાં આવે છે કે કોઇપણ...અરે કીડી મર જાય તો પણ પીડા થાય છે. આ તમારી સંવેદનાની તીવ્રતાને વ્યક્ત કરવા માટે કહેવત હોય છે. આને જો કોઇ એમ કહે છે કે તમે માણસને કીડી કહી દિધું, તો હું સમજું છું કે આ પ્રકારનું ઇન્ટરપ્રટેશન કરનારાઓનો પ્રોબ્લમ છે. બીજું, જેણે મારું ઇન્ટરવ્યું લીધું હતું જ્યારે હિન્દુસ્તાનના મીડિયાના લોકોએ જ્યારે તેનો ઉછાળી દિધો, જેણે મારું ઇન્ટરવ્યું લીધું હતું તે વિદેશી હોવાછતાં તેણે ટ્વિટ કર્યું કે મોદી ના આવું કહ્યું છે, ના અમે એવું સમજ્યા છે, આ ખોટું ઇન્ટરપ્રટેશન થઇ રહ્યું છે. એટલે કે ઇન્ટરવ્યું લીધું હતું એક વિદેશી હોવાછતાં પણ મારી સંવેદનાને સમજી શક્યો, પરંતુ જે ન્યુઝ ટ્રેડર્સ છે, આ ન્યુઝ ટ્રેડર્સ માટે માલ વેચવા માટે કામ આવે છે.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

પ્રશ્ન: પરંતુ, આજમ ખાનનું આજનું જે નિવેદન છે તમને જણાવું છું... તેમણે કહ્યું કે એક કુતરાનું બચ્ચુ કારના પૈડા નીચે આવી જાય છે તો ગમ જરૂર થાય છે અમારે તમારો ગમ જોઇતો નથી...મોટા ભાઇ, કુતરાના બચ્ચાના મોટાભાઇ નરેન્દ્ર મોદીજી, અમારે તમારો ગમ જોઇતો નથી....

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જવાબ: થેંક્યૂ વેરી મચ...કારણ કે વફાદારીમાં કુતરાથી વધીને કોઇ હોતું નથી અને મને ગર્વ છે, મને આ વાતનો ગર્વ છે કે મારામાં આ વફાદારીના ગુણ કોઇનામાં જોયા છે જે મારા દેશના કામ આવશે.

આપ કી અદાલતમાં નરેન્દ્ર મોદી

જુઓ વિડીયો

English summary
Narendra Modi in Rajat Sharma's Aap Ki Adalat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more