
જે ભાજપ કાર્યકર્તાઓની થઈ હત્યા, તેમના પરિજનોને પીએમ મોદીએ શપથગ્રહણમાં બોલાવ્યા
નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. શપથગ્રહણ કાર્યક્રમ માટે લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી છે. ગુરુવારે (30 મે) સાંજે 7 વાગે નરેન્દ્ર મોદી શપથ લેશે. મહેમાનોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે અને આમંત્રણ પણ મોકલી દેવામાં આવ્યા છે. શપથગ્રહણ સમારંભ માટે બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. 16 જૂન 2013 બાદ માર્યા ગયેલા 54 લોકોના પરિજનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. ભાજપના આ પગલાને રાજ્યમાં બે વર્ષ પછી યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી કેડર માટે મહત્વના સંદેશ રૂપે જોવામાં આવી રહ્યુ છે.
અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ બધાને ટ્રેનથી દિલ્લી લાવવામાં આવશે. પ્રવાસ અને દિલ્લી પ્રવાસ દરમિયાન તેમનુ ધ્યાન રાખવાની જવાબદારી વરિષ્ઠ પાર્ટી નેતાઓને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પોતે ભાજપ કાર્યકર્તાઓની હત્યાનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કરતા રહ્યા છે. ચૂંટણીમાં જીત બાદ સોમવારે જ્યારે મોદી પહેલી વાર વારાણસી પહોંચ્યા તો તેમણે હિંસાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ, 'દેશમાં રાજકીય અછૂતપણુ વધ્યુ છે. અમારા સેંકડો કાર્યકર્તાઓની હત્યા થઈ છે. પશ્ચિમ બંગાળમાં હત્યાઓનો દોર હજુ પણ ચાલુ છે.'
Midnapore: Kin of BJP workers (who were killed in West Bengal in political violence) invited to the swearing-in ceremony of PM Narendra Modi. Son of Late Manu Hansda says,"My father was killed by TMC goons. We are happy that we are going to Delhi. There's peace in our area now." pic.twitter.com/P0uR6bBLXp
— ANI (@ANI) 29 May 2019
ઉલ્લેખનીય છે કે મોદીના બીજા કાર્યકાળ માટે યોજાનાર શપથગ્રહણ સમારંભમાં બધા રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને મુખ્ય વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જદ (એસ) નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી અને આપ પ્રમુખ તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ શામેલ છે.
આ પણ વાંચોઃ પાયલ તડવી આત્મહત્યા મામલે 3 ડૉક્ટરની ધરપકડ, કરતા હતા જાતિસૂચક ટિપ્પણી