For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણે એરપોર્ટે જ કોંગ્રેસ પર વરસી પડ્યા મોદી

|
Google Oneindia Gujarati News

પુણે, 1 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યારે પુણે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સમર્થકો તેમને ઘેરી વળ્યા હતા, જેના કારણે મોદીએ એરપોર્ટ પર જ મેદનીને સંબોધવી પડી હતી. આ તકે મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ તકે મોદીએ કહ્યું કે, રાષ્ટ્રએ વિવિધ પાર્ટીઓની સરકારોને જોઇ છે. કોમ્યુનિસ્ટ, કોંગ્રેસ, રિજનલ પાર્ટી અને ભાજપની સરકાર. રાષ્ટ્રે દરેક પાર્ટીઓના વિકાસ મોડલને પણ જોયું છે અને તેઓ જાણે છે કઇ પાર્ટી આવશે તો શું થશે. હું રાજકિય પંડિતોને કહેવા માગુ છું કે તેઓ એક પેરામિટર તૈયાર કરે અને પછી જુએ કે કઇ પાર્ટીના નેતૃત્વ હેઠળ કયા રાજ્યમાં કેવા કામો થયા છે. અને આ ચકાસવામાં આવ્યા બાદ એ પ્રશ્ન ક્યારેય સામે નહીં આવે કે તેઓ ભાજપને વિજેતા બનાવવા માગે છે કે નહીં. ભાજપે વિકાસ કર્યો છે. ભાજપને જ્યારે પણ લોકોની સેવા કરવાની તક મળી છે, ભાજપે લોકોના આશા આંકાક્ષાને પરિપૂર્ણ કરવાના યથાયોગ્ય પ્રયાસો કર્યા છે.

narendra-modi-rally
તેમણે મોંઘવારી અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે મોરારજી દેસાઇ અને અટલ બિહારી વાજયાપીજીની સરકાર હતી ત્યારે દેશમાં આવી મોંઘવારી નહોતી. જ્યારે કોંગ્રેસ અને તેના સાથી દળોની સરકાર રચાઇ રાષ્ટ્રને મોંઘવારી સામે લડવું પડ્યું, ગરીબોની સ્થિતિ મોંઘવારીના કારણે કફોળી બનવા લાગી.

આજ કાલ કોંગ્રેસને શું થયું છે કે તેઓ એક જ વાત કરે છે કે મોદીએ શું કર્યું. પીએમ તેમના છે, સરકાર તેમની છે, છતાં તેઓ કહે છે કે મોદી જવાબ આપે. આ ચૂંટણી સંસદની છે, લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે, આ તકે તમારે તમારા દ્વારા કરવામાં આવેલા કામોનો હિસાબ આપવો જોઇએ. જનતા માટે કરાયેલા કામો અંગે જણાવવું જોઇએ. પરંતુ તેઓ સતત મોદીને પ્રશ્નો પૂછે છે. મોદીને પ્રશ્નો પૂછવામાં આવે છે, હું દેશની જનતાને વચન આપું છું. 2014માં જ્યારે દેશની જનતા ભાજપને આશિર્વાદ આપશે, દિલ્હીમાં ભાજપની સરકાર બનશે અને ભાજપ પાંચ વર્ષ પછી દરેક વર્ષે પોતાનો હિસાબ જનતા સામે રજુ કરશે.

આ લોકતંત્ર છે, લોકતંત્રમાં દિલ્હીમાં શાસક નહીં સેવક બેસવો જોઇએ. આ લોકતંત્ર છે, કોઇ નાથ નહીં પણ બધા જ જનતા જનાર્દનના દાસ હોવા જોઇએ. કોંગ્રેસના મિત્રો ગુબ્બારાઓ છોડતા રહે છે, ગુજરાત જવાબ આપે. 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઇ, કોંગ્રેસના મિત્રો આજે જે ગંધ ફેલાવી રહ્યાં છે તે પાંચ વર્ષ સુધી ફેલાવતા રહ્યાં, એકથી એક ચઢિયાતા નેતાઓ આવતા એક પાંચ ગાળો આપતા તો બીજો 12 ગાળો આપતા ગાળીઓ આપતા, એક નેતા 4 વાર ખોટું બોલતા તો બીજા નેતા છ વાર ખોટું બોલતા, પરંતુ ગજરાતની જનતા ભાજપ સરકારના કામો જોતી અને જાણતી અને સમજતી હતી અને તેથી કોંગ્રેસના મિત્રોનું એક પણ જૂઠ તેમને પ્રભાવી કરી શક્યુ નહીં.

અમે જનતાના દરેક પ્રશ્નોના જવાબ આપ્યા અને તેનું પરિણાણ એ આવ્યું કે ત્રીજીવાર 2/3 બહુમત સાથે ભાજપને વિજયી બનાવ્યું અને ગુજરાતની સત્તા આપી. કોંગ્રેસના મિત્રો અમે આ પરિક્ષા 10 મહિના પહેલા પરિક્ષા આપી ચૂક્યા છે, જનતા જ પરિક્ષક હોય છે અમે અમારા કામની પરિક્ષા આપીને આવ્યા છીએ તેથી તમે ગુજરાતના નામ પર ખોટુ નહીં ચલાવી શકો.

હું યુપીએ સરકારને પ્રશ્ન પૂછવા માગુ છું કે યુપીએ સરકાર બન્યા બાદ તમે 100 દિવસમાં શું કામ કરશો તે જણાવો. દેશની જનતાને હિસાબ આપો તમે જે 100 દિવસમાં કરવા કહ્યું હતું તે 100 દિવસમાં પણ નથી કરી શક્યા, તેથી ખોટા વાયદા કરનારાઓને એક પળ પણ દિલ્હીમાં રહેવાનો અધિકાર નથી. તેમના ખોટા વચનો પર આપણે ભરોસો કરી ના શકીએ.

તેમણે મોંઘવારી ઓછી કરવાનું કહ્યું હતું. જેમણે વચનો આપ્યા હતા તેમને સબક શીખવવો પડશે. હું હિન્દુસ્તાનના દરેક ભાગમાં જાઉ છું, હવાનો રૂખ બદલાયો છે એવી આંધી આવી છે કે કોંગ્રેસનું બચવું મુશ્કેલ છે. કોંગ્રેસના લોકો કિંચડ ઉછાળી રહ્યા છે, મારા પર તો છેલ્લા બાર વર્ષમાં વન પોઇન્ટ પ્રોગ્રામ ચલાવે છે. ઇશ્વરે મને નેક રસ્તા પર ચાલવાની શક્તિ ના આપી હોત, આ લોકો એટલી ગંધ ફેલાવતા કે મારું જીવવાનું મુશ્કેલ કરી નાખત. હું આજે જીવીત છું તે ઇશ્વરની કૃપા અને જનતાનો આશિર્વાદ છે. કોંગ્રેસે કોર્ટ કચેરીમાં ફસાવવાના પ્રયત્નો કર્યા, સીબીઆઇ લગાવી દીધી. મોદીએ કહ્યું કે અમે જીવીશુ તો પણ તમારા માટે અને જરૂર પડી તો આ જીવન પણ તમારા માટે.

હિન્દુસ્તાનમાં ઘણું સામર્થ્ય છે, આ દેશ યુવાન છે. આ વિશ્વનો સૌથી યુવાન દેશ છે. આ યુવાનો સાથે આગળ વધવાની યોજના બનાવીએ તો ઘણું બધુ કરી શકીએ છીએ, પરંતુ આ દિલ્હીની સરકારે આ યુવાનોને હુનર અને રોજગારી આપી નથી, તેથી તેઓ બેરોજગાર બન્યા છે. ખેડૂતોને આત્મહત્યા કરવાની જરૂર પડી છે, માતા-બહેનો અસુરક્ષિત છે.

દિલ્હીમાં સશક્ત મહિલાઓ છે, કોંગ્રેસ અધ્યક્ષા મહિલા, ત્યાના મુખ્યમંત્રી મહિલાં છતાં પણ ત્યાં મહિલા સુરક્ષિત ના હોય ત્યારે આ દેશ કોના ભરોશે ચાલશે, તમામ વિશ્વાસ તૂટી ગયા છે, તેથી હું તમને વિશ્વાસ અપાવું છું કે, આ દેશમાં ઘણું સામર્થ્ય છે, આ દેશના વિશ્વાસથી આપણે ભારતને એક નવી શક્તિ અને ઉંચાઇ પર લઇ જઇશું તેથી આપણે દેશને વિશ્વમાં લઇ જઇશું.

English summary
Narendra Modi is address workers in Pune Airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X