મોદીનો વ્યવહાર હિટલર જેવો - રામગોપાલ યાદવ

ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ પ્રો. રામગોપાલ યાદવે શનિવારે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક ચોંકાવનારું નિવેદન આપી રાજકીય પારો ચડાવી દીધો છે.
રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે તેઓ ગુજરાત યાત્રાએ જવા માંગતા હતાં, પણ મોદી સરકારે તેમને સલામતી આપવાનો ઇનકાર કર્યો.
ઇટાવા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એસપી સાંસદે જણાવ્યું હતું કે મેં ગુજરાતના તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવા માટે મોદી સાથે વાતચીત કરી હતી, પણ તેમણે કોઈ પણ પ્રકારની સલામતી વ્યવસ્થા પૂરી પાડવાનો ઇનકાર કર્યો.
તેમણે જણાવ્યુ હતું કે આટલા મોટાપાયે તોફાનો કરાવનાર મોદીનો વ્યવહાર હિટલર જેવો છે. યાદવે એવો ભય જાહેર કર્યો કે ગુજરાત જતાં તેમની હત્યા કરવામાં આવી શકે છે.
તેમણે જણાવ્યુ હતું કે મોદી જેવા સામ્પ્રદાયિક લોકોથી દેશને બચાવવા એસપી યુપીએને ટેકો આપી રહ્યો છે, કારણ કે એસપી દેશનો મોટો ગણે છે.
નોંધનીય છે કે સપાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉતારશે.












Click it and Unblock the Notifications
