For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15મી ઓગષ્ટે નરેન્દ્ર મોદી આપશે આ અદભૂત ભાષણ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: નસીબ સાથે મુલાકાત. જો કે પંડિત જવાહરલાલ નહેરૂએ 14-15 ઓગષ્ટ 1947ની મધ્યરાત્રીએ પોતાના ભાષણ ટ્રૉયસ્ટ વિધ ડેસ્ટિનીમાં આઝાદ ભારતની નસીબ સાથે મુલાકાતની વાત કરી તેને ઐતિહાસિક બનાવી દિધું હતું. પરંતુ નરેન્દ્ર મોદીનું આ વખતનું ભાષણ પણ ઇતિહાસમાં નોંધાશે. સૌથી મોટું કારણ તો એ છે કે નરેન્દ્ર મોદી ટ્રૉયસ્ટ વિધ ડેસ્ટિની છે. તેમનું લાલ કિલ્લા સુધી પહોંચવું જ ઐતિહાસિક ઘટના બની ચૂક્યું છે.

ગત વર્ષે ભૂજની લાલન કોલેજમાંથી જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનના મુકાબલે ભાષણ આપ્યું હતું તો ઘણા બધા એવા લોકો હતા જેમને વિશ્વાસ ન હતો કે 15 ઓગષ્ટ 2014ના રોજ તે થવાનું છે જેનો દાવો તે સમયે ફક્ત અને ફક્ત નરેન્દ્ર મોદી કરી રહ્યાં હતા. નરેન્દ્ર મોદી આ ભાષણને ઇતિહાસના પાનામાં નોંધાવા માટે કોઇ કસર નહી છોડે.

તેનો સૌથી મોટો સંકેત એ વાત દ્વારા મળી રહ્યો છે કે દરેક વખતની માફક આ વખતે પીએમના ભાષણની કોપીઓ નહી વહેંચાય. તે એટલા માટે કારણ કે નરેન્દ્ર મોદી લખેલું ભાષણ નહી વાંચે. જવાહર લાલ નહેરૂથી માંડીને મનમોહન સિંહે જે ન કર્યું તે નરેન્દ્ર મોદી કરવા જઇ રહ્યાં છે. નરેન્દ્ર મોદી પોતાની આગવી શૈલીમાં ભાષણ આપશે. કોઇ કાગળમાં લખેલું ભાષણ નહી વાંચે. તે વડાપ્રધાન તરીકે પોતાનું પ્રથમ ભાષણ આપશે.

લોકો બજેટમાં સારા દિવસોની જાહેરાતની અપેક્ષાઓ રાખીને બેઠા હતા. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી તે દરજ્જો 15 ઓગષ્ટના ભાષણને આપવા માંગે છે. પોતાના પ્રથમ ભાષણથી તે તેની શરૂઆત કરવા માટે જઇ રહ્યાં છે.

મોટી-મોટી સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની જાહેરાત હવે બજેટમાં જ નહી પરંતુ લાલ કિલ્લાથી થશે. નરેન્દ્ર મોદીનો પ્રયત્ન રહેશે કે 15મી ઓગષ્ટના ભાષણની દેશ એવી રીતે રાહ બજેટની માફક જોવે. અને નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું હતું કે તે દેશ માટે શું કરવાના છે, લોકોને શું આપવાના છે, અને કેવી રીતે સારા દિવસો લાવવાના છે.

બેંક એકાઉન્ટ ખોલવાની જાહેરાત

બેંક એકાઉન્ટ ખોલવાની જાહેરાત

તેની શરૂઆત પોતાના પ્રથમ ભાષણમાં દરેક પરિવારમાં બેંક એંકાઉન્ટ ખોલવાની મોટી યોજનાની જાહેરાત કરવાના છે. તેના હેઠળ આગામી ચાર વર્ષમાં એટલે કે ઓગષ્ટ 2018 સુધી 15 કરોડ એવા લોકોના એવા ખાતા ખોલવામાં આવશે જેમનું અત્યાર સુધી બેંક એકાઉન્ટ નથી. આની પાછળ હેતું એ છે કે બેંકો સુધી દરેક ભારતીયની પહોંચ હોય જેથી બેંકોના માધ્યમથી સરકારની યોજનાઓની પહોંચ સીધી સામાન્ય માણસ સુધી હોય. જો કોઇ સબસિડી પહોંચાડવી છે. કોઇ સ્કોલરશિપ આપવી છે, કોઇપણ સરકાર મદદ કોઇપણ વ્યક્તિ સુધી પહોંચાડવી છે તો સીધું તેના બેંકા એકાઉન્ટ સુધી પહોંચી શકાય. આ મોટી જાહેરાત લાલ કિલ્લા પરથી પોતાના પ્રથમ ભાષણમાં ખુદ નરેન્દ્ર મોદી કરશે.

ભાષણમાં સાવરકરનો ઉલ્લેખ

ભાષણમાં સાવરકરનો ઉલ્લેખ

પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂનું 125મું જયંતિ વર્ષ ભલે ચાલી રહ્યું હોય પરંતુ નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ કરવાના નથી. હાં 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર સ્વચ્છ ભારત બનાવવાની વાત જરૂર કરશે અને યોજના પર રજૂ કરશે.

સાવરકરને સન્માન

સાવરકરને સન્માન

પરંતુ મહાત્મા ગાંધી સિવાય આ ભાષણમાં નરેન્દ્ર મોદીનો પ્રયત્ન રહેશે કે વિનાયક દામોદર સાવરકર જેમને વીર સાવરકરના નામથી પણ યાદ કરવામાં આવે છે, તેમને સન્માન આપવાની જે ભાજપ માને છે અત્યાર સુધી આપવામાં આવ્યું નથી.

ગાંધી, સરકારની શ્રેણીમાં મુકશે સાવરકરને

ગાંધી, સરકારની શ્રેણીમાં મુકશે સાવરકરને

માનવામાં આવી રહ્યું છે કે વીર સાવરકરને લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં યાદ કરી નરેન્દ્ર મોદી તેમને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને તિલકની શ્રેણીમાં સ્થાપિત કરશે.

વીર સાવરકરનું ચિત્ર સંસદ ભવનમાં

વીર સાવરકરનું ચિત્ર સંસદ ભવનમાં

આરએસએસનું માનવું છે કે મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં દોષી ગણવામાં ન આવ્યા છતાં વીર સાવરકર સાથે અન્યાય થયો છે. ગત એનડીએ સરકારે વીર સાવરકરનું ચિત્ર સંસદ ભવનમાં લગાવ્યું હતું. અને હવે નરેન્દ્ર મોદી વીર સાવરકરને લાલક કિલ્લા પરથી યાદ કરશે.

યાદ કરશે આઝાદીના આંદોલનના યોદ્ધાઓને

યાદ કરશે આઝાદીના આંદોલનના યોદ્ધાઓને

મહાત્મા ગાંધી અને વીર સાવરકર ઉપરાંત નેતાજી બોસ, ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહને પણ વડાપ્રધાન આ અવસર શ્રદ્ધાંજલિ આપશે. ભલે તે શબ્દોના માધ્યમથી એમ ન કહે, પરંતુ નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ ઇશારો તે તરફ હશે કે આઝાદીના આંદોલનમાં આ યોદ્ધાઓને કોંગ્રેસની સરકારોએ યાદ સુદ્ધાં કર્યા નથી.

ગ્રામીણ આવાસ મિશનની જાહેરાત

ગ્રામીણ આવાસ મિશનની જાહેરાત

નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરૂની 125મી જયંતિનો કોઇ ઉલ્લેખ કરશે નહી તો ઇન્દિરા ગાંધીના નામ પર ચાલી રહેલી ગ્રામીણ આવાસ યોજના પર પણ પડદો પાડશે. સ્પષ્ટ છે કે આવું તો કહેશે નહી, પરંતુ નરેન્દ્ર મોદી એક નવી ગ્રામીણ આવાસ મિશનની જાહેરાત કરશે ત્યારબાદ ઇન્દિરા આવાસ યોજના આપમેળે બંધ થઇ જશે.

ગામડાઓમાં મળશે વિજળી, પાણી અને સંડાસ

ગામડાઓમાં મળશે વિજળી, પાણી અને સંડાસ

નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ મિશનમાં ગામડાંમાં લોકો ના ફક્ત મકાન મળશે પરંતુ તેમાં વિજળી, પાણી અને સંડાસ પણ હશે. ગામડાંમાં વિજળી-પાણી અને સંડાસવાળા મકાનોનું રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ મિશન જો સફળ થઇ જાય તો મોદી સરકાર માટે તે કરી શકી છે જે મનરેગાએ યૂપીએ સરકાર માટે કર્યું હતું. એટલા માટે વડાપ્રધાન પોતે તેની જાહેરાત લાલ કિલ્લા પરથી કરશે.

પૂર્ણ રાજ્યના દરજ્જાની જાહેરાત

પૂર્ણ રાજ્યના દરજ્જાની જાહેરાત

એવા સમાચાર છે કે લાલ કિલ્લા પરથી પોતાના પ્રથમ ભાષણમાં દિલ્હીને લઇને જે સૌથી મોટી જાહેરાત નરેન્દ્ર મોદી કરવાના છે તે છે પૂર્ણ રાજ્યના દરજ્જાની. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાનો ભાજપનું ચૂંટણી વચન હતું. હવે જ્યારે દિલ્હીમાં ફરીથી ચૂંટણીની નોબત આપી ગઇ છે તો નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી કરવામાં આવેલી પૂર્ણ રાજ્યના દરજ્જાની જાહેરાત ભાજપને ખૂબ મદદ કરી શકે છે.

વીઆઇપી વિસ્તારોની વ્યવસ્થા માટે શું?

વીઆઇપી વિસ્તારોની વ્યવસ્થા માટે શું?

પૂર્ણ રાજ્યનો અર્થ દિલ્હી પોલીસ જે અત્યારે કેંદ્ર સરકારની પાસે છે, તે દિલ્હી સરકારની હેઠળ આવી જશે. જો કે સંસદ, મંત્રાલયો અને રાષ્ટ્રપતિ-વડાપ્રધાનથી માંડીને બાકીના મંત્રીઓ અને સાંસદોના નિવાસ માટે નવી દિલ્હીના વીઆઇપી વિસ્તારો માટે શું કોઇ બીજી વ્યવસ્થા હશે, તેના પર અલગ-અલગ વિચારો છે, પરંતુ દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાની જાહેરાત નરેન્દ્ર મોદી પોતાના 15મી ઓગષ્ટના ભાષણમાં કરી શકે છે.

અનેક દાખલા રજૂ કરશે

અનેક દાખલા રજૂ કરશે

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું પ્રથમ ભાષણ આપતાં ઘણા દાખલા રજૂ કરવાના છે. તેમાંથી એક હશે કે લાલ કિલ્લાના સામેવાળા મેદાનમાં સામાન્ય વ્યક્તિની હાજરી. આ ભાગમાંથી વડાપ્રધાન લાલ કિલ્લામાં પોતાનું ભાષણ અપે છે ગત કેટલાક વર્ષોથી લાલ કિલ્લાના સામેવાળા મેદાન પર સુરક્ષાના લીધે ફક્ત વીઆઇપી. ડિપ્લોમેટ અને સ્કૂલના બાળકોને જ બેસવાની પરવાનગી હતી, પરંતુ આ વર્ષે અહીં સામાન્ય લોકો મોદીનું ભાષણ સાંભળતાં જોવા મળશે.

ફ્રી બસ સેવા

ફ્રી બસ સેવા

કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ભાજપ એકમ વડાપ્રધાનનું પ્રથમ ભાષણ સાંભળવા માટે દસ હજાર લોકોની ભીડ એકઠી કરી રહી છે અને 15 ઓગષ્ટના દિવસે ડીટીસી બસોને સવારે 6 વાગ્યાથે 10 વચ્ચે લોકોને ફ્રી સેવા આપવા માટે કહેવામાં આવ્યું છે.

સ્કીલ ડેવલોપમેંટ અંગે જાહેરાત

સ્કીલ ડેવલોપમેંટ અંગે જાહેરાત

એક મોટી જાહેરાત જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કરવાના છે તે હશે તેમના પ્રિય વિષય સ્કીલ ડેવલોપમેંટને લઇને. ચૂંટણી પ્રચારથી માંડીને વડાપ્રધાન બન્યા પછી સુધી, નરેન્દ્ર મોદી સ્કીલ ડેવલોપમેંટ એટલે કે કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મુકતા રહ્યાં છે. નરેન્દ્ર મોદીનું માનવું છે કે અલગ-અલગ સ્કીલ શીખીને યુવાનો રોજગારની સારી તકોનો ફાયદો ઉઠાવી શકે છે. સરકાર બન્યા પછી લોકોને આશા હતી કે તેના પર મોટા કર્યક્રમની જાહેરાત થશે.

સ્કીલ ડેવલોપમેંટ મિશનની જાહેરાત

સ્કીલ ડેવલોપમેંટ મિશનની જાહેરાત

સમાચાર છે કે આ બધા માટે માળખુ તૈયાર છે અને આ મોટી જાહેરાત નરેન્દ્ર મોદી ખુદ લાલ કિલ્લા પરથી કરશે. અત્યાર સુધી સ્કીલ ડેવલોપમેંટની યોજનાઓ 21 અલગ-અલગ મંત્રાલયોના આધીન છે. આ બધા મળીને એક સ્કીલ ડેવલોપમેંટ મિશનની જાહેરાત નરેન્દ્ર મોદી કરશે. અને આ મિશન માનવ સંશાધન મંત્રાલયનું હશે. એટલે સ્મૃતિ ઇરાનીના આધીન.

ગંગાની સફાઇ માટે પ્રોજેક્ટની જાહેરાત

ગંગાની સફાઇ માટે પ્રોજેક્ટની જાહેરાત

સ્મૃતિ ઇરાનીને જો માનવ સંસાધન મંત્રી હોવાના નાતે સ્કિલ ડેવલોપમેંટ મિશનની મોટી જવાબદારી મળવાની છે, તો ઉમા ભારતી સાથે જોડાયેલી એક મોટી જાહેરાત કરવાના છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી ગંગાની સફાઇ માટે એક નવા અને વ્યાપક પ્રોજેક્ટની જાહેરાત લાલ કિલ્લા પરથી કરશે. અને તેની જવાબદારી ઉમા ભારતીની હશે.

100 સ્માર્ટ સિટીની યોજના

100 સ્માર્ટ સિટીની યોજના

ક્લીન ગંગા પ્રોજેક્ટની સાથે-સાથે બે મોટા કાર્યક્રમોની રૂપરેખાની પણ નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં રજૂ કરશે. એક તો સ્માર્ટ સિટી યોજના જેનો ઉલ્લેખ બજેટમાં કર્યો હતો. મહાનગરો સિવાય દેશભરમાં દરેક સુવિધાવાળી 100 સ્માર્ટ સિટી બનાવવામાં આવશે જે રોજગાર વધારવા અને વિકાસના એંજીનનું કામ કરશે.

ડિજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટની જાહેરાત

ડિજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટની જાહેરાત

સ્માર્ટ સિટી ઉપરાંત વડાપ્રધાન ડિજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટની જાહેરાત કરશે. આ નરેન્દ્ર મોદીના પ્રિય સપનાઓમાંનું એક છે. બધા કાગળો ડિજીટલ હોય. એટલે કે સરકારી દસ્તાવેજ સડતી વિખરાયેલી કાગળની ફાયદોના બદલે કોમ્યુટર પર હોય. અને સરકારી ઓફિસ પેપરલેસ હોય એટલે કે કાગળ મુક્ત.

ચાર લોકોની ટીમ તૈયાર કરી છે ભાષણ

ચાર લોકોની ટીમ તૈયાર કરી છે ભાષણ

આખો દેશ નજર માંડીને 15મી ઓગષ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની રાહ જોઇ રહ્યો છે. સ્પષ્ટ છે કે ભાષણ દરેક ભાષણથી કંઇક અલગ હશે. ભલે નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ વાંચ્યા વિના બોલે પરંતુ ભાષણ તૈયાર કરવા માટે આખી ટીમ જોડાઇ ગઇ છે. સ્વતંત્રતા દિવસના અવસર પર નરેન્દ્ર મોદીનું ભાષણ ચાર લોકોની ટીમ તૈયાર કરી રહી છે.

કોણ છે મોદીની ટીમમાં

કોણ છે મોદીની ટીમમાં

ટીમના મુખિયા કાનૂન અને ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદ છે. આ ઉપરાંત તેમની ટીમમાં વિજમંત્રી પીયૂષ ગોયલ, માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની અને રસાયણ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી અનંત કુમાર છે. આ ટીમે પાર્ટી અને દરેક મંત્રાલયની સલાહ લઇને ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સમાચાર છે કે ડ્રાફ્ટ તો તૈયાર થઇ ગયો છે પરંતુ નરેન્દ્ર મોદીની આ ટીક અંત સુધી ભાષણમાં થનારી જાહેરાતોને ફાઇનલ રૂપ આપવા માટે તમામ મંત્રાલયો સાથે સંપર્ક બનાવી રહી છે.

મોદી આર્થિક, સામાજિક અને રાજકીય ત્રણેય સંદેશ આપશે

મોદી આર્થિક, સામાજિક અને રાજકીય ત્રણેય સંદેશ આપશે

હાઇવે, વિજળી પ્લાંટ માટે કોલસો, સ્વાસ્થ્ય, આ બધા પર પણ નરેન્દ્ર મોદી જાહેરાત કરશે. પરંતુ ભાષણનો મોટો ભાગ ખેડૂતો માટે હશે. કૃષિ કેવી રીતે ફાયદાનું કામ કરે, ઉત્પાદકતા કેવી રીતે વધે તેના માટે સરકારની શું યોજના છે તે વડાપ્રધાન જણાવશે. તેમાં પણ ખાસકરીને ખાસ ભાર નાના ખેડૂતો પર મુકવામાં આવશે. જેમની પાસે 5 એકરથી ઓછી જમીન છે. ગાંધી, લોહિયા અને દિનદયાળ ઉપાધ્યાયના નાના ખેડૂતો પર આધારિત જે કૃષિ નીતિનું સપનું જોયું હતું તેને લાલ કિલ્લા પરથી રજૂ કરી નરેન્દ્ર મોદી આર્થિક, સામાજિક અને રાજકીય ત્રણેય સંદેશ આપશે અને સાથે સમજાવશે કે ડબ્લૂટીઓમાં તેમની સરકારે કોંગ્રેસ સરકારથી અલગ વલણ કેમ અપનાવ્યું.

ઐતિહાસિક બનવાનો પ્રયત્ન કરશે

ઐતિહાસિક બનવાનો પ્રયત્ન કરશે

એટલે કે ભાષણના દરેક દ્રષ્ટિકોણથી ઇતિહાસ લખવાનો પ્રયત્ન કરશે. લખ્યા વિનાના ભાષણથી માંડીને વીર સાવરકરના સન્માન અને નાના ખેડૂતોની વાત કરી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી પોતાના ભાષણને અત્યાર સુધીના વડાપ્રધાનોથી અલગ બનીને ઐતિહાસિક બનવાનો પ્રયત્ન કરશે. 15મી ઓગષ્ટનું ભાષણ હવે પછીની સરકારનું સૌથી મહત્વપૂર્ણ અને દિશા આપનાર દસ્તાવેજ ગણવામાં આવશે.

English summary
Prime Minister Narendra Modi’s first Independence Day speech from Red Fort on Friday may be unscripted and if this happens then he will be the first PM to do so in the history of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X