• search

પીએમ મોદીએ રેલીમાં ગણાવી પોતાના 4 વર્ષની ઉપલપબ્ધિઓ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કટક પહોંચ્યા. કટક બાલીયાત્રા મેદાનની જનસભામાં તેમણે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે આ ચાર વર્ષોમાં દેશના 125 કરોડ લોકોમાં એ ભરોસો પેદા કર્યો છે કે હાલત કે સ્થિતિ બદલી શકાય છે. આપણુ હિંદુસ્તાન બદલાઈ શકે છે. તેમના ભાષણની મહત્વની વાતો-

  દેશ નિરાશાથી આશા તરફ

  દેશ નિરાશાથી આશા તરફ

  આજે દેશ નિરાશાથી આશા તરફ, કાળા નાણાથી જન ધન તરફ, કુશાસનથી સુશાસન તરફ આગળ વધી રહ્યો છે. આજે દેશભરમાં ભાજપના 1500 થી વધુ ચૂંટાયેલા ધારાસભ્યો છે. છેલ્લા 4 વર્ષોમાં ભાજપ ખરા અર્થમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની વિશાળ પક્ષ બની ચૂક્યો છે. પીએમએ કહ્યુ કે પૂર્ણ બહુમતવાળી સરકાર પોતાના સહયોગી દળો સાથે મળીને જે રીતે કામ કરી રહી છે, જે રીતે નિર્ણયો લઈ રહી છે, સાફ નિયત સાથે સાચો વિકાસ કરી રહી છે, તેણે દુનિયામાં દેશની પ્રતિષ્ઠા વધારી છે. અમે ના તો આકરા નિર્ણયો લેતા ડરીએ છીએ ના તો મોટા નિર્ણયો લેતા.

  કન્ફ્યુઝન નહિ, કમિટમેન્ટવાળી સરકાર

  કન્ફ્યુઝન નહિ, કમિટમેન્ટવાળી સરકાર

  જ્યારે દેશમાં કન્ફ્યુઝન નહિ, કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે ત્યારે જ સર્જીકલ સ્ટ્રાઈક જેવા નિર્ણયો લેવાની તાકાત રાખીએ છીએ. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે વ્યવસ્થામાં કન્ફ્યુઝન નહિ કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે ત્યારે પારદર્શિતા પર જોર દેવામાં આવે છે, ત્યારે જનધન બેંક ખાતા, આધાર અને મોબાઈલ ફોનની ત્રિશક્તિથી 80 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખોટા હાથોમાં જવાથી બચાવે છે. જ્યારે દેશમાં કન્ફ્યુઝન નહિ, કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે ત્યારે જ દાયકાઓથી અટકેલો બેનામી સંપત્તિ કાયદો લાગૂ થાય છે. દુશ્મની સંપત્તિ જપ્ત કરો શત્રુ સંપત્તિ કાયદો લાગૂ થાય છે.

  કમિટમેન્ટ લઈને ચાલી રહી છે અમારી સરકાર

  કમિટમેન્ટ લઈને ચાલી રહી છે અમારી સરકાર

  પીએમ મોદીએ કહ્યુ કે સત્તા માટે દેશને ભ્રમિત કરનારા, દેશ સાથે જૂઠ્ઠુ બોલનારા, કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી નથી કરી શકતા કે દેશને ટેક્સની જાળમાંથી મુક્તિ અપાવવાનું કામ પણ નથી કરી શકતા. કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામે જે લડાઈનું કમિટમેન્ટ લઈને અમારી સરકાર ચાલી રહી છે તેણે કેવી રીતે કટ્ટર દુશ્મનોને પણ દોસ્ત બનાવી દીધા છે તે પણ દેશના સવા સો કરોડ લોકો જોઈ રહ્યા છે.

  18 હજારથી વધુ ગામોમાં પણ વિજળી પહોંચી

  18 હજારથી વધુ ગામોમાં પણ વિજળી પહોંચી

  પીએમ મોદીએ કહ્યુ કે પાંચ હજાર કરોડના ઘોટાળાના આરોપમાં જામીન પર રહેલા લોકો હોય કે અલગ અલગ આરોપો કે ઘોટાળામાં ઘેરાયેલા લોકો હોય બધા આજે એક થઈ રહ્યા છે. તે દેશને બચાવવા નહિ પોત પોતાના પરિવારોને બચાવવા માટે એક થઈ રહ્યા છે. આ લોકો પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે એક થઈ રહ્યા છે. એ યાદ રાખવુ જરૂરી છે કે જે પરિવારે 48 વર્ષ દેશ પર રાજ કર્યુ તેણે દેશની કેટલી ચિંતા કરી તે ખબર પડી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશના બધા ગામો સુધી વિજળી પહોંચી ચૂકી છે. આ દેશના લાખો શ્રમિકોના 4 વર્ષોના અથાગ પરિશ્રમનું પરિણામ છે કે આજે દેશના તે 18 હજારથી વધુ ગામોમાં પણ વિજળી પહોંચી ચૂકી છે જે અત્યાર સુધી 18 મી સદીના અંધકારમાં જીવી રહ્યા હતા. 2014 સુધી દેશની 39 ટકા જનસંખ્યા સ્વચ્છતાની સીમામાં હતી આજે તે 80 ટકાથી વધુ થઈ ચૂકી છે. આઝાદીથી લઈને 2014 સુધી દેશમાં લગભગ 6 કરોડ શૌચાલય હતા પરંતુ છેલ્લા ચાર વર્ષમાં સાડા સાત કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે.

  20 કરોડથી વધુ બલ્બ વિતરણ કરાયુ

  20 કરોડથી વધુ બલ્બ વિતરણ કરાયુ

  પીએમ મોદીએ કહ્યુ કે પાયાગત જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ હતી, ગરીબને કામ લાગે તેવી જેટલી પણ વસ્તુઓ હતી, તેમના જીવન સાથે જોડાયેલી જેટલી પણ વસ્તુઓ હતી, તે 70 વર્ષમાં માત્ર 50 ટકાના આંકડા પર અટકીને રહી ગઈ હતી. બધી ભોતિક વસ્તુઓ સમાજના ઉચ્ચ વર્ગને જ પ્રાપ્ત થઈ રહી હતી. આજે જ્યારે ચાર વર્ષ બાદ હું તમારી અને આખા દેશ સાથે વાત કરી રહ્યો છુ ત્યારે હું કહી શકુ છુ કે અમારી સરકાર જનપથથી નહિ જનમતથી ચાલી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે ગેસ કનેક્શનની સીમા 2014 પહેલા માત્ર 55 ટકા હતી, હવે વધીને 80 ટકાથી પણ વધુ થઈ ગઈ છે. 1 મે 2016 ના રોજ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ 4 કરોડથી વધુ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવી ચૂક્યા છે. કેમ કોંગ્રેસને ક્યારેય એ ના દેખાયુ કે ગરીબને બેંકના દરવાજાથી ધુત્કારીને ભગાડવામાં આવી રહ્યા છે? કેમ કોંગ્રેસને ક્યારેય ના દેખાયુ કે ગરીબનું પણ જીવન છે, તેને પણ જીવન વીમા, દુર્ઘટના વીમાની જરૂરિયાત છે. પીએમ મોદીએ કહ્યુ કે પ્રક્રિયાઓને જટિલ કરતા 1400 થી વધુ જૂના કાયદા ખતમ કરવામાં આવી છે. ગ્રુપ સી અને ડી ની નોકરીમાં ઈન્ટરવ્યૂ લેવાની બાધ્યતા ખતમ કરવામાં આવી છે. ખેડૂતોની વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે પહેલા ખેડૂતો પર યુરિયા માટે સપ્તાહો સુધી રાહ જોવાનો અને લાઠીચાર્જનો દોર ખતમ થઈ ચૂક્યો છે. હવે દેશમાં નક્સલ પ્રભાવી જિલ્લાની સંખ્યા 126 થી ઘટીને 90 થઈ ગઈ છે. 2015 માં કેન્દ્ર સરકાર દ્વારા રણનીતિ બનાવ્યા બાદ વધુને વધુ નક્સલી સરેન્ડર કરીને મુખ્યધારામાં આવી રહ્યા છે. ઉજાલા યોજના હેઠળ 20 કરોડથી વધુ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યુ છે, આનાથી 16 હજાર કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે અમારા માટે Development અને Good Governance જ Good Politics છે. અમે લોકો સાથે જોડાઈને તેમને વ્યવસ્થા સાથે જોડીને આગળ વધી રહ્યા છે. લોક લુભાવન નહિ અમે લોકહિત રાજનીતિ કરી છે.

  English summary
  narendra modi rally in cuttack 4 years of modi govt 10 big points

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more