મોદીએ કર્યું બિહારીઓનું અપમાન, બિહારી નેતા મૌન કેમ?

અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણી અભિયાન દરમિયાન મોદીએ કહ્યું હતું કે અમે ચૂંટણી પ્રચારમાં કોઇપણ બિહારી નેતાને નહી બોલાવીયે. તેમનું સીધુ નિશાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફ હતું, જેમણે બિહારની વિધાનસભા ચૂંટણી દરમિયાન કાનૂની વ્યવસ્થાનું કારણ આપીને નરેન્દ્ર મોદીને બિહાર આવતા અટકાવી દીધા હતા.
બાળ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં પોતાના સંપાદકિય લેખમાં લખ્યું હતું કે 'નીતિશ કુમાર કાનૂન વ્યવસ્થાની સમસ્યા કરતા વધારે મોદીના પ્રચારના કારણે તેમના જનતાદળના મુસ્લિમ વોટ બેંક પર પડનાર અસરને લઇને ચિંતિત હતા, કારણ કે તેમની પાર્ટીનું ભાજપા સાથે રાજ્યમાં ગઠબંધન છે.'
ઠાકરેએ કહ્યું કે ' મોદીએ આ વખતે બદલાની ભાવનાથી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો હતો. પરંતુ મોદીએ સાથે સાથે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, રાજીવ પ્રતાપ રુડી, રવિશંકર પ્રસાદ, શહનવાઝ હુસૈન, જેવા મોટા બીજેપી બિહારી નેતાઓ પર પણ રોક લગાવી દીધી. બધા જ બિહારી નેતાઓ પર રોક લગાવીને મોદીએ ન માત્ર નીતિશ કુમારને ચિડવ્યા છે, પરંતુ આખા બિહારના લોકોને ચિડવ્યા છે.'
ઠાકરેએ જણાવ્યું કે મોદીની આ નિવેદનથી બધા જ નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. જ્યારે ગુજરાતમાં બધા જ લોકોએ આને રાજ્યનું ગર્વ ઘણીને સ્વીકારી લીધું છે. મોદીના આ નિવેદનથી પટણા કે દિલ્હીમાં કોઇ વિરોધ નથી થઇ રહ્યો. પરંતુ જો આ જ બાબત મહારાષ્ટ્રમાં બની હોત તો બિહારી નેતાઓ તેના વિરોધમા ઉતરી આવતા.
જોકે ગુજરાતમાં આ બન્યું છે તો બધા જ બિહારી નેતા ચૂપ છે, જાણે કે ગુજરાતમાં માત્ર મોદી જ રહે છે, બિહારીયોએ આનો જવાબ આપવા આ વખતની છઠ પૂજા નર્મદા નદીના કાંઠે જ કરવી જોઇએ.












Click it and Unblock the Notifications
