મોદીયુગનો આરંભ, પરંતુ અડવાણી યુગનો અંત નહી: ઉદ્ધવ ઠાકરે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 માર્ચ: થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટી અને તેના સૌથી જુના સહયોગી દળ શિવસેના વચ્ચે તણાવ વધતો જાય છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પાર્ટીના મુખપત્ર સામનાના એડિટોરિયલમાં લખ્યું છે કે ભાજપ પોતાના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીની સાથે સારું વર્તન કરી હી નથી.

સંપાદકીયમાં તેમણે લખ્યું, નરેન્દ્ર મોદી યુગનો આરંભ થઇ ચૂક્યો છે. તેનો અર્થ એ નથી કે લાલકૃષ્ણ અડવાણીના યુગનો અંત થઇ ગયો છે. ભાજપના આ નેતાનો જયજયકાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી આજેપણ ભાજપની ચાવી છે, લાલકૃષ્ણ અડવાણી રાજકીય ચરિત્ર બેદાગ છે.

shiv-sena

લાલકૃષ્ણ અડવાણી માટે લોકસભાની સીટ નક્કી કરવાને લઇને ભાજપમાં ચાલી રહેલા વિવાદ પર શિવસેના ચીફે કહ્યું હતું કે ભાજપના સૌથી વરિષ્ઠ નેતાને પોતાની પસંદગીની સીટ જાતે નક્કી કરવા કેમ ન દિધી? ઉદ્ધવ ઠાકરેનું માનવું છે કે ભાજપે લાલકૃષ્ણ અડવાણીને ટિકીટ આપવામાં મોડું કર્યું છે. ઉંમરલાયક નેતાઓનું આ રીતે અપમાન કરવું યોગ્ય નથી.

લાલકૃષ્ણ અડવાણી પિતા તુલ્ય છે અને રહેશે. ટીવી પર ભલે નરેન્દ્ર મોદીની બોલબાલા છે, પરંતુ લાલકૃષ્ણ અડવાણી જનતા વચ્ચે લોકપ્રિય છે. કોંગ્રેસ જેવી અપમાનિત બીજી પાર્ટી હોઇ ન શકે. કોંગ્રેસનો પ્રશ્ન અડવાણી વિશે હાસ્યાસ્પદ છે. સામનામાં દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસે સીતારામ કેસરી, નરસિમ્હા રાવને બેઇજ્જત કર્યા.

English summary
The tensions between the oldest allies Bharatiya Janata Party and Shiv Sena seem to be aggravating with each passing day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X