લોહીનો નહી દિલનો સંબંધ: નેપાળમાં છે નરેન્દ્ર મોદીનો 'ધર્મપુત્ર'

આગળની વાત કરતાં પહેલાં તમને જણાવી દઇએ કે નરેન્દ્ર મોદી 3 ઓગષ્ટના દિવસે બે દિવસની નેપાળ યાત્રા પર જઇ રહ્યાં છે. 17 વર્ષ બાદ નેપાળ પણ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગતની તૈયારીમાં લાગી ગયું છે. નેપાળના નવાલપરાસી જિલ્લાનો એક પરિવાર પણ તે સમયે સેલિબ્રેટ કરવામાં વ્યસ્ત છે જ્યારે નરેન્દ્ર મોદી નેપાળની ધરતી પર પગ મુકશે. મૂળ રૂપે નેપાળનો રહેવાલી જીત બહાદુરના પરિવારનું કહેવું છે કે તે મોદીનો ધર્મપુત્ર છે. તેમના અનુસાર જીત પાછળ 12 વર્ષથી તેમની સાથે રહે છે.
જીતની કિસ્મતમાં હતું નરેન્દ્રને મળવું
જીત બહાદુરની માતાએ જણાવ્યું હતું કે જ્યારે તે 10 વર્ષનો હતો 1998માં પોતાના ભાઇ દશરથની સાથે રોજગારની શોધમાં દિલ્હી જતો રહ્યો હતો. ત્યારબાદ નોકરીના ચક્કરમાં જ જીત રાજસ્થાન જતો રહ્યો. જીતને નોકરી ન મળી અને તે પરત ફરવા માંગતો હતો. પરંતુ કિસ્મતને કંઇક બીજું જ મંજૂર હતું. તે ગોરખપુરની ટ્રેનમાં બેસવાના બદલે અમદાવાદની ટ્રેનમાં બેસી ગયો. જીત જ્યારે અમદાવાદ સ્ટેશન પર ઉતર્યો તો તેમની મુલાકાત એક મહિલા સાથે થઇ જેણે પછી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવી.
સારું શિક્ષણ અપાવવા ઉપરાંત નરેન્દ્ર મોદીએ જીતને નેપાળમાં તેમના પરિવારના સભ્યો સાથે ભેટો કરાવવામાં મદદ કરી, એટલા માટે જીતની માતાનું માનવું છે કે તે મોદીનું ધર્મપુત્ર છે. જીતની માતા ખાગિસરા સારુંનું કહેવું છે કે મેં તેને જન્મ આપ્યો હતો પરંતુ નરેન્દ્ર મોદીએ તેના માટે જે કર્યું તે તેનાથી વધુ છે. જીતનો પરિવાર હાલ કવાસાતી લોકાહા ગામમાં રહે છે. જીત હાલ અમદાવાદની એક કોલેજમાં બીબીએ કરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
