For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11 મુદ્દા પર ટસ થી મસ ન થયું પાકિસ્તાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

namo-sharif
નવી દિલ્હી, 27 મે: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે મુલાકાત કરી તો 26/11નો ઉલ્લેખ પણ થયો. નરેન્દ્ર મોદીએ નવાજ શરીફે સ્પષ્ટ કરી દિધું કે પાકિસ્તાનને કાવતરખોરો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા પડશે કારણ કે પાકિસ્તાન તરફથી આ હુમલાની ટ્રાયલ ખૂબ ધીમી છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ નવાજ શરીફને એ પણ જણાવી દિધું કે પાકિસ્તાન તરફથી અત્યાર સુધી કોઇપણ સંતોષજનક પગલું ભરવામાં આવ્યું નથી.

ઓબામાને પણ ન મળ્યો વિશ્વાસ
આ પહેલીવાર નથી જ્યારે ભારત તરફથી પાકિસ્તાન સમક્ષ 26/11નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય પરંતુ આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનમંત્રી યૂસૂફ રજા ગિલાનીની સમક્ષ ભારતના પૂર્વ વડાપ્રધાનમંત્રી આ મુદ્દાને મનમોહન સિંહ એકવાર નહી પરંતુ ઘણીવાર આ મુદ્દા પર ચર્ચા કરી ચૂક્યા છે.

ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતે આ વિશે નવાજ શરીફ સાથે વાત કરી પરંતુ તેમણે કોઇપણ આશ્વાસન ઓબામાને આપ્યું નહી. બરાક ઓબામા અને નવાજ શરીફ વચ્ચે ઓક્ટોબર 2013માં એક મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં બરાક ઓબામાએ નવાજ શરીફને પૂછ્યું હતું કે અત્યાર સુધી પાકિસ્તાન તરફથી મુંબઇ હુમલાને ટ્રાયલ કેમ શરૂ કરવામાં આવી નથી.

પાકિસ્તાન તરફથી ટ્રાયલ પર ઢીલીનિતીના લીધે પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે ડિસેમ્બર 2013માં પાકની યાત્રાથી સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી.

દર વખતે વાયદાથી ફરી ગયા
સપ્ટેમ્બર 2012માં ઇરાનમાં બે દિવસો સુધી ચાલેલી નેમ સમિટ દરમિયાન જ્યારે પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહાન સિંહ અને પાકના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી વચ્ચે મુલાકાત થઇ તો તે સમયે પણ મનમોહન સિંહે 26/11ની ટ્રાયલમાં તેજી લાવવાની વાત કહી હતી. ત્યારબાદ પણ પાકિસ્તાન તરફથી કોઇ પગલું ભરવામાં આવ્યું નહી.

આ ઉપરાંત મનમોહન સિંહ તરફથી પાકિસ્તાનને ચેતાવણી પણ આપવામાં આવી કે જો પાકિસ્તાને પોતાના વલણમાં સુધારો ન કર્યો તો બંને દેશો વચ્ચે સંબંધને આગળ ન વધારી શકાય. પરંતુ દર વખતે વાયદો કરીને તે ફરી ગયા. હવે જ્યારે નરેન્દ્ર મોદીએ નવાજ શરીફની સામે આ મુદ્દો લઇને સખત વલણ રજૂ કર્યું છે તો એ જોવાનું રસપ્રદ હશે કે આ વખતે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા જોવા મળે છે.

English summary
Narendra Modi stern approach toward 26/11 while his meeting to Nawaz Sharif.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X