• search

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યો આરોપોનો વરસાદ

By Kumar Dushyant

મૈસુર, 8 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કર્ણાટક અને કેરળમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કર્ણાટકના મૈસુરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે હવે દેશની તિજોરી પર પંજો પડવા દઇશ નહી. બીજી તરફ કેરલના કાસરગોડમાં પણ નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર જોરદાર ગરર્જ્યા. રેલીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે કેરલ માટે કશું કર્યું નથી. જો કે તે હવે 'આતંકવાદની નર્સરી' બની ગયું છે. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં રક્ષા મંત્રી એકે એંટની પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે એકે એંટનીના નેતૃત્વ દરમિયાન દેશના રક્ષા વિસ્તારને ગંભીર રીતે પીડાઇ રહ્યો છે અને તેના માટે જનતાએ જવાબ આપવો પડશે.

મૈસુરમાં જનસભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે મને 300થી વધુ સીટો જીતાડીને બતાવો અને ત્યારબાદ હું ચોકીદાર બનીને તમારા બધાની રક્ષા કરીશ. તમે મને 300 સીટો સાથે દિલ્હીની ખુરશી પર બેસવાની તક આપો, હું બધા ભારતવાસીઓને સુખ, ચેન અને શાંતિની જીંદગી આપીશ.' ભારતની અર્થવ્યવસ્થાના મુદ્દે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નાણાંમંત્રી પી ચિદંદબરમ સહિત સોનિયા અને રાહુલના કાળા કારનામાઓના લીધે રૂપિયાની કિંમત વિશ્વના બજારમાં દરરોજ ઘટતી જાય છે પરંતુ દેશની સરકારને કોઇ ફરક પડતો નથી. તેમણે એમપણ કહ્યું હતું કે રૂપિયાના અવમૂલ્યન સમયે પણ કોંગ્રેસ ગરીબોનું લોહી ચૂસતી રહી.

તેમણે કહ્યું હતું કે હું મારું જાણું છું કે દિલ અને દિમાગમાં કમળ છે બસ મતદાનના દિવસે તમારી આંગળી કમળ પર હોવી જોઇએ. નરેન્દ્ર મોદીએ રક્ષામંત્રી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ઇટાલી મરીનો અને પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સૈનિકોના માથા કાપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

નૌસેનાની સબમરીન અને જહાજ દુર્ઘટનાઓ બાદ નૌસેના પ્રમુખ એડમિરલ ડી.કે. જોશીના રાજીનામા તરફ ઇશારો કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય રક્ષા દળોને આ સમયગાળામાં ઉત્કુટ ઉપરકરણ મળ્યા નથી. અને એંટનીને આ વાતનો જનતાને જવાબ આપવો જોઇએ.

કેરલના ઉત્તરી જિલ્લામાં પોતાની પાર્ટીના ઉમેદવાર કે.સુરેદ્રનની સભાને સંબોધિત કરતાં તેમણે પૂછ્યું હતું કે ભારતની મોટી સમુદ્ર તટીય રેખાની સુરક્ષા કેવી રીતે થઇ શકે? તેના માટે કોણ જવાબદાર છે.

English summary
BJP's PM candidate Narendra Modi addressing a rally in Mysore constituency in Karnataka. Here are the latest updates along with highlights.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more