For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ આતંકવાદી હુમલાના પગલે કરજઇ સાથે વાત કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 મે: પદનામીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેરાત પ્રાંતમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં શુક્રવારે અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇ સાથે વાત કરી, તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ પોતાના દેશમાં ભારતીય મિશનોની સુરક્ષા માટે પૂરતા પગલાં ભરશે.

મોદીએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું કે તેઓ આ પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે. તેમણે આ સંબંધમાં અફગાનિસ્તાનમાં ભારતના રાજદૂત અમર સિન્હા સાથે પણ વાતચીત કરી છે. તેમણે વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવવા અને આતંકવાદીઓને ઠાર મારવા બદલ સુરક્ષાકર્મીઓની ભૂમિકાની પ્રશંસા કરી.

મોદીએ ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ કરજઇ અને મેં હેરાતના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે વાત કરી. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે અફગાનીસ્તાનમાં ભારતીય મિશનોની સુરક્ષા માટે પૂરતા પગલાં ભરશે. ટેલિફોન દ્વારા મોદી સાથે થયેલી વાતચીત દરમિયાન મોદી ઉપરોક્ત આશ્વાસન આપ્યું.

આ મહિનાની 26 તારીખે વડાપ્રધાન પદની શપથ લેવા જઇ રહેલા મોદીએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની સુરક્ષામાં અફગાન અને ભારતીય સુરક્ષા દળની સરાહના કરતા જણાવ્યું કે હેરાતમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં આતંકીઓને ઠાર કરનાર ભારતીય અને અફગાન સુરક્ષા જવાનોના અથક પ્રયાસોને ભારત સલામ કરે છે. ઉપરાંત દૂતાવાસ સ્ટાફને ધૈર્ય બનાવી રાખવા માટે તેમને પણ સલામ કરું છું.

અથડામણ જુઓ તસવીરોમાં...

ભારતીય દૂતાવાસ પર હુમલો

ભારતીય દૂતાવાસ પર હુમલો

અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો..

ભારતીય દૂતાવાસ પર હુમલો

ભારતીય દૂતાવાસ પર હુમલો

અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો..

ભારતીય દૂતાવાસ પર હુમલો

ભારતીય દૂતાવાસ પર હુમલો

અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો..

ભારતીય દૂતાવાસ પર હુમલો

ભારતીય દૂતાવાસ પર હુમલો

અફગાનીસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો...

English summary
Prime Minister-designate Narendra Modi on Friday talked to Afghan President Hamid Karzai over the attack on the Indian Consulate in Herat province and was assured that everything will be done to protect the Indian missions in Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X