'વાઇબ્રન્ટ ગ્રોથ મોડેલ' પર મોદીનું ભાષણ સાંભળો વીડિયોમાં

narendra modi-Live Covarage
કોલકાતા, 9 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતા ખાતે વાઇબ્રન્ટ ગ્રોથ મોડેલ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

11.00 am: આપ સૌનો ખુબ ખુબ આભાર મને અહીં બોલવાની તક આપવા બદલ. હું અહીંથી જઇશ તો ઘણું શીખીને જઇશ અને હું તેને ગુજરાતમાં અમલમાં મુકીશ. બંગાળ સાથે મારે ભાવનાત્મક સંબંધ છે. ભવિષ્ય તરફ આગળ વધવા માટે તેનો રસ્તો ભૂતકાળમાંથી જ નિકળે છે. મિત્રો આપણે પથ્થર દૂર ફેંકવો હોય તો હાથને પહેલા પાછળ લઇ જવો પડે છે. ગ્રોથમાં પણ એવું છે. જો આપણે પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારતને વિકાસ તરફ લઇ જવું હોય તો તેની શરૂઆત બંગાળથી જ કરવી પડશે.

લોકો કહે છે કે 21 સદી જ્ઞાનની સદી છે જ્યારે 18મી સદીમાં જ બંગાળમાં જ્ઞાનનો ઉદય થયો હતો. બંગાળના લોકોએ સંઘર્ષ કરતાં શિખવ્યું છે. અંગ્રેજો સામે પ્રથમ અવાઝ બંગાળમાં ઉઠ્યો હતો. ભારતને નવી ઉંચાઇએ લઇ જવો હશે તો તેની શરૂઆત બંગાળથી જ કરવી પડશે. આઝાદીની લડાઇથી માંડીને અદ્યાત્મામાં પણ બંગાળ સૌથી આગળ છે. વિકાસની વ્યુરચના બંગાળથી જ કરવી પડશે.

11.13 am : મે ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસે પાડેલા ખાડા પૂરવાનું કામ કર્યું છે. અને હવે દિવ્ય ગુજરાતનું નિર્માણ થશે. બંગાળમાં તો 32 વર્ષથી ખાડાઓનું માહોલ છે. એ ભરાય એવી આશા રાખું છું.

11.15 am: મોદીએ કોંગ્રેસની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે દિલ્હીની સરકારને કોઇ પરવાહ નથી, તેઓ ફાઇલને ખોલીને જોતા પણ નથી, તેમને ભય છે કે કોઇ કેમરો હશે અને તેમનું રેકોર્ડિંગ કરી લેશે. કોંગ્રેસ પણ જવાની આશ લગાઇને બેસી છે.

11.17 am: 21મી સદીમાં ભારતી હાલાત કથળી રહી છે. જો તમે યુપીએ રાજ્ય હશો તો તમને સારી ટ્રીટમેન્ટ અને નોનયુપીએ રાજ્યને અલગ ટ્રીટમેન્ટ. જ્યારે અટલબિહારી વાજપેઇની સત્તામાં આવી પોલીસી ન્હોતી. માટે દેશે આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે.

11.20 am : જો સરકાર રાજ્યોને કોસવાનું બંધ કરી તેમને સાથ આપવાનું ચાલુ કે તો આજ ફાઇલો સાથે, આજ કાર્યાલયો સાથે, આજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દેશ વિકાસ સાધી શકે છે. એની હું ગેરંટી આપું છું મિત્રો.

11.24 am: ગુજરાતમાં 10 ટકાનો એગ્રિકલ્ચર ગ્રોથ છે. તમને ખ્યાલ હશે કે તેનાથી ઇકોનોમિક ગ્રોથ થાય છે. તેનાથી પાવર મળે છે અને ગ્રોથ થાય છે. અને ગુજરાતે એ કરી બતાવ્યું છે. મિત્રો ગુજરાત એક એવું રાજ્ય છે કે તેના ખેડૂત પાસે પોતાનું સોઇલ હેલ્થ કાર્ડ છે. જેના કારણે તેને માલૂમ હોય છે કે તેના ખેતરમાં તે શેનું વાવેતર કરશે તો તેને ફાયદો થશે.

11.30 am: આપણા દેશમાં સરકાર સબસિડીથી આગળ વધતી જ નથી. તે સામાન્ય લોકોને મદદ જ કરવા નથી માંગતી. ગુજરાતમાં મિત્રો એવું નથી, અમે ત્યા અટક્યા નથી. અમે એક ગ્લોબલ લેવલનું એગ્રો ટેક ફેરનું આયોજન કરવાના છીએ. અને મારો ખેડૂત વિશ્વમાં ઉભો રહે. તે વેલ્યુએડિશન કરી શકે. અને વિશ્વના બજારમાં તેનો માલ વેચી શકશે.

11.35 am: સરકારને 65 પૈસાના દરે બગડેલું અનાજ દારુ કંપનીને વેચી દીધું. સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે તે આ અનાજ જરૂરિયાતમંદોને સસ્તામાં વેચી દે પરંતુ સરકારે એવું ના કર્યું. જે કરવાનું હોય તે સરકાર નથી કરતી અને જે નથી કરવાનું તે કરે છે. આપણે ત્યાં દૂધ ઉત્પાદન વધ્યું છે. લગભગ ગુજરાત જ વિશ્વમાં એક એવું રાજ્ય છે જ્યા ઢોરાના કેટરેટનું ઓપરેશન થાય છે તેમના દાંતોની સારવાર આપવામાં આવે છે.

11.40 am: આજે ગુજરાત પર્યટન પૂર્ણ વિકસિત છે. આજે એશિયાનું સૌથી મોટી સોલાર ફાર્મ ગુજરાતમાં છે. હાલમાં ગુજરાતના સોલાર ઇનિસિયેટિવના કારણે બજારમાં ગેસ અને પેટ્રોલના સમકક્ષ સોલર એનર્જી ઉભું છે, જે નાની વાત નથી મિત્રો. ભવિષ્યમાં લોકો ઘરે ઘરે વીજળી પેદા કરતા થઇ જશે. અમે છેલ્લા 12 વર્ષમાં કોઇ ટેક્સ નથી વધાર્યો માત્ર અમે લીકેજ બંધ કરી દીધું. ગુજરાત વીજળીના ક્ષેત્રમાં 400-500 કરોડ રૂપિયાનો નફો કરીએ છીએ.

11.50 am: હું જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકો કહેતા મોદીજી માત્ર સાંજે ખાતી વખતે વીજળી ના જતી રહે એટલું તો કરો મને એવું કહેવામાં આવતું. આજે ગુજરાતનું એક પણ ગામ એવું નથી જ્યા 24 કલાક વીજળી ના મળતી હોય. અમારા ત્યાં વીજળી જાય તો સમાચાર બને છે. બીજા રાજ્યમાં આવું નથી. તેમની ફાઇલો દિલ્હીમાં એમને એમ પડી છે. મારે પણ વીજળી વધારે પેદા કરવી છે પરંતુ કેન્દ્ર સરકાર મને ગેસ અને કોલસો પૂરો નથી પાડતા.

11.56 am: વિદેશ નીતિમાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઇ છે. દરેકને વ્યવસ્થા જોઇએ પરંતુ તે નથી મળી રહી. આપણા સિપાહીઓના સર કલમ કરીને જતા રહે છે અને તેઓ સમ્માન સંમેલનમાં ડૂબ્યા રહે છે. આપણા નાગરિકોની હત્યા કરનારોને તેઓ વોટ આપવા માટે જવા દેવા માટે તૈયાર થઇ જાય છે. દેશમાં નાગરિક જેલમાં હોય તો તેને માતાના અંતિમ સંસ્કારમાં જવા દેવામાં નથી આવતો. તેમની નીતિ નથી.

12.00 pm: મોદીએ જણાવ્યું કે આખા વિશ્વમાં ભારત યુવાન દેશ છે, પરંતુ ભારત સરકારનો વિશ્વમાં એવો રોલ જ નથી કે તે યુવાન દેખાઇ શકે. આપણે એ પુરવાર કરવાની જરુર છે કે આપણે યુવાન છીએ. 18મી સદીમાં બંગાળે દેશની આઝાદી માટે મુખ્ય ભૂમિકા ભજવી છે, 19મી સદીમાં પણ તે આગળ રહ્યું છે, 20મી સદીમાં પણ તે ભારતના વિકાસનો મુખ્ય ભાગ છે માટે હું બંગાળને આહ્નાન કરીશ કે આવો આપણે સાથે મળીને દેશના વિકાસને ફરી વેગ આપીએ. ઉપસ્થિત લોકોનો નરેન્દ્ર મોદીએ આભાર માની વાઇબ્રન્ટ ગ્રોથ મોડેલ પર પોતાના વક્તવ્યને ટૂંકાવ્યું.

મોદીનું વક્તવ્ય સાંભળો વીડિયોમાં:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X