મોદીએ આડકરી રીતે નિતિશ કુમાર તરફ સાધ્યું નિશાન: બાલ ઠાકરે

ઠાકરેએ કહ્યું હતું કે 'બિહાર વિધાનસભા દરમિયાન નિતિશ કુમારે મોદીને બિહાર આવવા દિધા ન હતા. નિતિશ કુમારે જેડીયૂ-ભાજપ ગઠબંધનના પોસ્ટરોમાંથી નરેન્દ્ર મોદીના ફોટા હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. તેમને પોતાના મુખપત્ર સામનામાં કહ્યું હતું કે ' નિતિશ કુમારે અંદાજો લગાવ્યો હતો કે જો નરેન્દ્ર મોદી બિહાર આવશે તો અલ્પસંખ્યકોના વોટ ઘટાડો થશે.
આને એનડીએના બે મુખ્યમંત્રીની લડાઇ ગણાવતાં તેમને કહ્યું હતું કે આ નેતાઓ પર નિયંત્રિત કરવાની ક્ષમતા નથી. ઠાકરેએ કહ્યું હતું કે ' નરેન્દ્ર મોદી, નિતિશ કુમાર શરદ યાદવ જેવા નેતાઓને પસંદ કરતા નથી પરંતુ નરેન્દ્ર મોદીએ બિહારના ભાજપના નેતાઓને ગુજરાત આવવાની પરવાનગી ન આપીને બિહાર વિરૂદ્ધ સિંહનાદ કર્યો છે.
બાલ ઠાકરેએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ બિહારના ઉપ મુખ્યમંત્રી સુશિલ કુમાર મોદી, રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રૂડી અને શાહનવાઝ હુસૈન જેવા બિહારના ટોચના નેતાઓને આવતાં રોક્યાં છે.
બાલ ઠાકરેએ કહ્યું હતું કે મોદીના નિવેદન પર બધા ચૂપ રહેવાનું પસંદ કર્યું અને કોઇએ પણ આ મુદ્દે પ્રશ્ન કર્યો નથી. તેમને કહ્યું હતું કે 'જો આવી ઘટના મહારાષ્ટ્રમાં બની હોત તો બધા બિહારી નેતાઓ બિહારીઓના ગૌરવની રક્ષા હેતુ સામે આવી ગયા હોત'.












Click it and Unblock the Notifications
