World Press Day : મોદીએ ટ્વીટ વડે કર્યો દૂરદર્શન ઉપર પ્રહાર!

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 મે : રાજકીય શેરીઓમાં વર્લ્ડ પ્રેસ ડેની શરુઆત આજે નરેન્દ્ર મોદીના ટ્વીટ પ્રહારથી થઈ છે. મોદીએ વર્લ્ડ પ્રેસ ડેને પોતાના ત્રણ ટ્વીટ દ્વારા એક નિશાન સાધ્યો છે. તેમણે સરકારી મીડિયા એટલે કે દૂરદર્શનને નિષ્પક્ષતાનો પાઠ ભણાવ્યો છે. તેમણે હાલમાં ચર્ચિત દૂરદર્શનના તેમના ઇંટરવ્યૂ અંગેના મુદ્દાની યાદ અપાવતા પોતાના ટ્વીટમાં સરકાર અને સરકારી મીડિયાને નૈતિકતા, નિષ્પક્ષતા તથા સ્વચ્છતા જાળવી રાખવાની સુફિયાણી સલાહ આપી છે.

આજે વર્લ્ડ પ્રેસ ડે છે અને તમામ લોકોને અપેક્ષા હતી જ કે મોદી પ્રેસ કે મીડિયા વિશે કંઇક કહેશે અને તેમણે આવુ જ કર્યું. નરેન્દ્ર મોદીએ દૂરદર્શનને અપાયેલ તેમના ઇંટરવ્યૂને એડિટ કરવા અંગેની બાબતને ટ્વિટર વડે ઉછાળી. તેમણે પોતાના ટ્વીટમાં સરકારી મીડિયાનું નામ લેતે નિષ્પક્ષતાની વાત કહી છે. મોદીએ સતત ત્રણ ટ્વીટ કર્યાં છે.

ચાલો સ્લાઇડરમાં જોઇએ નરેન્દ્ર મોદીના ટ્વીટ અને પ્રહાર :

શુભેચ્છા પાઠવી

શુભેચ્છા પાઠવી

પહેલા ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ વર્લ્ડ પ્રેસ ડે પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે.

મીડિયાની આઝાદીનો પ્રશ્ન

મીડિયાની આઝાદીનો પ્રશ્ન

બીજા ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ મીડિયાની આઝાદી અંગે ટિપ્પણી કરી છે.

ડીડી પર નિશાન

ડીડી પર નિશાન

ત્રીજા ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ વિસ્તૃત રીતે સરકારી મીડિયા એટલે કે દૂરદર્શનનો ઉલ્લેખ કર્યો છે.

મીડિયા સ્વતંત્રતાનો બોધ

મીડિયા સ્વતંત્રતાનો બોધ

આમ નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી સરકાર અને સરકારી મીડિયા તંત્રને સલાહ આપી છે કે આજના દિવસથી બોધ લઈ સરકારી મીડિયા નિષ્પક્ષ તથા સ્વતંત્ર રીતે અભિવ્યક્તિની પરમ્પરા જાળવી રાખશે.

ઇમર્જંસીનો ઉલ્લેખ

ઇમર્જંસીનો ઉલ્લેખ

નરેન્દ્ર મોદીએ ઇમર્જંસીના ભયાનક દિવસોનો પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે મીડિયા પોતાના સ્વાતંત્ર્ય માટે ઝઝુમતુ હતું.

English summary
Narendra Modi targets doordarshan indirectly with congratulating on World Press day by giving example of emergency period.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X