For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: જાણો મોદી રાતના જ કેમ કરે છે વિદેશયાત્રા?

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને લઇને હંમેશા સવાલો ઉઠતા હોય છે. કોઇ પૂછે કે મોદી આટલા વિદેશ પ્રવાસો પર જાય છે કેમ? તો કોઇ પૂછે છે કે મોદી ખાલી રાત જ કેમ વિદેશ યાત્રા કરે છે. આજે અમે તમને આ તમામ સવાલોના જવાબ આપવાના છીએ. જેને જાણી તમે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટાઇમ મેનેજમેન્ટના કાયલ થઇ શકો છો. જો કે મોદી હંમેશાથી જ તેમની કાર્ય કરવાના હટકે અંદાજ માટે જાણીતા છે. અને એટલા માટે જ તે વિદેશ યાત્રા મોટા ભાગે રાતના સમયે કરે છે. જેથી તે પ્લેનમાં જ પોતાની ઊંધ પૂરી કરી લે અને જ્યારે તે જે તે દેશમાં લેન્ડ થાય ત્યારે તે તરોતાજા હોય જેથી યોગ્ય રીતે કામ પણ કરી શકે.

દિવસે કામ અને રાતે આરામ વખતે હોટલમાં રોકાવાના બદલે પ્લેનમાં જ સૂઇ જાય છે. ઇકોનોમિક ટાઇમ્સના ખબર મુજબ હાલમાં જ 30 માર્ચેથી 2 એપ્રિલ વચ્ચે મોદીએ બ્લેજ્યિમ, અમેરિકા અને સાઉદી અરબ દેશોની વિદેશ યાત્રા કરી. અને આ ત્રણેય રાતે તેમને પોતાના એરઇન્ડિયા પ્લેનમાં જ પસાર કરી. ત્યારે વડાપ્રધાન મોદીની વિષે આવી જ કેટલીક નવાઇ પહોંચાડે તેવી વાતો જાણો અહીં...

ત્રણ દેશોના સફર ખાલી 97 કલાકમાં

ત્રણ દેશોના સફર ખાલી 97 કલાકમાં

વડાપ્રધાન મોદીએ હાલની તેમની ત્રણ દિવસની યાત્રા 97 કલાકમાં કરી. રાતના પ્લેનમાં સુવાના તેમના આ નિર્ણયના કારણ કે 6 દિવસની તેમની આ યાત્રાને ઓછા સમયમાં પૂર્ણ કરી શક્યા. વધુમાં એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું કે ચાર દિવસની આ યાત્રા દરમિયાન મોદીએ ખાલી બે રાત જ હોટલમાં પસાર કરી છે.

રજા પણ નથી લેતા

રજા પણ નથી લેતા

26 મે 2014થી સત્તામાં આવેલા મોદીએ આજે સુધી એક પણ રજા નથી લીધી તેવું અમે નહીં પણ પ્રધાનમંત્રી કાર્યાલય કહે છે. તે પણ એક આરટીઆઇ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ હેઠળ.

ટ્વીટર અને ફેસબુક જાતે જ હેન્ડલ કરે છે મોદી

ટ્વીટર અને ફેસબુક જાતે જ હેન્ડલ કરે છે મોદી

એક આરટીઆઇમાં પૂછવામાં આવેલા જવાબ મુજબ મોદી, નરેન્દ્ર મોદી વાળુ પોતાનું ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પોતે જ ચલાવે છે. પણ વડાપ્રધાનની ઓફિસ તેમના ઓફિશિયલ સોશ્યલ મીડિયા એકાઉન્ટને પીએમઓ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે.

ઓફિસથી નથી લીધો સ્માર્ટ ફોન

ઓફિસથી નથી લીધો સ્માર્ટ ફોન

એક અન્ય આરટીઓના જવાબમાં પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નરેન્દ્ર મોદીએ ઓફિસથી કોઇ સ્માર્ટ ફોન નથી લીધો. તે એક આઇફોન વાપરે છે. જે તેમના વડાપ્રધાન બનવા પહેલાથી જ તેમની પાસે છે.

એવરેજ ઇન્ટરનેટ સ્પીડ યૂઝ કરે છે

એવરેજ ઇન્ટરનેટ સ્પીડ યૂઝ કરે છે

મોદીના ઇન્ટરનેટ લાઇંસની સ્પીડ વિષે પણ જે જાણકારી આપવામાં આવી છે તે મુજબ તેની સ્પીડ 34MBPS છે જે દેશની એક એવરેજ ઇન્ટરનેટ સ્પીડ છે.

English summary
Check-in bags are not coming off Air India One these days, as on most of the nights, the Prime Minister aims at sleeping on the plane rather than in foreign hotels to shorten his trips.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X