ભાજપી નેતાની લપસી જીભ, કહ્યું-'નીતિશની હત્યા મોદીના હાથે થશે!'

જોકે ગિરિરાજનો સંદર્ભ નીતિશ કુમારના રાજનૈતિક માળખાનો સફાયો કરવા તરફ હતો. ગિરિરાજે જણાવ્યું કે નીતિશ કુમારનો રાજકિય સફાયો કરવા માટે લોકસભાની 40 બેઠકો પર તેમને હરાવવા જરૂરી છે. ઉપરાંત તેમણે કહ્યું કે નીતિશ કુમારની હત્યા મોદીના હાથે જ થશે. તેમના આ નિવેદનની જેડીયૂ નેતા અનવર અલીએ નીંદા કરી છે.
પંચાયત પ્રતિનિધિયોને સંબોધિત કરી રહેલા ગિરિરાજ સિંહે જણાવ્યું કે નીતિશ કુમારના ખાત્મા માટે તેમની પાર્ટીને બિહારની તમામ 40 બેઠકોથી હરાવવા જરૂરી છે. નીતિશ કુમારનો જીવ લોકસભાની આ ચાળીસ બેઠકોમાં જ અટકી પડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગિરિરાજે નીતિશ પર પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે તેઓ ઇર્ષ્યા કરનારી કોઇ 'ગામઠી સ્ત્રી'ની જેમ મોદી સાથે વ્યવહાર કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે ગઇકાલે નીતિશ કુમારે એક સભામાં નરેન્દ્ર મોદી પર હુમલો કરતા જણાવ્યું હતું કે જાણે આકાશમાંથી કોઇ જાદુની છડી આવી જશે અને તેના આવવાથી આપણા તમામ યક્ષ પ્રશ્નો હલ થઇ જશે. નીતિશ કુમારે આ હુમલો મોદીનું નામ લીધા વગર કર્યો હતો.












Click it and Unblock the Notifications
