નરેન્દ્ર મોદી 2 નવેમ્બરના રોજ પટણા વિસ્ફોટના પીડિતોને મળશે

સૂત્રોની માનીએ તો નરેન્દ્ર મોદી પટણા જવા માટે 1 નવેમ્બરના રોજ રવાના થઇ જશે અને 2 નવેમ્બરના રોજ પીડિતો સાથે મુલાકાત કરશે, અને વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે પણ જશે. બિહાર ભાજપી નેતાઓએ આ અંગે જણાવ્યું હતું કે જ્યા સુધી લોકસભાની ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી નરેન્દ્ર મોદીની અત્રે અવરજવર રહેશે.
અત્રે નોંધનીય છે કે જેડીયૂના નેતાઓએ મોદીની આ મુલાકાતનો વિરોધ નોંધાવ્યો છે. જેડીયૂએ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદી બિહારના વાતાવરણને બગાડવા માટે અત્રે જઇ રહ્યા છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરના રોજ ભાજપે પટણાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન 6 વિસ્ફોટો થયા હતા. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 80 વધુ લોકો ગંભીર રીતે ગવાયા હતા. મોદીની રેલીમાં વિસ્ફોટ થવાના પગલે દેશની રાજનીતિમાં જોરદાર અફડાતફડી મચી જવા પામી હતી.












Click it and Unblock the Notifications
