• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદીનો ગરીબ ખેડૂતોને પત્ર, જાણો પાક વીમા યોજના વિષે

|

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ગરીબ ખેડૂતો માટે ખાસ વડાપ્રધાન પાક વીમા યોજના (પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના)ની શરૂઆત કરી છે. નોંધનીય છે કે દર વર્ષે દુકાળ, કમોસમી વરસાદ જેવા અનેક કુદરતી આપદા કારણે ભારતભરમાં મોટી સંખ્યામાં ગરીબ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે છે ત્યારે વડાપ્રધાન તેમના ટ્વિટર એકાઉન્ટ અને અન્ય સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખેડૂત ભાઇઓને પત્ર લખીને તેમની આ યોજના વિષે જણાવ્યું છે.

ત્યારે નીચે તેમણે આ પત્રમાં શું લખ્યું છે?, આ વીમા યોજના કેવી પ્રકારની છે?, તેનાથી ખેડૂત ભાઇઓને કેવા કેવા ફાયદા થશે? તે વિષે વિસ્તૃત જાણકારી મેળવા આપી છે. સાથે જ આ આર્ટીકલ જરૂરથી શેયર કરજો જેથી ગરીબ ખેડૂતોને આત્મહત્યા કરવાના બદલે આપણે જીવવાની એક આશ આપી શકીએ. તો વાંચો મોદીજીનો આ પત્ર શબ્દશહ...

modi

મારા પ્રિય ખેડૂત ભાઇઓ અને બહેનો,

"વડાપ્રધાન પાક વીમા યોજના"ના સમાચાર તમારી સુધી અત્યાર સુધી પહોંચી ગયા હશે. આપણા દેશમાં ખેડૂતને હંમેશા અસુરક્ષિત રહેવું પડે છે ક્યારેક પ્રાકૃતિક આપદા તો ક્યારેક બજારની પડતી કિંમતોના લીધે. પાછલા 18 મહિનામાં મારી સરકારે આ સંકટોમાં તેમને મદદ પહોંચાડવા માટે અનેક પગલા લીધા છે.

ખેડૂતો માટે વીમા યોજનાઓ પહેલા પણ હતી. પણ અનેક કારણોના કારણે તે સફળ ના થઇ - ક્યારેક પ્રિમીયમ દર વધારે હતું તો ક્યારેક નુક્શાન દાવાની રાશિ ઓછી હતી, તો ક્યારેક સ્થાનિય નુક્શાનનો સમાવેશ નહતો કરાતો. પરિણામ સ્વરૂપે માંડ 20 % ખેડૂતો જ તેનાથી જોડાતા હતા. વળી તેમને પોતાના હક માટે અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. અને આજ કારણે આવી વીમા યોજનાઓ પરથી ખેડૂતોનો વિશ્વાસ ઓછો થઇ ગયો હતો.

તેવામાં અમે રાજ્યોથી, ખેડૂતોથી, વીમા કંપનીઓથી ગહન ચર્ચા વિચારણા કરી અને મારા પ્રિય ખેડૂત ભાઇ બહેનોની ચરણોમાં હું ખેડૂતોને વ્યાપક લાભ પહોંચે તેવી "વડાપ્રધાન પાક વીમા યોજના" સમર્પિત કરું છું.

આ "વડાપ્રધાન પાક વીમા યોજના"ની વિશેષતાઓ આ મુજબ છે -

  • પાક વીમામાં અમારી સરકાર તમને અત્યાર સુધીની સૌથી મોટી મદદ કરશે.
  • ફળસ્વરૂપ ખેડૂતો માટે અત્યાર સુધીનું સૌથી ઓછું પ્રિમીયર દર રહેશે.
  • 90 %થી પણ વધુ હોવા પર પણ શેષ ભાર સરકાર દ્વારા જ ઉઠાવવામાં આવશે.
  • અનાજ, તેલીબિયા, દાળો માટે એક મૌસમ એક દર રહેશે.- વળી પાકના દર અને જિલ્લા મુજબ લાગતા અલગ અલગ દરોથી પણ મુક્તિ મળશે -ખરીફ: 2 % - રવી પાક: 1.5 % જ.
  • પૂરો વીમો મળશે- વીમા પર કોઇ કોપિંગ નહીં થાય અને આ રીતે દાવા પર પણ કોઇ કાપ પણ નહીં લાગે.
  • પહેલી વાર પાણી ભરાવાને સ્થાનિક જોખમમાં સામેલ કરવામાં આવ્યું છે.
  • પહેલી વાર દેશ ભરમાં લણણી બાદ ચક્રવાત અને કમોસમી વરસાદના જોખમને સામેલ કરવામાં આવ્યું છે.
  • પહેલી વાર સાચા અકંલન અને તરત જ ભુગતાન માટે મોબાઇલ અને સેટેલાઇટ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આવનારા ખરીફ પાકથી આ યોજના લાગુ થઇ જશે. આ યોજનામાં જોડાવવું સરળ છે અને આ તેમને વધુમાં વધુ સુરક્ષા પણ આપે છે. માટે હું તમને આ યોજનામાં જોડાવવા માટે આહ્વાહન કરું છું.

તમારો

નરેન્દ્ર મોદી

મોદીની આ ટ્વિટ જુઓ અહીં...

English summary
A letter by prime minister Narendra Modi to hard working farmer brothers and sisters of India, on the Pradhan Mantri Fasal Bima Yojana. This is biggest ever govt contribution to crop insurance. Modi has invited the farmers to wholeheartedly participate and make use of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more