રાજકીય મેદાનમાં મોદીએ લગાવી સેન્ચુરી, દિગ્ગજો થયા પસ્ત

નવી દિલ્હી, 22 એપ્રિલ: 16મી લોકસભા માટે રાજકારણીઓ રેલીઓ પર રેલીઓ કરી રહ્યાં છે. કોઇની પાસે એકપળની નવરાશ નથી. જનતાનું મન મોહવા માટે રાજકારણીઓ ઘરંધર તાબડતોડ જનસભાઓ કરી રહ્યાં છે, પરંતુ આ ચૂંટણી પિચ પર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રેલીઓના શતકવીર બની ગયા છે.

નરેન્દ્ર મોદીએ ગત 26 માર્ચથી અત્યાર સુધી 100થી વધુ ચૂંટણી રેલીઓ કરી ચૂક્યા છે. દિવસમાં પાંચ-પાંચ ચૂંટણી સભાઓને સંબોધિત કરનાર નરેન્દ્ર મોદી પોતાની દરેક સભા માટે ખાસ તૈયારીઓ કરે છે. તેમનું અભિયાન ભાજપ 272ના લક્ષ્ય સુધી પહોંચવા માટે તે કોઇ કસર છોડી રહ્યાં નથી, જ્યારે ભાજપના કેટલાક દિગ્ગજ જેવા કે ડૉ. મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી સહિત કેટલાક વરિષ્ઠ નેતા પોત-પોતાના સંસદીય વિસ્તારોમાં ફસાઇ ગયા છે, તે ઇચ્છતા હોવાછતાં બીજા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે જઇ શકતા નથી.

modi-rally

વાત ભાજપના પિતામહ લાલકૃષ્ણ અડવાણીની રેલીઓની કરીએ તો તેમનો આંકડો હજુ સુધી ડઝનને પણ અડકી શક્યો નથી. પરિણામ સ્વરૂપે ભાજપનો ચૂંટણી પ્રચાર લગભગ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પરના ખભા પર છે.

વાત ડૉ. મુરલી મનોહર જોશીની કરીએ તો પાર્ટી તેમને ચૂંટણી પ્રચાર માટે ઉત્તરાખંડ મોકલવા ઇચ્છે છે, પરંતુ મુરલી મનોહર જોશી પોતાના સંસદીય વિસ્તાર કાનપુરમાં જ એ પ્રકારે અટવાયેલા છે કે તે ઇચ્છતા હોવા છતાં નિકળી શકતા નથી. આ પ્રકારે તે સુષમા સ્વરાજ પણ મધ્ય પ્રદેશ સુધી સમેટાયેલી છે. જો કે તે થોડો સમય કાઢીને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢમાં એક-બે રેલીઓ માટે સમય કાઢી શક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X