For Quick Alerts
For Daily Alerts
જેઠમલાણીની વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા પંચમાં ફરિયાદ
લખનઉ, 18 સપ્ટેમ્બર: ભારતીય પોલીસ સેવાના ઉત્તર પ્રદેશ કેડરના અધિકારી અમિતાભ ઠાકુરે બુધવારે રાષ્ટ્રીય મહિલા પંચને ફરિયાદ કરી વિવાદીત સંત આસારામ પર શારીરિક શોષણનો આરોપ લગાવવા, યુવતી અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાનાર વરિષ્ઠ અધિવક્તા રામ જેઠમલાણીની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઠાકુરે રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ મમતા શર્માને મોકલ પ્રતિનિવેદનમાં જણાવ્યું છે કે આશારામના વકિલ જેઠમલાણીએ પીડિત યુવતી માટે કથિત રીતે જણાવ્યું હતું કે તે એક ગંભીર બિમારીથી પીડિત છે જે મહિલાઓને પુરુષોની તરફ આકર્ષિત કરે છે. જેની તપાસ થવી જોઇએ.
ઠાકુરે જણાવ્યું કે દેશના વરિષ્ઠ વકિલ દ્વારા કોઇ આધાર વગર આ પ્રકારની ટિપ્પણી અત્યંત આપત્તિજનક છે કારણ કે તે એક એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવી જે સમાજમાં ખૂબ જ વગ ધરાવે છે. આ પીડિત યુવતીની સાથે સંપૂર્ણ મહિલા સમાજ પ્રત્યે સાર્વજનિકરીતે કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણી છે. ઠાકુરે પંચને તાત્કાલિક આ પ્રકરણની તપાસ કરીને નિયમાનુસાર કાયકાકિય કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.