For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવીન પટનાયકની મહેનત રંગ લાવી, અન્ય રાજ્યોની સરખામણીએ રોકાણ માટે ઓરિસ્સા શ્રેષ્ઠ

નવીન પટનાયકની મહેનત રંગ લાવી, અન્ય રાજ્યોની સરખામણીએ રોકાણ માટે ઓરિસ્સા શ્રેષ્ઠ

|
Google Oneindia Gujarati News

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યની પ્રગતિ માટે પારદર્શી પગલાં ભર્યાં, લાભદાયી યોજનાઓની સાથોસાથ તેમણે ઉદ્યોગ સાહસિકોને અને રોકાણકારોને આકર્ષવા માટે પણ કેટલાંય મહત્વના પગલાં ભર્યાં. પોતાના સુશાસન અને સમાજલક્ષી કામોને કારણે જ કદાચ નવીન પટનાયક ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ શાસન કરનાર મુખ્યમંત્રી બની ગયા છે. તેઓ પહેલી વખત 5 માર્ચ 2000ના રોજ ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યાર બાદથી સતત સીએમ બનતા આવી રહ્યા છે.

પાછલા બે દશકાથી પ્રદેશે શાસન-વ્યવસ્તાના દરેક ક્ષેત્રમાં એક ઉચ્ચ પ્રમાણભૂત સ્થાપિત કર્યો છે. સતત વિકાસના રસ્તે આગળ વધ્યું છે. કૌશલ વિકાસના ઈરાદાથી બીજૂ પટનાયકે ટેક્નોલોજી યૂનિવર્સિટીની સ્થાપના જેવાં પગલાં આજે ભરપૂર લાભદાયક સાબિત થઈ રહ્યાં છે, અને રાજ્ય હવે એક રીજનલ એજ્યુકેશન હબ બનીને ઉભરી આવ્યું છે. જેનાથી જ્ઞાન અર્જન ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠા તો મળી છે, સાથે જ ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી અને બીજા સંબંધિત ક્ષેત્રોમાં પણ તેનો વ્યાપક વિસ્તાર જોઈ શકાય છે. ઓરિસ્સામાં આજે નીતિ-નિર્ધારણથી લઈ રોકાણ સુધીની બધી જ વ્યવસ્થા ડિજિટલ છે, અને એટલે જ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સરખામણીએ રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

રોકાણકારો માટે ઓરિસ્સા પહેલી પસંદ

રોકાણકારો માટે ઓરિસ્સા પહેલી પસંદ

જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રી પ્રમોશન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન ડેવલપમેન્ટ લિમિટેડ, અને ઓરિસ્સા સ્ટેટ ઈલોક્ટ્રેનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ ત્રણેય પ્રમુખ એજન્સીઓ રાજ્યને આર્થિક સહાયતા પૂરી પાડે છે. રાજ્યએ સ્ટીલ, એલ્યુમિનિયમ, ઓઈલ રિફાઈનિંગ, ફર્ટિલાઈજર જેવા ઉદ્યૌગોમાં રોકાણ માટે ઓરિસ્સા આજે રોકાણકારોની પહેલી પસંદ છે. એટલું જ નહિ, લઘુ, ગ્રામીણ અને કુટીર ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય છૂટ આપી નાણાકીય મદદ કરી રહી છે. સરકારના આ પારદર્શી પગલાંઓને કારણે જ રાજ્યમાં માત્ર 2004-2005 દરમિયાન જ 83075 લઘુ ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઔદ્યોગિક વિકાસ કરવા માટે રોજગારીના અવસર અને આર્થિક વિકાસ દર વધારવા માટે ઓિસ્સા ઉદ્યોગ (સુવિધા) અધિનિયમ, 2004 લાગૂ કરવામાં આવ્યો જેનાથી રોકાણ પ્રસ્તાવોના ઓછા સમયમાં નિકાલ અને નિરીક્ષણ કાર્ય થઈ શકે, અન્ય રાજ્યોમાં રોકાણકારોને આકર્ષવા માટે આજે પણ આવી કોઈ સુવિધા ઉભી કરવામાં આવી જ નથી, ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દર વર્ષો કરોડોના એમઓયૂ થાય છે પણ છતાં રોકાણ વખતે એમઓયૂ કરીને ગયેલી કંપનીઓ આગળ આવતી નથી આજે પણ વર્ષો પહેલા થયેલા એમઓયૂ પર હજી રોકાણ નથી થયું, જ્યારે ઓરિસ્સામાં સિસ્ટમ એકદમ અલગ છે.

માળખાકિય સુવિધાઓમાં સુધારણા

માળખાકિય સુવિધાઓમાં સુધારણા

અન્ય રાજ્યોમાં રોકાણ તો મળી જાય છે પરંતુ તેનો યોગ્ય દિશામાં વપરાશ થાય છે કે નહિ તે અંગે યોગ્ય ખરાઈ થતી નથી, જ્યારે ઓરિસ્સામાં રોકાણને યોગ્ય દિશામાં વાપરવા માટે માળખાકીય સુવિધાઓમાં સુધારણાને અગ્રતા આપવામાં આવી છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે રાજ્યના પાટનગર ભૂવનેશ્વર ખાતે એક્સપોર્ટ પ્રમોશન ઈન્ડ્ટ્રીયલ પાર્ક ઉભો કરવામાં આવ્યો છે, જે અન્ય રાજ્યોમાં જોવા નથી મળતો. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બળ આપવા માટે 2005-06માં 2255 લખુ ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવ્યા, આ યોજનામાં 123.23 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને તેના થકી 10308 વ્યક્તિઓને રોજગાર મળ્યું.

નવીન પટનાયક સરકાર માત્ર રોકાણકારો માટે જ શ્રેષ્ઠ છે એવુ નથી, લોહી- પરસેવો એક કરીને રાજ્યની અર્થવ્યવસ્થામાં ભાગીદાર એવા શ્રમિકો અને તેમના પરિવારના સભ્યોને પણ સરકારી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉદ્યોગોમાં લાગેલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે અને બાળ મજૂર પરિયોજના અંતર્ગત તેમને ઔપચારિક શિક્ષા અને વ્યવસાયિક પ્રશિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યના 18 જિલ્લામાં 18 બાળશ્રમિક પરિયોજનાઓ ચાલુ છે. લગભગ 33843 બાળ શ્રમિકોને રાષ્ટ્રીય બાળ શ્રમિક પરિયોજના દ્વારા સંચાલિત સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે શ્રમિકોને આપવામાં આવતા ન્યૂનતમ વેતનમાં પણ વધારો કર્યો છે.

આ મામલે પણ ઓરિસ્સા ભારતના બધા રાજ્યોથી આગળ

આ મામલે પણ ઓરિસ્સા ભારતના બધા રાજ્યોથી આગળ

ઓરિસ્સાના ઔદ્યોગિક સંશાધનો નોંધપાત્ર છે. ક્રોમાઈટ, મેંગેનીઝ અને ડોલોમાઈટના ઉત્પાદનમાં ઓરિસ્સા ભારતના બધા રાજ્યોથી આગળ છે. ઓરિસ્સા ઉચ્ચ ગણવત્તાવાળા લોખંડના ઉત્પાદનમાં પણ સૌથી આગળ છે. ઢેંકાનાલના આંતરીક જિલ્લામાં આવેલ ખાણોથી પ્રાપ્ત કોલસો રાજ્યના સ્મેલટિંગ અને ફર્ટિલાઈઝર પ્રોડક્શન માટે ઉર્જા પ્રદાન કરે છે.

રોકાણકારોની સરળતા માટે ડિજિટલ પ્લેટફોર્મ

રોકાણકારોની સરળતા માટે ડિજિટલ પ્લેટફોર્મ

રોકાણકારોની સરળતા માટે ઓરિસ્સા સરકારે ઓનલાઈન સિંગલ વિન્ડો પોર્ટલ- GO SWIFT ડેવલપ કર્યું છે. જે અંતર્ગત રોકાણકારો સહેલાઈથી રોકાણ માટેની ઓનલાઈન અરજી કરી શકે અને તેની ખરાઈ કરી પ્રપોઝલને સરકાર દ્વારા મંજૂર કે નામંજૂર કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 1508 અરજીઓ મળી છે જેમાં 3,81,468 કરોડનું રોકાણ પ્રપોઝ કરવામાં આવ્યું છે, જેમાંથી 1032 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આમ નવીન પટનાયક સરકારે રોકાણકારો માટે પણ ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરીને ભ્રષ્ટાચાર પર પણ લગામ લગાવી છે.

હકીકત એ છે કે આજે રોકણ અમલીકરણ દરમાં ઓરિસ્સા દેશનું પહેલું રાજ્ય બની ગયું છે અને રોકાણ પસંદગીના રાજ્યોમાં સતત ત્રીજા સ્થાને રહે છે. આજે ઓરિસ્સા મહિલાઓ અને યુવાઓની સહભાગિતા અને સશક્તિકરણ ખાતર સતત તેજ ગતિએ બદલાઈ રહ્યું છે.

Womens Day: આ મહિલાઓને આજે રાષ્ટ્રપતિ આપશે નારી શક્તિ સન્માન, પીએમ મોદી પણ મુલાકાત લેશેWomens Day: આ મહિલાઓને આજે રાષ્ટ્રપતિ આપશે નારી શક્તિ સન્માન, પીએમ મોદી પણ મુલાકાત લેશે

English summary
naveen patnaik's hard work made it possible, today odisha became better investment destination compared to Uttar Pradesh, Maharashtra, Gujarat, Haryana and Tamil Nadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X