નવજોત સિંહ સિદ્ધુ 'લાપતા'! અમૃતસરમાં લાગ્યા પોસ્ટર

અમૃત્તસર, 26 ઑગસ્ટઃ હાલના દિવસોમાં ટીવી શો 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'માં જોવા મળી રહેલા ભાજપના સાંસદ નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ અમૃત્તસરમાં મોર્ચો ખુલ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સિદ્ધુ લાપતા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિદ્ધુ પર પોતાના સંસદીય ક્ષેત્રમાંથી ગાયબ રહેવાના આરોપ લાગ્યા છે. આ પોસ્ટર અમૃત્તસર સંઘર્ષ સમિતિએ લગાવ્યા છે. પોસ્ટરમાં રમન બખ્શી અને રણજીત રાણા નામની બે વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સંસ્થામાં અધિકારી પદ પર છે.

નોંધનીય છે કે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે નવજોત સિંહ સિદ્ધુ રાજકારણમાંથી નિવૃત્તિ લઇ શકે છે. સિદ્ધુની નારાજગીની વાત તેમની નવજોત કૌરે ફેસબુક પર લખી હતી. અમૃત્તસરમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તેમાં એવું લખવામાં આવ્યો છે કે, આહ! સાંસદ સિદ્ધુ, ના જાણે તમે ક્યાં જતાં રહ્યાં, ગુરુની નગરી શ્રી અમૃત્તસર સાહિબના સાંસદ નવજોત સિંહ સિદ્ધુ ભોળા શહેરવાસીઓના મતોની પોટલી લઇને તમે ક્યાં જતાં રહ્યા?

navjot-singh-siddhu
અમૃત્તસર છોડીને નહીં જાઉં સ્વર્ણ મંદિરના સમ ખાઇને કહેનારા, નવજુવાનોને રોજગારી અપાવનારા, શહેરને વિશેષ દરરજો અપાવનારા, શહેરના રસ્તાઓને પ્રિટી ઝિન્ટાના ગાલોની જેમ બનાવનારા, શહેરને પેરિસ બનાવવાના બધા વચનો ભૂલીને સાંસદજી તમે ક્યાં જતા રહ્યાં? પોસ્ટરમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, વાઘાના રસ્તે પાકિસ્તાનથી અમૃત્તસર લાવીને સાંસદ બનાવી દિલ્હી મોકલનારા 40 ચોરોના શહેરવાસીઓને અપીલ છે કે તે 3 ત્રણ વર્ષથી ગાયબ અલીબાબા સાંસદને શોધીને લાવે અને સંસ્થા તરફથી 2 લાખ રૂપિયા ઇનામ તરીકે મેળવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X