પાકિસ્તાનમાં આતંકી ઠેકાણે હુમલા પછી નવજોત સિંહ સિદ્ધુનું નિવેદન

ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને જેશના આતંકી ઠેકાણે બૉમ્બ મારીને તેને તબાહ કરી નાખ્યું છે. સૂત્રો અનુસાર આ કાર્યવાહી માં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે.

ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને જેશના આતંકી ઠેકાણે બૉમ્બ મારીને તેને તબાહ કરી નાખ્યું છે. સૂત્રો અનુસાર આ કાર્યવાહી માં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. ભારતે લગભગ 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા. એરફોર્સની કાર્યવાહી પછી કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જાણો, બાલાકોટમાં હુમલા માટે વાયુસેનાએ મિરાજ 2000ને કેમ પસંદ કર્યું

નવજોત સિંહ સિદ્ધુએ એરફોર્સના વખાણ કર્યા

નવજોત સિંહ સિદ્ધુએ એરફોર્સના વખાણ કર્યા

એરફોર્સના વખાણ કરતા નવજોત સિંહ સિદ્ધુએ ટવિટ કર્યું કે, લોહા લોહે કો કાટતા હૈ, આગ આગને કાપે છે સાપ જયારે ડંખ મારે ત્યારે તેનો એન્ટીડોટ ઝેર જ હોય છે. આતંકીઓનો વિનાશ અનિવાર્ય છે ભારતીય વાયુ સેનાની જય હો, જય હિન્દ, જય હિંદની સેના. પીઓકેમાં આતંકી ઠેકાણા તબાહ કર્યા પછી નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું છે.

સાચા અને ખોટાની લડાઈમાં તટસ્થ રહેવાનો ખતરો

નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાચા અને ખોટાની લડાઈમાં તમે તટસ્થ રહેવાનો ખતરો નથી ઉઠાવી શકતા. આતંકી સંગઠનો સામે કાર્યવાહી શરુ થઇ ચુકી છે. શાબાશ, ભારતીય એરફોર્સ, જય હિન્દ. આપને જણાવી દઈએ કે પુલવામાં હુમલા પછી નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાન સામે એક શબ્દ પણ કહ્યા ના હતા. તેને કારણે તેઓ લોકોના નિશાને આવ્યા હતા અને તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

ઇન્ડિયન એરફોર્સ ફાઈટર જેટ મિરાજ-2000 પીઓકેમાં દાખલ થયા

ભારતીય એરફોર્સે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને પુલવામાંમાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધો છે. ઇન્ડિયન એરફોર્સ ફાઈટર જેટ મિરાજ-2000 પીઓકેમાં દાખલ થયા. પહેલા પાકિસ્તાન ઘ્વારા આ દાવાનોને નકારી દેવામાં આવ્યા હતા. પરંતુ ભારત ઘ્વારા આ એર સ્ટ્રાઇક વિશે પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો ઘ્વારા મળેલી જાણકારી અનુસાર ભારતીય એરફોર્સ મિરાજ જેટ્સ 21 મિનિટ સુધી પીઓકેમાં હતા અને તેમને અલગ અલગ જગ્યાઓ પર બૉમ્બ ફેંક્યા હતા. જાણો કેટલા વાગ્યે પીઓકેમાં હુમલો શરુ થયો અને કેટલા વાગ્યે તે પૂરો થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X