For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વધુ એક છેતરપિંડી, અંતિમ સંસ્કાર માટે મુસલમાન અને...', નવાબ મલિકે બતાવ્યુ ડેથ સર્ટિફિકેટ

નવાબ મલિકે વધુ એક ટ્વિટ કર્યુ છે અને દાવો કર્યો છે કે આ દસ્તાવેજ સમીર વાનખેડેની માતાના મોત સાથે જોડાયેલા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ડ્ર્ગ્સ કેસમાં બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ બાદથી એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના નિશાના પર છે. નવાબ મલિકનો આરોપ છે કે સમીર વાનખેડેએ ખોટુ જાતિ પ્રમાણપત્ર આપીને અનામત કોટામાં નોકરી મેળવી છે. હાલમાં જ નવાબ મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો પણ જાહેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ ફોટો નિકાહનામા પર હસ્તાક્ષર કરતા સમીર દાઉદ વાનખેડેનો છે. હવે નવાબ મલિકે વધુ એક ટ્વિટ કર્યુ છે અને દાવો કર્યો છે કે આ દસ્તાવેજ સમીર વાનખેડેની માતાના મોત સાથે જોડાયેલા છે.

'એક દસ્તાવેજમાં મુસ્લિમ, બીજામાં હિંદુ'

'એક દસ્તાવેજમાં મુસ્લિમ, બીજામાં હિંદુ'

નવાબ મલિકે પોતાના ટ્વિટમાં સમીર વાનખેડેની મા જાહેદા બાનોનુ મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કર્યુ છે જેમાં તેમનો ધર્મ હિંદુ લખેલો છે. વળી, બીજો દસ્તાવેજ કબ્રસ્તાનનો છે જેમાં તેમની માનો ધર્મ મુસ્લિમ બતાવવામાં આવ્યો છે. આ દસ્તાવેજો પોસ્ટ કરીને નવાબ મલિકે લખ્યુ, 'વધુ એક છેતરપિંડી, અંતિમ સંસ્કાર માટે મુસલમાન અને સરકારી દસ્તાવેજ માટે હિંદુ? ધન્ય છે દાઉદ જ્ઞાનદેવ.'

'સમીર વાનખેડેના પિતાએ સ્વીકાર્યો હતો ઈસ્લામ'

'સમીર વાનખેડેના પિતાએ સ્વીકાર્યો હતો ઈસ્લામ'

તમને જણાવી દઈએ કે નવાબ મલિક સતત એ વાત કહી રહ્યા છે કે સમીર વાનખડે જન્મથી મુસ્લિમ છે અને તેમણે અનુસૂચિત જાતિ કેટેગરીમાં આઈઆરએસની નોકરી મેળવવા માટે પોતાના પિતાની જૂની ઓળખનો ઉપયોગ કર્યો. નવાબ મલિકે દાવો કર્યો છે કે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે જાહેદા બાનો સાથે લગ્ન કરતા પહેલા ઈસ્લામ ધર્મ સ્વીકારી ચૂક્યા હતા.

હાઈકોર્ટે લગાવી મલિકની નિવેદનબાજી પર રોક

હાઈકોર્ટે લગાવી મલિકની નિવેદનબાજી પર રોક

વળી, સમીર વાનખેડે અને તેમના પરિવારે આ બધા આરોપોને ફગાવીને નવાબ મલિક સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે. આ કેસમાં સુનાવણી કરીને ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટે વાનખેડે પરિવાર સામે નવાબ મલિકની નિવેદનબાજી પર રોક લગાવી દીધી છે. આ આદેશ બાદ નવાબ મલિકના વકીલે હાઈકોર્ટમાં જણાવ્યુ કે હવે નવાબ મલિક 9 ડિસેમ્બર સુધી સમીર વાનખેડેના પરિવાર સામે કોઈ નિવદેન નહિ આપે અને સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નહિ નાખે.

'આ શું કર્યુ તે સમીર દાઉદ વાનખેડે'

'આ શું કર્યુ તે સમીર દાઉદ વાનખેડે'

ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે જ નવાબ મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. નવાબ મલિકે દાવો કર્યો કે ફોટામાં દેખાઈ રહેલો વ્યક્તિ સમીર દાઉન વાનખેડે છે અને તે પોતાના નિકાહનામા પર હસ્તાક્ષર કરી રહ્યા છે. આ ફોટા સાથે કેપ્શનમાં નવાબ મલિકે લખ્યુ, 'કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે... આ શું કર્યુ તે સમીર દાઉદ વાનખેડે...'

English summary
Nawab Malik accuses Sameer Wankhede of another fraud by new tweet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X