For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત માટે કેટલા 'શરીફ' સાબિત થશે શરીફ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 મેઃ ભારત, સામાન્ય ચૂંટણીમાં નવાઝ શરીફની જીતનું સ્વાગત કરી ચૂક્યું છે. તેણે બન્ને દેશો વચ્ચે સારા સંબંધો બનાવવાના તેમના એલાનનું પણ ઉષ્માભેર સ્વાગત કર્યું છે, પરંતુ વિદેશી મામલાઓના વિશેષજ્ઞ અતીતમાં તાલિબાન સાથે રહેલા તેમના સંબંધોને જોઇને થોડી સાવધાની રાખવાનું સુચવી રહ્યાં છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ(પીએમએલ-એન)ના અધ્યક્ષ નવાઝ શરીપ ત્રીજી વાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની રહ્યાં છે. તેમણે સોમવારે કહ્યું કે, તે શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહને આમંત્રિત કરશે.

nawaz-sharif
તેમણે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કરવાના પોતાના વચનને પણ દહોરાવ્યું હતું. કરાચીમાં ભારતીય મહાવાણિજ્યદૂત રહી ચૂકેલા રાજીવ ડોગરા અનુસાર, શરીફને સારી રીતે ખબર છે કે 1993માં મુંબઇના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 1999માં કારગિલ યુદ્ધ અને મુંબઇમાં 26/11 જેવા હુમલાઓની ઘટનાએ ભારતને દુઃખી કર્યુ છે. ડોગરાનું કહેવું છે કે તેમણે સારી રીતે જાણ છે કે ભુલ શું છે અને કોની ભુલ છે.

ડોગરાએ તેમની તાલિબાન સાથે 'સહાનુભૂતિ' પર પ્રશ્નાર્થ ચિન્હ કર્યું છે. તાલિબાને ચૂંટણી પ્રચાર દમરિયાન પીએમએલ-એનના કાર્યકર્તાઓને બખ્શી દિધા હતા, પરંતુ તેમણે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી, અવામી નેશનલ પાર્ટી અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના ઉમેદવારો પર જાનલેવા હુમલાઓ કર્યા. જે ભારત માટે પરેશાનીની વાત છે. ડોગરાએ કહ્યું છે કે આપણે આપણી જાતને પ્રશ્નો પૂછવા જોઇએ કે શરીફની તાલિબાન પ્રત્યે કેટલી સહાનુભૂતિ છે?

તાલિબાનથી સહાનુભૂતિ મળવી ખરાબ વાત છે અને તાલિબાનને પ્રતિ હમદર્દી રાખવી તેનાથી પણ ખરાબ છે. જે ભારત માટે પરેશાનીની વાત હોવી જોઇએ, કારણ કે તેમના મધુર સંવાદોના વચનોનો કોઇ અર્થ રહી જતો નથી. વિશ્વ મામલાઓની ભારતીય પરિષદ(આઇસીડબલ્યુએ)ના અધ્યક્ષ અને પૂર્વ રાજનયિક રાજીવ ભાટિયાએ કહ્યું કે, ભારત સાથે સંબંધોના મામલામાં શરીફનો ઇતિહાસ સારો છે.

પરંતુ કોઇ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા થોડી સાવધાની રાખવી જોઇએ. કારણ કે આજના પાકિસ્તાન અને 1999ના પાકિસ્તાન અને દક્ષિણ એશિયા વચ્ચે જમીન-આકાશનો તફાવત છે. વિદેશ મંત્રાલયના સચિવ રહી ચુકેલા એએન રામે કહ્યું કે શરીફ સજજન વ્યક્તિ છે. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમની ઉપલબ્ધિઓ ઠીક રહી છે. તેમ છતાં થોડા સમય માટે આપણે તમને પરખવા જોઇએ.

વરિષ્ઠ પત્રકાર એસ નિહાલ સિંહે કહ્યું છે કે એ જોવાનું છે કે શરીફ તાલિબાન સાથે પોતાના સંબંધોને કેવી રીતે પરિભાષિત કરે છે. તેમણે સેનાની સાથે પોતાના સંબંધોને પુનઃઋ પરિભાષિત કરવાના છે, જે પાકિસ્તાનમાં એક મહત્વનું સ્તંભ છે. તેમણે કહ્યું કે, 1999ના કારગિલ યુદ્ધમાં શરીફની ભૂમિકાને લઇને સંશય છે. તેમ છતાં તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે પગલા ઉઠાવ્યાં છે.

English summary
Pakistan's incoming Prime Minister Nawaz Sharif has said he wanted to end the mistrust which had long dogged relations with India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X