For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નક્સલી હુમલો: બસ્તર SP સસ્પેંડ, IG, DM દૂર કરાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાયપુર, 29 મે: છત્તીસગઢ સરકારે રાજ્યના બસ્તર જિલ્લામાં કોંગ્રેસના નેતાઓના કાફલા પર નક્સલી હુમલાની ઘટના બાદ મોટી કાર્યવાહી કરતાં બસ્તર જિલ્લાના પોલીસ અધીક્ષકને સસ્પેંડ કરી દિધા છે તથા બસ્તર વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લાના કલેક્ટરને દૂર કરવામાં આવ્યાં છે.

રાજ્યના જનસંપર્ક વિભાગના સચિવ અમન સિંહે આજે અહીં ભાષાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બસ્તર જિલ્લામાં નક્સલી હુમલામાં કોંગ્રેસ નેતાઓની હત્યા બાદ કાર્યવાહી કરતાં બસ્તર જિલ્લાના પોલીસ અધિક્ષક મયંક શ્રીવાસ્તવને સસ્પેંડ કરી દેવામાં આવ્યાં છે તથા બસ્તર વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક (આઇજી) હિમાંશુ ગુપ્તા તથા બસ્તરના કલેક્ટર પી અંબલગનને દૂર કરવામાં આવ્યાં છે.

અમન સિંહે જણાવ્યું હતું કે શ્રીવાસ્તની જગ્યાએ અજય યાદવ બસ્તર જિલ્લાના નવા પોલીસ અધિકક્ષ હશે તથા હિમાંશુ ગુપ્તાની જગ્યાએ અરૂણ દેવ ગૌતમ બસ્તર વિસ્તારના નવા પોલીસ મહાનિરીક્ષક (આઇજી)નું પદ સંભાળશે. બીજી તરફ જશપુર જિલ્લાના કલેક્ટર અંકિત આનંદને બસ્તર જિલ્લાના કલેક્ટર તરીકે નિમવામાં આવ્યાં છે. તેમને જણાવ્યું હતું કે સસ્પેન્સન દરમિયાન શ્રીવાસ્તવ પોલીસ મહાનિર્દેશક રામનિવાસના કાર્યાલયમાં જોડાયેલા રહેશે તથા પોલીસ મહાનિરીક્ષક હિમાંશુ ગુપ્તા પોલીસ મહાનિરીક્ષ સીઆઇડી હશે. તો અંબલગનને મંત્રાલયમાં ઉપ સચિવના પદ પર નિમવામાં આવ્યાં છે.

naxal-attack

અમન સિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાજ્યમાં મહત્વપૂર્ણ વ્યક્તિઓની સુરક્ષાની જવાબદારી પોલીસ મહાનિર્દેશક રામનિવાસને સોંપવાનો નિર્ણય કર્યો છે તથા પોલીસ મહાનિરિક્ષક જીપી સિંહ ડીઆઇજી દિપાશું કાબરા રામનિવાસનો સહયોગ કરશે. રાજ્યમાં નક્સલી હુમલામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને પૂર્વ નેતા પ્રતિપક્ષ મહેન્દ્ર કર્મા સહિત 27 લોકોની હત્યા બાદ રાજ્ય સરકાર પ્રથમ મોટી કાર્યવાહી કરી રહી છે.

રાજ્યના બસ્તર વિસ્તારમાં નક્સલીઓએ શનિવારે કોંગ્રેસની પરિર્તન યાત્રા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને પૂર્વ નેતા પ્રતિપક્ષ મહેન્દ્ર કર્મા સહીત 27 લોકોના મોત નિપજ્યાં હતા. આ હુમલામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા વિદ્યાચરણ શુક્લ સહિત 37 લોકો ઘાયલ થયા હતા.

English summary
slammed Union Home Minister Sushilkumar Shinde for his absence from the country in the aftermath of the Naxal attack in Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X