For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢના સુકમામાં ફરી નક્સલી હુમલો, 3 જવાન શહીદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાયપુર, 9 એપ્રિલ: છત્તીસગઢમાં જવાનોને નિશાન બનાવીને નક્સલીઓ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર લોકસભા વિસ્તારમાં મતદાનના એક દિવસ પહેલાં નક્સલીઓને બે અલગ હુમલામાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળના બે જવાન શહિદ થયા છે તથા છ અન્ય પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે.

રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ અહી જણાવ્યું હતું કે રાજ્યના સુકમા જિલ્લામાં નક્સલીઓએ ગોળીબારી કરી કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળના બે જવાનોની હત્યા કરી દિધી છે તથા ડેપ્યુટી કમાન્ડર સહિત ચાર અન્ય ઘાયલ છે. તો બીજી તરફ બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ બારૂદી સુંરંગમાં વિસ્ફોટ કર્યો છે. જેમાં બે સીઆરપીએફ જવાન ઘાયલ થયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલીઓએ આજે સુકમા જિલ્લાના ચિંતાગુફા પોલીસ મથકમાં પોલીસ દળ પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળના 206 કોબરા બટાલિયનના જવાન નરસિંહ અને જવાન ચંદ્રકાંત શહીદ થઇ ગયા છે તથા ડેપ્યુટી કમાંડેંટ રમેશ કુમાર સહિત ચાર અન્ય પોલીસ કર્મી ઘાયલ થઇ ગયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલીઓએ પોલીસ દળ પર તે સમયે ઘાત લગાવીને હુમલો કર્યો જ્યારે ભૂરકાપાલમાં મતદાન દળને પહોંચાડી પરત ફરી રહ્યાં હતા. નક્સલીઓની ગોળીબારી બાદ પોલીસ દળે પણ જવાબી કાર્યવાહી કરી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને તરફથી લગભગ એક કલાક સુધી ગોળીબારી બાદ હવે ગોળીબારી બંધ થઇ ગઇ છે તથા પોલીસ દળના હુમલામાં નક્સલીઓની શોધ શરૂ કરી દિધી છે.

naxal-attack-chhattisgarh-602

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ જવાનોની લાશ તથા ઘાયલ અધિકારી અને જવાનોને ઘટનાસ્થળથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તથા ઘટનાસ્થળ પર વધારાના પોલીસ દળને રવાના કરી દેવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ્તર વિસ્તારના બીજાપુર જિલ્લામાં એક અન્ય ઘટનામાં નક્સલીઓએ આજે બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો જેમાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે બીજાપુર જિલ્લાના ગંગાલૂર પોલીસ મથકમાં પોલીસ દળને આજે રોડ ઓપનિંગ માટે ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ કર્મીઓના પગ નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા બોમ્બર પર પડ્યા હતા. જેથી વિસ્ફોટ થયો. આ ઘટનામાં સીઆરપીએફની 85મી બટાલિયન નિરીક્ષક રેશમ લાલ અને આરક્ષક પુષ્પરાજ ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ વધારાની પોલીસ દળને ઘટનાસ્થળ માટે રવાના કરવામાં આવી તથા ઘાયલોને હેલિકોપ્ટરથી રાયપુર રવાના કરવામાં આવ્યા છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્તરમાં ગુરૂવારે 10 એપ્રિલના રોજ મતદાન છે. વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનો ગોઠવવામાં આવ્યા છે.

English summary
Three personnel of Cobra Force of CRPF killed in Naxal encounter in Sukma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X