• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઓવાદીઓનો ટાર્ગેટ મોટા શહેરોમાં હત્યાઓને અંજામ આપવનો છે: રિપોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 મે: ગુપ્તચર રિપોર્ટ અનુસાર માઓવાદી આગામી મહિને દિલ્હી જેવા મોટા શહેરોમાં ટાર્ગેટ નક્કી કરી હત્યાઓ કરી શકે છે કારણ કે તે મોટાપાયે હિંસા ફેલાવવાની તક શોધી રહ્યાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છત્તીસગઢમાં કોંગ્રેસ નેતાઓ સહિત 27 લોકોની હત્યા બાદ નક્સલીઓનો જુસ્સો ખૂબ વધી ગયો છે. હવે તે પોતાભા પ્રભાવવાળા વિસ્તારની બહાર પણ ભાકપા-માઓવાદીની ગતિવિધિઓનો વિસ્તાર કરવા માંગે છે અને લક્ષ્ય નક્કી કરી હત્યાઓ કરીને મહત્વપૂર્ણ વિકલ્પ માની રહ્યાં છે.

ગુપ્તચર એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માઓવાદીને હાલમાં ઘણું નુકસાન વેઠવું પડે છે અને જગદલપુરમાં શનિવારે કરવામાં આવેલો હુમલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી જતાં માઓવાદીઓના પ્રયત્નનું પરિણામ હતું. સાથે તે પોતાની હાજરીવાળી જગ્યાઓ પર રહેતા લોકો પર પોતાના પ્રભાવને ફરીથી સ્થાપિત કરવા માંગે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકોનું ધ્યાન ખેંચવા તથા પોતાની કેડરોનો જુસ્સો વધારવા માટે તથા ફાયદો મેળવવા માટે માઓવાદીઓ હવે મોટાપાયે હિંસાની ફેલાવવાનો પ્રયત્ન કરશે અને શહેરી વિસ્તારોમાં સરળતાથી શિકાર બનાવવામાં આવનાર લોકોને નિશાના પર લેશે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે માઓવાદીઓની નિરાશાનો અંદાજો તેમના ટોચના નેતાઓ વચ્ચે થયેલી વાતચીતને સાંભળીને લગાવી શકાય છે. સુરક્ષા એજન્સીઓએ માઓવાદીઓના કેટલાક ટોચના નેતાઓની વાતચીત સાંભળી છે જે છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સાના ઘોર જંગલોમાં છુપાયેલા છે. સુરક્ષા એજન્સીઓનું માનીએ તો માઓવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી એક દિર્ધકાલિન લક્ષ્ય છે અને તેના માટે અર્ધસૈનિક બળોના 27 હજારો જવાનોની જરૂર પડશે.

બસ્તર (છત્તીસગઢ), મલ્કાનગિરી, કોરાપુર (ઓરિસ્સા) અને લાતેહર (ઝારખંડ)માં નક્સલીઓના પ્રભાવવાળા વિસ્તારોમાં તેમનો સફાયો કરવા માટે લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગશે. હાલમાં નક્સલ વિરોધી અભિયાનોમાં અર્ધસૈનિક દળોના 82 હજારો જવાનો તૈનાત છે. આ ઉપરાંત રાજ્ય પોલીસના જવાનો પણ આ અભિયાનમાં સામેલ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તાર છે જ્યાં તંત્રના નામે કોઇ ચીજ નથી અને પોલીસ પણ એકદમ ઓછી સંખ્યામાં તૈનાત છે. માઓવાદી આ સ્થિતીનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બસ્તર વિસ્તારમાં, જે કેરલ રાજ્યના બરાબર ક્ષેત્રફળવાળો છે. ફક્ત 18 હજાર સુરક્ષા જવાનો તૈનાત છે જે પૂરતા નથી.

સુરક્ષા બળ કોબરા અને આંધ્ર પ્રદેશના ગ્રેહાઉણ્ડ્સ જેવા વિશિષ્ટ બળોને પણ સામેલ કરી નક્સલીઓ વિરૂદ્ધ નિર્ણાયક અભિયાન તૈયાર કરી રહ્યાં છે, ત્યારે ગુપ્ત માહિતીના આધારે અભિયાન નજીકના ભવિષ્યમાં થઇ શકે છે. નવી રણનિતી હેઠળ છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સામાં માનવરહિત હવાઇ યાન (યૂએવી)ની મદદથી પહેલાં શોધખોળ અભિયાન ચલાવ્યું હતું અને પછી વિશેષ દળો સહિત સુરક્ષા દળોનો ઉપયોગ કરી કેટલાક સ્થળો પર હુમલો કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી રણનિતી હેઠળ પહેલાં નક્સલીઓના નિયંત્રણવાળા વિસ્તાર પર કબજો કરી લેવામાં આવશે અને પછી સુરક્ષાદળોનું અભિયાન સંચાલિત કરવામાં આવશે.

English summary
Major urban centres, including the national capital, may witness targeted killings by Maoists in coming months as the ultras are looking for opportunities to carry out violence, intelligence reports have warned.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X