For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ પવારઃ રાજ્યમાં બદલાવની જરૂર હતી, ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે લેશે શપથ

મહાવિકાસ અઘાડીના નેતા અને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ પાસ થયા બાદ એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે રાજ્યમાં બદલાવની જરૂર હતી.

|
Google Oneindia Gujarati News

મહાવિકાસ અઘાડીના નેતા અને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવને મંગળવારે મુંબઈની ટ્રાઈડન્ટ હોટલમાં બધા ધારાસભ્યોએ સર્વસંમતિથી પાસ કરી દીધો. ત્યારબાદ એનસીપી પ્રમુખ શરદ પવારે તેમને બુકે ગિફ્ટ આપ્યુ. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ પક્ષોના નેતા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને સરકાર બનાવવાનો ઔપચારિક દાવો રજૂ કરશે.

sharad pawar

મહાવિકાસ અઘાડીના નેતા અને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ પાસ થયા બાદ એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે રાજ્યમાં બદલાવની જરૂર હતી. બાલાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરીને શરદ પવારે કહ્યુ કે બાલાસાહેબ ઘણા હાજરજવાબી હતા. જો આજે તો હોત તો ખૂબ ખુશ થાત. સર્વસંમતિથી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીની જવાબદારી આપવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરેના થપશ ગ્રહણ વિશે શરદ પવારે કહ્યુ કે મહાવિકાસ અઘાડીના ત્રણ પ્રતિનિધિ આજે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથગ્રહણ 1 ડિસેમ્બરે મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવશે. વળી, મહાવિકાસ અઘાડીના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે ક્યારેય વિચાર્યુ નહોતુ કે હું સીએમ બનીશ. સંઘર્ષના સમયે બાલાસાહેબની બહુ યાદ આવે છે. મહા વિકાસ અઘાડીના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધીનો આભાર માન્યો.

ઉદ્ધવે કહ્યુ કે તમે લોકોએ મને તમારો નેતા ચૂંટ્યો છે. અમે બધા એક પરિવારની જેમ કામ કરીશુ. આમ આદમીને લાગવુ જોઈએ કે આ તેમની સરકાર છે. સરકાર બન્યા બાદ મોટા ભાઈને મળવા માટે દિલ્લી જવાનો છુ. દેવેન્દ્ર ફડણવીસની પ્રેસ કૉન્ફરન્સ બાદ લાગ્યુ કે આ સંબંધ હવે ન રહેવો જોઈએ. મારા હિંદુત્વમાં કોઈ જૂઠાણુ નથી. તે કહી રહ્યા છે કે અમે શિવસેનાના આદર્શોનુ ઉલ્લંઘન કર્યુ પરંતુ હું જણાવવા ઈચ્છુ છુ કે તેમને પાલખીમાં બેસાડવા માટે શિવસેનાની સ્થાપના નહોતી થઈ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર કાલે, પ્રોટેમ સ્પીકર લેવડાવશે ધારાસભ્યોને શપથઆ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર કાલે, પ્રોટેમ સ્પીકર લેવડાવશે ધારાસભ્યોને શપથ

English summary
NCP Chief Sharad Pawar says 3 representatives of 'Maha Vikas Aghadi' will meet Governor today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X