NCP નેતા પદ્મસિંહ પાટિલે આપી છે મારા નામની સોપારી: અણ્ણા હઝારે

જનતંત્રયાત્રા પર નીકળેલા અણ્ણા હઝારેએ હરિયાણાના યમુનાનગરમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે એનસીપીનો એક નેતા તેમની પાછળ હાથ ધોઇને પડ્યો છે. અને તે તેમને મારવા પણ માંગે છે. અણ્ણાના આ ચોકાવનારા ખુલાસાથી વિવાદ પણ ઉઠ્યો છે.
અણ્ણા હઝારેએ જણાવ્યું કે એનસીપી નેતા પદ્મસિંહ પાટિલથી તેમના જીવને જોખમ છે. ગુરુવારે એક જનસભામાં અણ્ણાએ જણાવ્યું કે 'મારા આંદોલનોથી કેટલાક લોકોના લાગણીને ઠેસ પહોંચી છે. જો જનતાની ઇચ્છા જાણી કાનૂન નહીં બનાવાય તો અંગ્રેજો અને હાલની સરકારમાં કોઇ ફર્ક નહીં રહી જાય.'












Click it and Unblock the Notifications
