For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી મેજિક : UPA સામે NDAને મળી રહી છે વધુ બેઠકો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર : લોકસભા ચૂંટણી 2014ને માટે જેમ જેમ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધતી જાય છે તેમ તેમ ચૂંટણી સર્વેક્ષણના પરિણામોમાં પણ મોદી મેજિકની અસર જોવા મળી રહી છે. તાજેતરમાં સીએસડીએસ તરફથી કરવામાં આવેલા એક ચૂંટણી સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સામે સીધી વધારે સીટો મળતી જોવામાં આવી રહી છે.

આ સર્વેક્ષણ અનુસાર વર્ષ 2009માં કોંગ્રેસે આ ચાર રાજ્યોમાં 40 બેઠકો જીતી હતી. હવે આ ચારે રાજ્યોમાં કોંગ્રેસ 28 બેઠકો ગુમાવી રહી છે તેવા તારણો મળી રહ્યા છે. બીજી તરફ વર્ષ 2009માં આ ચાર રાજ્યોમાં ભાજપને 30 બેઠકો મળી હતી. તેની સામે આ વખતે બીજી 27 બેઠકો પર ભાજપને જીત મળે તેવી સંભાવના જોવા મળી રહી છે.

narendra-modi-as-pm-candidate

સીએસડીએસના સર્વે અનુસાર આ ચાર રાજ્યોની કુલ 72 બેઠકોમાંથી ભાજપને 57 અને કોંગ્રેસને 12 બેઠકો મળતી હોવાનું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ માટે આટલી મોટી સંખ્યામાં બેઠકો ઘટવાની શક્યતા ભૂકંપ સમાન છે.

બીજી તરફ એનડીએને મળનારી સંભવિત બેઠકોની સંખ્યા 187થી વધીને 195 થઇ શકે છે. જો વડાપ્રધાન પદના ઉમેદવાદની વાત કરીએ તો નરેન્દ્ર મોદી લોકોની પહેલી પસંદ છે. આ ચાર રાજ્યોની 45 ટકા જનતા ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને. જ્યારે માત્ર 29 ટકા લોકોની પસંદ છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને,

English summary
NDA is taking lead on UPA : CSDS survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X