શિવસેનાએ સુષ્માની જીદ છોડી, અન્ય કોઇ નામ હોય તો જાહેર કરો: ઉદ્ધવ ઠાકરે

પાર્ટીના મુખપત્ર સામનામાં છપાયેલા ઇન્ટરવ્યુંમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બાળા સાહેબે વડાપ્રધાન પદ માટે સુષ્મા સ્વરાજને લાયક ઉમેદવાર ગણાવ્યા હતા, પરંતુ મારું માનવું છે કે યોગ્ય વાતચીતની જરૂરિયાત છે. યોગ્ય તાલમેળ અને કોઓર્ડિનેટએસ માટે સામે આવવું જોઇએ. અંતિમ સમયે કોઇ સમસ્યા સર્જાય નહી. આગામી એપ્રિલ-મે મહિનામાં ચુંટણી યોજાનારી છે. આવા સમયે આપણે વડાપ્રધાન પદના ઉમેદવારને નક્કી કરવા પડશે ત્યારે અત્યારથી જ ચર્ચા કેમ શરૂ કરવામાં આવતી નથી.
બાળા સાહેબે સુષ્મા સ્વરાજનું નામ લીધું હતું પરંતુ તમારી પાસે અન્ય કોઇ નામ હોય તો જાહેર કરો તે અંગે વિચાર કરીશું. રાષ્ટ્રપતિની ચુંટણીમાં જેવું થયું હતું તેવું થવું ન જોઇએ. સુષ્મા સ્વરાજનું નામ ખુદ બાલા સાહેબે આગળ કર્યું હતું. બાળા સાહેબને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને કહ્યું હતું કે 'મને વડાપ્રધાન પદ માટે સુષ્મા સ્વરાજ સૌથી યોગ્ય લાગે છે. વડાપ્રધાન તરીકે તે જબરજસ્ત કામ કરશે. વડાપ્રધાન પદ માટે તે પસંદકાર ઉમેદવાર રહેશે. તે આ પદ માટે લાયક છે અને હોશિયાર પણ.'
આવા સમયે એ સ્પષ્ટ છે કે ભાજપ માટે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન દબાણ લાવવાનું કામ કરશે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે ભલે પાર્ટીની અંદર નેતાઓને વડાપ્રધાન પદના ઉમેદવારના મુદ્દે નિવેદનબાજી ન કરવાની સલાહ આપી હોય પરંતુ ઉદ્ધવ ઠાકરેનું મોં કેવી રીતે બંધ કરશે. આટલું જ નહી ઉદ્ધવ ઠાકરેએ ચેતાવણી આપી છે કે મોડું કરવાથી રાષ્ટ્રપતિની ચુંટણીમાં જેવી સ્થિતી સર્જાઇ હતી તેવી સ્થિતી સર્જાઇ શકે છે.












Click it and Unblock the Notifications
