India- Nepal: ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદ નક્કી કરતા પિલર ગાયબ, SSBએ પેટ્રોલિંગ વધાર્યું
India- Nepal: ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદ નક્કી કરતા પિલર ગાયબ, SSBએ પેટ્રોલિંગ વધાર્યું
બરેલીઃ ચીનના રવાડે નેપાળે ભારત સાથે સીમા વિવાદને ઉત્તેજન આપ્યું છે. તાજા ઘટનાક્રમમાં જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ ઉથ્તર પ્રદેશથી લાગેલ નેપાળી સીમા પર બોર્ડર પોસ્ટ્સ ગાયબ થઇ ગઇ છે. જે બાદ ભારતે નેપાળની સરહદ પર પેટ્રોલિંગ વધારવાનો ફેસલો લીધો છે. જણાવી દઇએ કે પાછલા દિવસોમાં બિહારના સીતામઢીમાં નેપાળ બોર્ડર પર ફાયરિંગ થયું હતું. આ ઘટનાની પહેલા જ તણાવપૂર્ણ સંબંધો વધુ બગડતા જોવા મળવા લાગ્યા છે.

વિદેશ મંત્રાલય નજર રાખી રહ્યું છે
નેપાળ બોર્ડરની સુરક્ષાની જવાબદારી સશસ્ત્ર સમા બળ (SSB) પર છે. એસએસબી અધિકારીઓ તરફથી ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગ અે લખીમપુર ખીરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આ વિશે જાણકારી આપવામાં આવી છે. નેપાળે પણ ભારત પાસેથી સીમા પર પાંચ નવી બોર્ડર પોસ્ટ્સ સેટ કરી દીધી છે. નેપાળ તરફથી આ નવી બોર્ડર આઉટ પોસ્ટ્સને એવી જગ્યાએ લાવવામાં આવી છે જ્યાં એસએસબીના જવાનો અને નેપાળનું સશસ્ત્ર પ્રહરી બળ તહેનાત રહે છે. આ દરમિયાન ભારતયી ે નેપાળ સીમા પર લાગેલી બધી જ બોર્ડર આઉટપોસ્ટ્સને અલર્ટ કરી દીધા છે. આની સાથે જ પેટ્રોલિંગ પણ તેજ કરી દીધું છે. વિધેશ મંત્રાલય તરફથી આ સમગ્ર મામલે સતત નજર રાખવામાં આવી રહી છે. લખીમપુરી ખીરીમાં એસએસબીની 39મી બટાલિયન 62.9 કિમી લાંબા નેપાળ બોર્ડરની સુરક્ષા કરે છે. હાલમાં જ એસએએસબી કમાંડેન્ટ મુન્ના સિંહ રફથી જિલ્લાના ડીએમને ગાયબ પાર્સલની જાણકારી આપવામાં આવી છે. તેમણે નેપાળ તરફથી અતિક્રમણની વાત પણ કહી છે.

ડીએમે નેપાળી અધિકારીઓને ચિઠ્ઠી લખી
લખીમપુર ખીરી જિલ્લા નેપાળના કૈઇલાલી અને કંચનપુર જિલ્લા સાથે બોર્ડર શેર કરે છે. હાલમાં જ બિહારમાં નેપાળ બોર્ડર પર થયેલ ફાયરિંગ બાદ બાકી જગ્યાઓએ પણ નેપાળ બોર્ડર પર હાઇ અલર્ટ છે. દુધવા નેશનલ પાર્ક જ્યાંથી બોર્ડર પસાર થાય છે ત્યાં ભારતના જંગલોમાં નેપાળ તરફથી તસ્કરો આવ્યા હોવાના સમાચારો હતા. જો કે એસએસબી કમાંડેંટ તરફથી આ ઘટના પર કોઈ જાણખારી આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવી હ્યું છે કે લખીમપુર ખીરી જિલ્લાના ડીએમ તરફથી નેપાળના અધિકારીઓ સાથે મુલાકાત કરી આ મામલાને ઉકેલવાની વાત કહી છે.

બોર્ડર આઉટપોસ્ટ્સમાં નેપાળ વધારો કરી રહ્યું છે
ઇંગ્લિશ ડેલી હિન્દુસ્તાન ટાઇમ્સ મુજબ નેપાળ તરફથી ભારતની બોર્ડર પર ાઉટપોસ્ટ્સની સંખ્યા 100 સુધી કરવાની યોજના બનાવવામાં આવી છે. વર્તમાનમાં 121 બોર્ડર આઉટપોસ્ટ્સ છે અને માનવામાં આવી રહ્યું છે કે આગલા વર્ષ સુધી નેપાળ તેને વધારીને 221 સુધી કરવા માંગે છે. સૂત્રો મુજબ નેપાળની યજના બોર્ડર આઉટપોસ્ટ્સને વધારી 500 સુધી કરવાની છે. એસએસબી અને ઈંટેલીજેન્સ એજન્સીઓ પાસે આ વાતની જાણકારી છે કે નેપાળ પ્રહાર તરફથી પહેલા જ દેશના ગૃહમંત્રાલય તરફથી વધારાની 100 પોસ્ટ્સને મંજૂરી આપી દેવામાં આવી છે. પોસ્ટ્સને 500 સુધી વધારવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે.

લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરામાં પણ પોસ્ટ્સ
નેપાળના ગૃહમંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી અને પ્રવકતા કેદારનાથ શર્માએ આ વાતની પુષ્ટિ હિન્દુસ્તાન ટાઇમ્સને કરી કે બોર્ડર આઉટપોસ્ટ્સની સંખ્યા 100 સુધી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેમનું કહેવું હતું કે 15 જુલાઈ 2021 સુધી બોર્ડર પોસ્ટ્સને વધારી 221 સુધી કરવાની ઈચ્છા છે. જ્યારે નેપાળ આર્મ્ડ પોલીસ ફોર્સના અધિકારીઓએ કહ્યું કે બોર્ડ આઉટપોસ્ટ્સ એટલા માટે પણ વધારવામાં આવી રહ્યો છે જેથઈ ક્રાઇમને નિયંત્રિત રાખી શકાય. સાથે જ કોઈપણ અનાધિકૃત વ્યક્તિને દેશમાં દાખલ થવાથી રોકી શકાય. દિલચસ્પ વાત એ છે કે નવી પોસ્ટ્સમાંથી કેટલીક પોસ્ટ લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરામાં છે, આ એવા ત્રણ વિસ્તારો છે જેમને નેપાળે પોતાની સીમામાં દેખાડ્યા છે.












Click it and Unblock the Notifications
