For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતાજી અંગેના અનેક રહસ્યો ખુલશે, 64 ફાઈલ અને 12,744 પેજના દસ્તાવેજો જાહેર

|
Google Oneindia Gujarati News

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુ સાથે જોડાયેલી ફાઈલો આજે જાહેર કરી દેવામાં આવી છે. આ તમામ દસ્તાવેજો નેતાજીના પરિજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા.

કોલકાતાના પોલીસ કમીશ્નર સુરજીતકર પુરક્યાસ્થાએ જણાવ્યું છે કે, નેતાજીને લગતી ફાઈલો કોલકાતા પોલીસ મ્યુઝિયમમાં મુકવામાં આવી છે. કુલ 64 ફાઈલ છે અને તેમાં 12744 પેજ છે. આ દરેક ફાઈલ ડિજીટાઈઝ્ડ કરીને મુકવામાં આવી છે. હવે દરેક સામાન્ય લોકો પણ ભારતના મહાન દિકરા નેતાજી અંગે બધું જ જાણી શકશે.

subhash chandra bose

આ તમામ દસ્તાવેજો લોકો સોમવારથી નિહાળી શકશે
આ ફાઈલોમાં એવા પુરાવા છે જેનાથી ખ્યાલ આવે છે કે, નેતાજી લગભગ વર્ષ 1964 સુધી જીવતા હતાં. જ્યારે અત્યાર સુધી એવુ માનવામાં આવે છે કે તેમનું અવસાન એક પ્લેન ર્દુઘટના દરમિયાન 1945માં થયું હતું.

મૃત્યુ અંગે ઊભા થયા હતા સવાલ
આ ફાઈલમાં અમુક એવા ડોક્યુમેન્ટ છે જેના આધારે જાણવા મળે છે કે નેતાજીના પ્લેન ક્રેશ દરમિયાન મૃત્યુ થયુ હોવાની બાબતે ઘણાં સવાલ ઊભા થયા હતાં.

64 ફાઈલો જાહેર કરવામાં આવી
64 ફાઈલોને જાહેર કરવામાં આવી છે. આ ફાઈલો 1937થી 1947 વચ્ચેની છે. અમુક ફાઈલોમાં 300 પેજ સુધી છે. જ્યારે અમુક ફાઈલોમાં હાથેથી લખેલી નોટ્સ છે.

English summary
The West Bengal police today de-classified 64 files containing 12,744 pages relating to Netaji Subhas Chandra Bose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X