અફઘાનિસ્તાનથી બહાર આવતા લોકોને સરળતાથી મળશે વિઝા, ભારત સરકારે શરૂ કરી નવી વિઝા કેટેગરી
નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાના કારણે ખરાબ થયેલી સ્થિતિને જોતા ભારત સરકારે ઈલેક્ટ્રોનિક વિઝા સર્વિસની શરૂઆત કરી છે. ગૃહ મંત્રાલયે સ્થિતિને જોતા વિઝાની જોગવાઈની સમીક્ષા કરી હતી ત્યારબાદ સરકારે વિઝાની એક નવી કેટેગરી 'ઈ-ઈમરજન્સી એક્સ-વિવિધ વિઝા' સર્વિસ શરૂ કરી છે. સરકારની આ કોશિશ બાદ વિઝા માટે આવેદન કરનારા સરળતાથી વિઝા મેળવી શકશે.
દેશ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ અશરફ ગની
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની પકડ મજબૂત થયા બાદ ત્યાંથી ભાગવા માટે લોકો મજબૂર છે. સોમવારે અમેરિકી વાયુસેનાના વિમાનમાં ઘૂસવા માટે લોકો માટે ભાગદોડ મચી ગઈ જેમાં 7 લોકોના મોત થઈ ગયા. સોશિયલ મીડિયા પર વિમાનથી નીચે પડતા લોકો પણ જોવા મળ્યા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનનો કબજો થયા બાદ ત્યાંના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા છે ત્યારબાદથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
કાબુલથી 120 ભારતીય અધિકારીઓ આજે પહોંચશે હિંદુસ્તાન
અફઘાનિસ્તાનમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે ભારત સહિત ઘણા દેશોએ પોતાના દૂતાવાસને ખાલી કરાવવાનુ શરૂ કરી દીધુ છે. ભારતીય વાયુ સેનાનુ સી-17 વિમાન મંગળવારે સાંજ સુધી 120 અધિકારીઓને લઈને હિંદુસ્તાન પાછુ આવશે. આ વિમાને સોમવારે મોડી રાતે કાબુલથી ઉડાન ભરી.
24 કલાકની અંદર કાબુલ પર થયો તાલિબાનનો કબજો
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અત્યાર સુધી તાલિબાનના કબજાથી દૂર હતી પરંતુ છેલ્લા 24 કલાકની અંદર કાબુલ પર પણ તાલિબાની આતંકીઓનો કબજો થઈ ગયો છે. સોમવારે તાલિબાનના આતંકવાદીઓએ સંસદ અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરીને સત્તા લઈ લેવાનુ એલાન કરી દીધુ. વળી, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ આ સ્થિતિમાં દેશ છોડીને ભાગી ગયા. કહેવામાં આવી રહ્યુ છે કેઅશરફ ગની પોતાની સાથે ચાર ગાડીઓમાં પૈસા ભરીને લઈ ગયા છે.