છોકરીઓનું શરીર તો મંદિર છે: હર્ષવર્ધન

નવી દિલ્હી, 29 ઓગષ્ટ: જાણીતા ઇએનટી સ્પેશાલિસ્ટ અને આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને જવાન છોકરીને સુંદર દેખાવવાનો ફોર્મ્યૂલા બતાવ્યો. હર્ષવર્ધને મહિલાના શરીરને એક મંદિર ગણાવતાં તેને દેશના ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. હર્ષવર્ધને કહ્યું કે વજન ઓછું કરીને શેપમાં રહેવા માટે જિમ જઇને પરસેવો પાડવાથી અને ભૂખ્યા રહેવાથી કશું થવાનું નથી. આ ઉપરાંત જંક ફૂડનો ત્યાગ કરીને સંતુલિત આહાર પોતાના ડાઇટમાં સામેલ કરો અને યોગને અપનાવીને પોતાને એકદમ શેપ રાખી શકાય છે.

harsh-vardhan

અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષવર્ધન પોતે એક પ્રસિદ્ધ ડૉક્ટર છે અને દિલ્હીના લક્ષ્મીબાઇ કોલેજના ગોલ્ડન જુબલી સમારોહ પર બોલી રહ્યાં હતા. કોલેજની છોકરીઓને સલાહ આપતાં તેમણે કહ્યું હતું જે જવાનીમાં મહિલાના શરીરમાં હારમોનલ પરિવર્તનના લીધે તેને વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે. આ જીંદગીની સૌથી ખતરનાક અવસ્થા હોય છે એટલા માટે એવામાં તેને ભૂખ્યા રહેવું અથવા પછી જે તે ખાઇને પેટ ભરવું ખૂબ જ હાનિકારક હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X