હવે તમારો દુ:ખાવો દુર કરશે 'નમો બામ'

Google Oneindia Gujarati News

અમદાવાદ, 8 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીના નામની બ્રાન્‍ડનાં વધુ ને વધુ મર્ચેન્‍ડાઇઝ બજારમાં આવી રહ્યા છે. ધ નમો સ્‍ટોર આગામી દિવસોમાં ‘નમો ટી' બજારમાં મૂશે. આ ઉપરાંત ચાંદીના સિક્કા ‘નમો કોઇન્‍સ' પણ બહાર પડશે. સોમવારે ધ નમો સ્‍ટોરે ‘દર્દ અનેક ,ઇલાજ એક' એવી ટેગલાઇન સાથે ‘નમો દર્દનાશક બામ' બજારમાં મૂકયો છે.

નરેન્‍દ્ર મોદીનાં નામનો ક્રેઝ સમગ્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. એક પછી એક અલગ વિધ બ્રાન્‍ડ સાથે નમો ફેઇમ બનાવવાથી લોકોમાં ચૂંટણીટાણે તેનું ધુમ વેચાણ થઇ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત એવું બની રહ્યું છે કે દેશના પ્રમુખ રાજકીય પક્ષોના નેતાના નામ અને ફોટાને જોડીને જુદી જુદી લોકોપયોગી વસ્‍તુઓ માર્કેટમાં લોંચ થઇ રહી હોય અને એમના સમર્થકો દ્વારા તેની હોંશે હોંશે ખરીદી થતી હોય.

namo-balm

આ સ્‍પર્ધામાં પણ લગભગ ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી આગળ છે. ‘નમો'ના હુલામણા નામથી જાણીતા ગુજરાતના મુખ્‍યમંત્રીના પરિધાનને યુવાઓએ અપનાવ્‍યો છે. હવે ‘નમો'ના નામથી દુખાવો દૂર કરતો આયુર્વેદિક બામ બજારમાં મુકાયો છે.ઉલ્લેખનીય છે કે ‘દર્દ અનેક, ઇલાજ એક' એવા ટેગલાઇનથી પેઇન રિલીવિંગ બામ નમો સ્‍ટોર દ્વારા લોંચ કરવામાં આવ્‍યો છે.

આ પ્રોડક્‍ટને એફડીએ દ્વારા માન્‍યતા પ્રાપ્ત છે અને ભાવનગર સ્‍થિત કંપની ગોરન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. ઓનલાઇન ઉપરાંત દેશના બાર રાજયોના 75 શહેરોના 1000થી વધારે સ્‍ટોર્સ પર આ બામ ઉપલબ્‍ધ છે.

લોકસભાની ચૂંટણીમાં મોદીએ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ભાવવધારાની જનક એવી કોંગ્રેસ પાર્ટીના શાસનથી દેશને મુક્‍ત કરવા માટે અબ કી બાર મોદી સરકારનો નારો આપ્‍યો છે તેવી જ રીતે આ બામ માટે આપવામાં આવ્‍યો છે. શરદી, સળેખમ, માથાના દુખાવો, નાક બંધ થઇ જવું જેવી સમસ્‍યાઓનો ઉકેલ માત્ર આ બામ લગાવવાથી દૂર થઇ જાય છે તેવો દાવો નમો સ્‍ટોરના પ્રવક્‍તાએ કર્યો છે.

English summary
Supporters of BJP’s prime ministerial candidate Narendra Modi has launched a multi-purpose pain relieving balm — a metaphoric representation of Modi’s ability to overcome the ‘woes’ of the people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X